________________
૬૫
તરંગલોલા
પોતે જેને ઇચ્છતો હોય તે પ્રિયતમા પ્રાપ્ર થયા પછી જે માણસ તેને જતી કરે છે, તે જાતે ચાલીને આવેલી લલિત લક્ષ્મીને જ જતી કરે છે.
જીવતરના સર્વસ્વ સમી, અત્યંત દુર્લભ એવી પ્રિયતમાને દીર્ઘ કાળે પ્રાપ્ત કર્યા પછી જે તેને જતી કરે છે તે સાચો પ્રેમી નથી.'
આ સાંભળીને, હે ગૃહસ્વામિની, ગીતના મર્મથી વિચારને ધક્કો વાગતાં, સંપૂર્ણ અને નિર્મળ શરશ્ચંદ્ર સમા મુખવાળો મારો પ્રિયતમ બોલ્યો, “પ્રિયે, બીજો વિચાર એવો પણ છે કે જો આપણે અત્યારે જ ક્યાંક પરદેશ ચાલ્યા જઈએ, તો ત્યાં રહીને લાંબો સમય નિર્વિને રમણ કરી શકીએ.”
એટલે રડતાં રડતાં હું બોલી, “નાથ, હવે પાછા જવાની મારી શક્તિ નથી. હું તો તને જ અનુસરીશ. તું કહે ત્યાં આપણે જતાં રહીએ.”
મને વિવિધ અન્ય ઉપાયો બતાવ્યા છતાં હું કૃતનિશ્ચય હોવાનું જાણીને તેણે કહ્યું, “તો આપણે જઈએ જ. પરંતુ હું માર્ગમાં વાપરવા માટે ભાથું વગેરે લઈ લઉં.' એમ કહીને તે તેના ઘરના અંદરના ભાગમાં ગયો. એટલે મેં પણ ચેટીને મારા આભૂષણો લઈ આવવા મોકલી.
પ્રેમીઓનું પલાયન દૂતીને લીધા વિના પ્રયાણ
દૂતી અમારા આવાસ તરફ જવા ઝડપથી ઊપડી. તેટલામાં તો મારો પ્રિયતમ હાથમાં રત્નકરંડક લઈને પાછો આવ્યો.
તેણે કહ્યું, “કમલપત્ર સમાં લોચનવાળી ! ચાલ, રોકવાનો હવે સમય નથી. શ્રેષ્ઠીને જાણ થાય ત્યાં સુધીમાં જ તું નાસી જઈ શકીશ.”
હું લજ્જિત થતી બોલી, “મેં ચેટીને મારાં આભૂષણ લાવવા મોકલી છે, એ પાછી આવે ત્યાં સુધી આપણે ઘડીક થોભીએ.”
તેણે કહ્યું, ‘સુંદરી, શાસ્ત્રકારોએ અર્થશાસ્ત્રમાં કહ્યું છે કે દૂતી પરાભવની દૂતી જ હોય છે, એ કાર્ય સિદ્ધ કરનારી નથી હોતી. એ દૂતી દ્વારા જ આપણી ગુપ્ત સંતલસ ફૂટી જશે. તે એને શું કામ મોકલી ?
સ્ત્રીનું પેટ છીછરું હોય છે, તેમાં લાંબો સમય રહસ્ય ટકતું નથી. કસમયે