________________
તરંગલોલા
તેમાં ભયમુક્ત બની કલરવ કરતાં અને જોડીમાં ફરતાં જાતજાતનાં પંખીઓનો નિનાદ ઊઠી રહ્યો હતો.
૨૦
અંદર નિમગ્ન બનેલા ભ્રમરોવાળાં વિકસિત કમળોનાં ઝૂંડનાં ઝૂંડ હતાં. પ્રફુલ્લ કોકનદ, કુમુદ, કુવલય, અને તામરસના સમૂહે તે સર્વત્ર ઢંકાઈ ગયું હતું.
ઉદ્યાનની પતાકા સમા તે કમળસરોવરને હું જોઈ રહી.
હે ગૃહસ્વામિની, રક્તકમળો વડે તે સંધ્યાનો, કુમુદો વડે જ્યોત્સ્વાનો, તો નીલકમળો વડે તે ગ્રહોનો નો ભાવ ધારણ કરતું હતું.
)
ભ્રમરીઓના ગુંજારવથી તે જાણે કે ઉચ્ચ સ્વરે ગીત ગાતું હતું.
હંસોના વિલાપથી જાણે કે તે રડતું હતું.
પવનથી હલી રહેલાં કમળો વડે જાણે કે તે અગ્રહસ્તના સવિલાસ અભિનય સાથે નૃત્ય કરતું હતું.
દર્પથી મુખર ટીટોડાઓ, ક્રીડારત બતકો અને હર્ષિત ધૃતરાષ્ટ્રો વડે તેના બંને કાંઠા શ્વેત બની ગયા હતા.
મધ્યભાગને ક્ષુબ્ધ કરતા ભ્રમરવાળાં કમળો, વચ્ચે ઇંદ્રનીલ જડેલાં સુવર્ણપાત્ર સમાં શોભતાં હતાં.
તેના પર બેઠેલા, ફીંડલું વાળેલા ક્ષૌમ વસ્ત્ર જેવા ધવલ અને શરદઋતુ પાસેથી ગુણગણ પામેલા એવા હંસો સરોવરના અટ્ટહાસ સમા દીસતા હતા.
કેસરલિપ્ત મારા પયોધર જેવા શોભા ધરતા, પ્રકૃતિથી જ રતાશ પડતા, પ્રિયા સાથે જેમનો વિપ્રયોગ નિર્મિત છે તેવા ચક્રવાક મેં જોયા.
પદ્મિનીપત્રો પર બેઠેલા કેટલાક ચક્રવાક લીલા મણિની ફરસ પર પડેલા કરેણનાં ફૂલના પુંજ સમા શોભી રહ્યા હતા.
ઈર્ષ્યા અને રોષરહિત, સહચરીના સંગમાં અનુરક્ત, મનશિલ જેવા રતૂમડા ચક્રવાક મેં ત્યાં જોયાં.
પોતાની સહચરીની સંગાથે પદ્મિનીપત્રોની વચ્ચે ૨મતા ચક્રવાક,