________________
તરંગલોલા
૧૦
યથેચ્છ હરતીફરતી એમ લોકોએ મને કહ્યું છે. સોનાની ઢીંગલીઓથી અને રેતીનાં ઘોલકાં કરીને હું રમતી અને એમ સહિયરોના સાથમાં મેં બાળક્રીડા માણી. વિદ્યાભ્યાસ
પછી ગર્ભાવસ્થાથી આઠમે વરસે મારે માટે ચાર પ્રકારની બુદ્ધિવાળા, કળાવિશારદ, અને ધીર પ્રકૃતિના આચાર્યો લાવવામાં આવ્યા. તેમની પાસેથી મેં લેખન, ગણિત, રૂપકર્મ, આલેખ્ય, ગીત, વાદ્ય, નાટ્ય, પત્રછેદ્ય, પુષ્કરગત – એ કળાઓ ક્રમશઃ ગ્રહણ કરી. મેં પુષ્પપરીક્ષામાં તથા ગંધયુક્તિમાં નિપુણતા પ્રાપ્ત કરી. આમ કાળક્રમે મેં વિવિધ લલિતકળાઓ ગ્રહણ કરી.
અમારા કુળધર્મ શ્રાવકધર્મને અનુસરતા મારા પિતાજીએ અમૃતતુલ્ય જિનમતમાં મને નિપુણ કરી. નગરીમાં જે મુખ્ય પ્રવચનવિદ અને પ્રવચનના વાચક હતા તેમને પિતાજીએ મારે માટે બોલાવ્યા, અને મેં નિગ્રંથ સિદ્ધાંતનો સાર ગ્રહણ કર્યો. તેઓએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનો મને ક્રમાનુસાર બોધ આપ્યો. યૌવન
એ પછી હે ગૃહિણી, બાળપણ વિતાવીને હું કામવૃત્તિને કારણે આનંદદાયક અને શરીરના સ્વાભાવિક આભરણ સમું યૌવન પામી. તે વેળા કહે છે કે શ્રીમંત, પૂજનીય અને દેશના આભૂષણ રૂપ ઘણાયે વૃદ્ધ ગૃહસ્થો તેમની પુત્રવધુ તરીકે મારું માગું નાખતા હતા. પણ કહે છે કે મારી ઇચ્છા જાળવીને વર્તતા પિતાજી, સરખેસરખા કુળ, શીલ અને રૂપવાળો વર નજરમાં ન આવવાથી તે માગાંનો યુક્તિપૂર્વક અસ્વીકાર કરતા. એક વિનયવિવેકમાં કુશળ સારસિકા નામની દાસી મારા પ્રત્યેના સ્નેહને કારણે એ બધી વાતચીત સાંભળીને મને કહેતી.
હું પણ “જી, જી,' કરતી સખીઓથી વીંટળાઈને, સાત માળની હવેલીની ટોચે અગાશીમાં રમતી. પુષ્પ, વસ્ત્રાભૂષણ, સુંદર ક્રીડનક અને જે કાંઈ ખાદ્ય પદાર્થો હોય તે સર્વ મારાં માતપિતા અને ભાઈઓ મને આપતાં. મારા વિનયથી સંતુષ્ટ હતા ગુરુજન, દાનથી ભિક્ષુકજન, સુશીલતાથી બંધુજન, અને