________________
તરંગલોલા
એ પછી નિમંત્રિત સગાસંબંધીની સર્વ મહિલાઓ આવી જતાં અમ્માએ ઉજાણીએ જવા નીકળવાની તૈયારીઓ કરી, અને શુભ મુહૂર્તે બધી સામગ્રી સહિત અમ્માએ તેમની સાથે પ્રયાણ કર્યું. તરત જ અમ્માની પાછળ વાસભવનના માર્ગને આભૂષણના રણકારથી ભરી દેતો યુવતીસમુદાય ચાલ્યો. તરુણીઓના નૂપુરનું રુમ્મકઝુમ્મક, સુવર્ણમય રત્નમેખલાનો ખણખણાટ, અને સાંકળીની કિંકિણીનો રણકાર એ સૌનો રમ્ય ઘોષ ઊઠતો હતો. મન્મથના
―
૧૬
ઉત્સવની શરણાઈ સમી તેમના આભૂષણની શરણાઈ જાણે કે લોકોને માર્ગમાંથી દૂર હઠવા કહી રહી હતી. અમ્માના આદેશથી મને બોલવવા આવેલી દાસીઓએ તેમના નીસર્યાના સમચાર મને કહ્યા.
એટલે, હે ગૃહસ્વામિની, શરીરે સર્વ શણગાર અને મનોહર, મૂલ્યવાન વસ્ત્રથી સુસજ્જ થયેલી મારી સખીઓ કે મને મજ્જન કરાવીને શણગાર સજાવ્યા. મેં સુવર્ણચૂર્ણથી મંડિત, મૂલ્યવાન, સુકુમાર, સુંદર, શ્વેત, આકર્ષણ માટેના ધ્વજપટ સમું પટ્ટાંશુક પહેર્યું. વસ્ત્રાભૂષણનાં પાણીદાર રત્નોની ઝળહળતી કાંતિથી મારું લાવણ્ય, ઋતુકાળે ખીલી ઊઠેલી ચમેલીની જેમ, દ્વિગુણિત બન્યું.
તરત જ હું દાસીમંડળથી વીંટળાઈને બહારના કોટની લગોલગના ચતુઃશાલના વિશાળ આંગણમાં નીકળી આવી. ત્યાં વસ્ત્રાભૂષણથી દીપતા એ યુવતી-સમુદાયને ઇંદ્રના આવાસમાં એકઠા મળેલા સુંદર અપ્સરાવૃંદ સમો મેં જોયો. ત્યાં બળદોને હાંકવામાં અને કાબૂમાં રાખવામાં અનુભવી, ગાડી પર બેઠેલા ગાડીવાને મને બોલાવી, ‘કુમારી, તમે ચાલો, ચાલો, ઉજાણીએ જવા માટેનાં વિમાન સમી આ સૌથી વધુ રૂપાળી ગાડી શેઠે આજે તમારા માટે નક્કી કરી છે.’ એ પ્રમાણે બોલતા તે સેવકે મને ઝડપ કરાવી, એટલે કામળો પાથરેલી તે ગાડીમાં હું સુખેથી ચઢી બેઠી. તે પછી મારી પાછળ મારી ધાત્રી અને દાસી સારસિકા પણ ચઢી. ઘંટડીઓનો રણકાર કરતી તે ગાડી ઊપડી. સ્ત્રીઓની સારસંભાળ રાખતા કંચુકીઓ, ઘરના કારભારીઓ અને પરિચારકો મારી પાછળ પાછળ આવતા હતા.
પ્રયાણ
આ પ્રમાણે સુયોજિત, સુંદર પ્રયાણ વડે નગરજનોને વિસ્મય પમાડતાં,