________________
તરંગલોલા
४८
એટલામાં વ્યાકુળ દષ્ટિવાળો તેઓમાંનો એક જણ આવી પહોંચ્યો અને તેણે મને પૂછ્યું, “આ ચિત્રપટ્ટ આલેખીને આખી નગરીને કોણે વિસ્મિત કરી
છે ?'
મેં તેને કહ્યું, “ભદ્ર, એનું આલેખન શ્રેષ્ઠીની કન્યા તરંગવતીએ કર્યું છે. તેણે અમુક આશયને અનુરૂપ ચિત્ર કર્યું છે. એ કલ્પિત નથી.”
એ પ્રમાણે ચિત્રના ખરા મર્મની જાણ મેળવીને તે જ્યાં તારો પ્રિયતમ હતો ત્યાં પાછો આવ્યો. હું પણ તેની પાછળ પાછળ ગઈ અને એક બાજુ રહીને એક ચિત્તે તેમનાં વચન સાંભળવા લાગી.
એટલે પેલો તરુણ ત્યાં જઈને હસતાં હસતો ઉપહાસના સ્વરમાં બોલ્યો, પદ્મદેવ, બા, તું ડર નહીં, તારા પર ગોરી પ્રસન્ન થઈ છે. ચિત્રકાર છે ઋષભસેન શ્રેષ્ઠીની પુત્રી નામે તરંગવતી. કહે છે કે તેણે પોતાના ચિત્તના અભિપ્રાયને અનુરૂપ ચિત્ર દોર્યું છે ; તેણે કશું મનથી કલ્પિત નથી આલેખ્યું. એ બધું, કહે છે કે પહેલાં ખરેખર બનેલું. મારા પૂછવાથી તેની દાસીએ પ્રત્યુત્તરમાં મને એ પ્રમાણે કહ્યું.”
એ વચન સાંભળીને તારા પ્રિયતમનું વદન પ્રફુલ્લ કમળ જેવું આનંદિત બની ગયું, અને તેણે કહ્યું :
“હવે મારા જીવવાની આશા છે. તો એ શ્રેષ્ઠીની પુત્રી જ અહીં પુનર્જન્મ પામેલી ચક્રવાકી છે. હવે આ બાબતમાં શું કરવું? શ્રેષ્ઠી ધનના મદે ગર્વિત છે, એટલે તેની કુંવરીને વરવા જે જે વર આવે છે તેમને તે નકારે છે. વધુ કરુણ તો એ છે કે એ બાળાનું દર્શન પણ સાંપડે તેમ નથી – કોઈ અપૂર્વ દર્શનીય વસ્તુની જેમ તેનું દર્શન દુર્લભ છે.”
એટલે એક જણે કહ્યું, “એની પ્રવૃત્તિ શી છે તે આપણે જોયું જાણ્યું. તો જે વસ્તુનું અસ્તિત્વ છે તેને મેળવવાનો ઉપાય પણ હોય છે. ક્રમે ક્રમે તારું કામ સિદ્ધ થવાનું જ. અને શેઠની પાસે કન્યાનું માથું નાખવા જવામાં તો કશો દોષ નથી. તો અમે જઈને મારું નાખીશું : કહેવત છે કે કન્યા એટલે લોકમાં સૌની'. અને જો શ્રેષ્ઠી કન્યા આપવાની ના પાડશે તો અમે તેને ત્યાં જઈને બળાત્કારે તેને ઉઠાવી લાવીશું ; તારું હિત કરવા અમે ચોર થઈને