________________
તરંગલોલા
૭૦
પ્રિયતમને ભેટી પડીને ડરને લીધે મોટેથી અને ફાટેલે સાદે રડતાં મેં કહ્યું, ‘પ્રિયતમ, આવી પડેલી આ આપત્તિમાં, કહે હવે શું કરીશું ?
એટલે પ્રિયતમે કહ્યું, “સુંદરી, ડરીશ નહીં, ઘડીક ધીરજ રાખ, આ દારુણ ચોરો પર પ્રહાર કરીને હું તેમને અટકાવું છું. તું મને પ્રાપ્ત થઈ તેના સંતોષથી મારું મન મોહિત થઈ ગયું અને મેં હથિયાર સાથે ન લીધાં. માત્ર આપણે રમણભમણ કરવાનું છે એમ માનીને મેં તારા માટે મણિ, રત્નો અને આભૂષણો જ લીધાં.
સુંદરી, કામદેવના શરથી સંતપ્ત, સાહસબુદ્ધિ વાળો પુરુષ, મૃત્યુને ભેટવાના નિશ્ચયથી, આવી પડતા સંકટને ગણકારનો નથી. ભલે આ ચોરો . સમર્થ હોય, પણ તુ વિશ્વાસ રાખજે કે શક્તિશાળી પુરુષ માટે ભયંકર શત્રુને પણ યુદ્ધમાં પરાસ્ત કરવો એ સહેલું છે.
હે વિલાસિની, સાચી પરિસ્થિતિથી અજાણ આ ચોરો ત્યાં સુધી જ મારી સામે ખડા છે, જ્યાં સુધી તેમણે, ઉગામેલા ખજ્ઞથી પ્રજ્વલિત મારી ભુજાનું દર્શન નથી કર્યું. આમાનાં એકાદને મારી નાખીને તેનું હથિયાર લઈ લઈને હું જેમ પવન મેઘોને વિખેરી નાખે, તેમ આ બધાને નસાડી મૂકીશ.
પૌરુષ દર્શાવતાં મારા પર વિપત્તિ આવે તો પણ ભલે, પણ હે કૃશોદરી, તને રડતીને તેઓ ઉઠાવી જાય તે કેમેય હું નહીં જોઈ શકું. હે સુંદરી, નિષ્ફર અને બળિયા ચોરોથી લુંટાઈને તને, છીનવાયેલાં વસ્ત્રાભૂષણને લીધે વિષણ, શોકગ્રસ્ત અને ભાંગી પડેલી હું કેમેય નહીં જોઈ શકું.
તે આગલા ભવમાં મારે ખાતર મૃત્યુ વોર્યું અને આ ભવમાં પિયર અને સુખસમૃદ્ધિ તજ્યાં – તેને ચોરો તરફથી થતો આ બળાત્કાર હું જીવતો છતાં ન વારુ તે કેમ બને? તો હે બાલા, હું ચોરોનો સામનો કરું છું, તું જો, આ ચોરો સાથે લડતાં કાં તો આપણું તરણ કે કાં તો મરણ.” સામનો ન કરવાની તરંગવતીની પ્રાર્થના - પ્રિયતમનાં આ વચનો સાંભળીને હું, “હે નાથ, તુ મને અનાથ નહીં છોડી જતો' એમ બોલતી તેના પગમાં પડી. “જો તે આમ જ કરવાનો નિશ્ચય કર્યો હોય તો હું આત્મહત્યા કરું ત્યાં સુધી તું થોભી જા . ચોરોને હાથે તારો