________________
તરંગલોલા
પરાગ ત્વરિત ઉત્પન્ન કરી શકાય છે. તેનાં કારણો દર્શાવાયાં છે. આપણે ઇંદ્રજાળમાં જેમ જોઈએ છીએ તે પ્રમાણે ઔષધિના ગુણપ્રભાવે વૃક્ષોને તરત ઉગાડવાની, અથવા તો ફળફૂલોનું કે વિવિધ રંગનું નિર્માણ કરવાની ઘણી રીતો છે.’
૧૩
પિતાજીએ એ પ્રમાણે કહ્યું એટલે મેં એ પુષ્પગુચ્છને લાંબા સમય સુધી સૂંઘી જોયો અને બરાબર ધ્યાનથી તેને તપાસ્યો. ઊહાપોહ અને વિચારણાની શક્તિ ધરાવતી મારી બુદ્ધિ વડે તેના રંગ, રસ, રૂપ અને ગંધના ગુણોની માત્રાનું મેં બરાબર પરીક્ષણ કર્યું, અને મને કારણ સમજાયું. એટલે સવિનય મસ્તક પર અંજલિ રચીને મેં, પિતાજીને નિકટના પરિચયે વિશ્વસ્ત મનથી કહ્યું :
‘વૃક્ષોની ભોંય, કાળ, ઉત્પત્તિ, પોષણ, પોષણનો અભાવ તથા વૃદ્ધિ એ બધું સમજ્યા પછી જ તેમની મૂળ પ્રકૃતિ અને તેમાં થયેલા વિકાર જાણી શકાય. વળી તે વિકારો કોઈ કળાવિદની પ્રયોગવિધિને કારણે પણ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આ પુષ્પગુચ્છનો વિશિષ્ટ રંગ તમે જે પાંચ કારણોનો નિર્દેશ કર્યો છે તેમાંનાં એકેયનું પરિણામ નથી. પિતાજી, આ ગુચ્છનો જે રંગ છે તે સુગંધી અને રતાશ પડતી પીળી પરાગરજના થરને લીધે છે, અને તેની વિશિષ્ટ ગંધ સૂચવે છે કે તે ઉત્તમ પદ્મનો પરાગ છે.
પિતાજી બોલ્યા, ‘બેટા, વનની વચમાં રહેલા સપ્તપર્ણના પુષ્પમાં કમળ૨જ હોવાની વાત કઈ રીતે બંધ બેસે ?’
મેં કહ્યું, ‘પિતાજી, સપ્તપર્ણનો આ પુષ્પગુચ્છ કમળરજ વડે રતાશ પડતો પીળો કઈ રીતે થયો હશે તેના કારણનું મેં જે પદ્ધતિથી અનુમાન કર્યું છે તે તમે સાંભળો. જે સપ્તપર્ણ વૃક્ષનાં આ ફૂલો છે તે વૃક્ષની સમીપમાં, શરદઋતુમાં શોભાવૃદ્ધિ પામેલી કોઈક કમળતળાવડી હોવી જોઈએ. ત્યાં સૂર્યકિરણોથી વિકસેલાં અને પોતાની પરાગરજે રતાશ પડતાં પીળાં બનેલાં કમળોમાં પરાગના લોભે ભ્રમરવૃંદ ઊમટતાં હોય. ઘાટી પરાગરજની રતાશ પડતી પીળી ઝાંયવાળા એ ભ્રમરો ત્યાંથી ઊડીને બાજુના સપ્તપર્ણની પુષ્પપેશીઓમાં આશ્રય લેતા હોય. ભ્રમરવૃંદોના પગે ચોંટેલી કમળરજના સંક્રમણથી તે સપ્તપર્ણનાં પુષ્પ કમળરજની ઝાંય પામ્યાં હોય. આ વસ્તુ આ જ પ્રમાણે