________________
તરંગલોલા
તરંગવતીનો જન્મ, બચપણ, તારુણ્ય તરંગવતીનો જન્મ
હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રોની પછી માનતા રાખ્યાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપ્નદર્શનપૂર્વક મારો જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. મિત્રો અને બાંધવોને, કહે છે કે અત્યંત આનંદ થયો અને મારા માતાપિતાએ વધામણી કરી. યથાક્રમે મારું બધુંયે જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈઓએ મારું નામ પાડતાં કહ્યું – “જળસમૂહ સભર અને ભંગુર તરંગે વ્યાપ્ત એવી યમુનાએ, માનતા માન્યાથી પ્રસન્ન થઈને આ દીધી, તેથી આનું નામ “તરંગવતી” હો.” બચપણ
હે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊંધી થઈ જતી. તે પછી કહે છે કે અંકધાત્રી અને ક્ષીરપાત્રીએ એક વાર રમાડતા રમાડતાં મને વિવિધ મણિમય છોબંધ ભોંય પર પેટે ખસતાં શીખવ્યું.
હે ગૃહિણી, મારા માટે કહે છે કે રમકડાંમાં સોનાની ખંજરી અને વગાડવાના ઘૂઘરા અને સોનાના ઘણા લખોટા હતા. હંમેશાં પ્રસન્ન અને હસમુખી, “અહીં, અહીં આવ” (એમ બોલતા) ભાઈઓના ખોળામાં ખેલતી હું, કહે છે કે વારંવાર ખિલખિલ હસી ઊઠતી.
લોકોના અનુકરણમાં કહે છે કે હું આંખ અને હાથથી ચેષ્ટાઓ કરતી અને મને બોલાવતાં ત્યારે હું અસ્પષ્ટ, મધુરા ઉદ્ગાર કાઢતી. માતાપિતા, ભાઈઓ અને સ્વજનોના એક ખોળામાંથી બીજા ખોળામાં ઊંચકી લેવાતી હું થોડોક સમય જતાં ડગલાં માંડવા લાગી.
વણસમજ્ય અને મધુર તાતા” એમ બોલ્યા કરતી હું બાંધવોની પ્રીતિને કહે છે કે વધુ ગાઢ કરતી હતી.
ચૂડાકર્મનો સંસ્કાર ઊજવાઈ જતાં, હું દાસીઓના જૂથથી વીંટળાઈ