________________
તરંગલોલા
૨૮
પસારીને તેને ભેટતી, “હા ! હા ! કંથ !' એમ બોલતી હું તેની સંમુખ થઈને આંસુઘેરાયેલી આંખે તેનું મુખ જોઈ રહી.
બાણપ્રહારે નિપ્રાણ બનેલા મારા પ્રિયતમની ચાંચ વેદનાથી ખુલ્લી થઈ ગઈ હતી.
આંખના ડોળા ઉપર ચડી ગયા હતા અને બધાં અંગો તદન શિથિલ થઈ ગયાં હતાં.
કિંકર્તવ્યવિમૂઢ બનેલી હું, સ્વાભાવિક પ્રેમને કારણે, ઉપરાઉપર આવતા તરંગોથી વીંટળાયેલા તેને, તે મૃત હોવા છતાં જીવતો માનવા લાગી. પરંતુ તે તદન ફીકો પડી ગયો છે તેમ જાણીને એકાએક આવી પડેલા દુઃસહ શોકાવેગથી હું મૂછિત થઈને ભાન ગુમાવી બેઢી.
તે પછી કેમેય કરીને ભાનમાં આવતાં હું મારા આગળનાં પીંછાં ચાંચથી તોડવા લાગી. તેનાં પીંછાંને પંપાળવા લાગી અને પાંખ વડે હું તેને ભેટી પડી. હે સખી ! હું આમતેમ ઊડતી પાણી છાંટતી, મૃત પ્રિયતમની બધી બાજુ ભ્રમણ કરતી આ પ્રમાણે મારા હૃદયનાં કરુણ વિલાપવચનો કાઢવા લાગી: ચક્રવાકી-વિલાપ
અરેરે! બીજાના સુખના વિધાતક કયા દયાહીને આને વીંધી નાખ્યો ?
કોણે સરસી (સરોવર) રૂપી સુંદરીનું આ ચક્રવાકરૂપી સૌભાગ્યતિલક ભૂંસી કાઢ્યું ?
કોણે મને ઓચીંતું આ સ્ત્રીઓના સુખનું વિનાશક શોક !' વિધવ્ય આપ્યું ?
હે નાથ ! તારા વિરહમાંથી પ્રગટેલા અનુતાપના ધુમાડા અને ચિંતાની જ્વાળાવાળા શોકાગ્નિથી હું બળી રહી છું.
કમળપત્રની આડશમાં તું રહ્યો હોય ત્યારે તારું રૂપ ન જોતાં હું તારા દર્શનથી જ્યારે વંચિત થતી, ત્યારે કમળસરોવરોમાં પણ મારું મન ઠરતું ન હતું. મારી દષ્ટિ બીજા કોઈ વિષય પર ચોટતી જ નહીં – કમળપત્રના