________________
તરંગલોલા
૫૪
દાંતવાળો, કૂંડી જેવા ફાફડા કાનવાળો, માત્ર દેહથી જ બ્રાહ્મણ એવો તે ઊતરેલ બટુક બોલ્યો, “આપ પહેલાં આ સુંદર બટુકને વંદન કેમ નથી કરતાં, અને આ શૂદ્રને વંદન કરો છો ?'
એટલે જમણો હાથ નમાવીને દાક્ષિણ્ય દર્શાવતાં, એ બટુક પ્રત્યે હું બોલી, આર્ય, અહિયં અહિવાએ તે (“હું તને અધિક વંદન કરું છું”. અર્થાતર, “તારા પગ પાસે સાપ છે સાપ”)'. એટલે એકાએક દેડકા જેવો કૂદકો મારીને સાપ ક્યાં છે ? સાપ ક્યાં છે ? અરે અમને અબ્રહ્મણ્ય !” એમ તે બોલવા લાગ્યો.
મને સાપની સૂગ હોઈને તે અમંગળકારીને હું જોવા ઇચ્છતો નથી. કહો, તમે શું ગારુડી છો ?' એ પ્રમાણે તે બટુકે મને પૂછ્યું.
મેં તેને ઉત્તર આપ્યો, “અહીં ક્યાંય અહિ નથી. તે નિશ્ચિત થા.”
એટલે તે બોલ્યો, “તો પછી તે મને “અહિયં અહિયાએ” એ પ્રમાણે કેમ કહ્યું? હું ઉત્તમ બ્રાહ્મણ વંશનો હારિત ગોત્રનો કાશ્યપનો પુત્ર છું. છંદોગ બ્રાહ્મણ છું. ગોળ, દહીં, ભાતનો રસિયો છું. તેં શું મારું નામ નથી સાંભળ્યું, જેથી પહેલાં મારું અપમાન કરીને પછી મને પ્રસન્ન કરી રહી છે ?' એ પ્રમાણે તે મૂર્ખ મને ઉદ્દેશી કલબલાટ કરી મૂક્યો.
એટલે સાર્થવાહપુત્રે તેને કહ્યું, “અરે, તું કેટલી ચાંપલાશ કરી રહ્યો છે ? અહીં આવેલી આ મહિલાને નિરર્થક બહુ બાધા ન કર. સમય જોયા વિના બોલબોલ કરતો તું નીકળ અહીંથી, કેટલો નિર્લજ્જ છે તું. અવિનીત, અસભ્ય બ્રાહ્મણબંધુ !”
એ પ્રમાણે સાર્થવાહપુત્રે તે બ્રાહ્મણને કટુવચન કહ્યાં, એટલે માકડાની જેમ મોંના ચાળા કરતો, તે ત્યાંથી ચાલ્યો ગયો. તે ગયો તેથી મને અત્યંત સંતોષ થયો : મારા પર દેવોએ કૃપા કરી. સંદેશસમર્પણ
એ પછી સાર્થવાહપુત્રે મને આ પ્રમાણે કહ્યું, “ભદ્ર, તું ક્યાંથી આવી ? તારા આવવાનું શું પ્રયોજન છે ? કહે, તારે માટે શું કરવાનું