________________
ო
તરંગલોલા
હતો ; કુલીન, માની, સુશીલ, કળાકુશળ અને જ્ઞાની હતો. તેની પત્ની હતી પ્રિયદર્શના, ચંદ્રના જેવી સૌમ્ય, સૌભાગ્ય વાળી અને પ્રિયદર્શન. સુવ્રતા ગણિની
તેના ઉપાશ્રયમાં સુવ્રતા નામે ગણિની હતી. તે સિદ્ધિમાર્ગનો પાર પામવા ઉદ્યત હતી. જિનવચનોમાં વિશારદ હતી. બાળબ્રહ્મચારિણી હતી. અનેકવિધ નિયમો અને ઉપવાસોને લીધે તેનું શરીર ક્ષીણ થઈ ગયું હતું. સંપૂર્ણ અગિયાર અંગગ્રંથોને તે જાણતી હતી. તેનો શિષ્યાપરિવાર બહોળો હતો.
ગોચરીએ નીકળેલી શિષ્યા
એક વાર તેની કોઈ એક વિનયયુક્ત શિષ્યા પારાંચિક તપને અંતે, છઠનું પારણું કરવા માટે, આવશ્યક અને નિયમ કરીને, યથાસમયે, જિનવચનમાં નિપુણ અને શ્રવણમનનમાં રત એવી સરખેસરખી શિષ્યાઓના સંગાથમાં, દુઃખનો ક્ષય કરવા, નીરસ પદાર્થોની ભિક્ષાચર્યાએ નીકળી. જ્યાં ત્રસ જીવો, બીજ અને વધુ લીલોતરી હોય તેવાં ભીની માટીથી ભરપૂર સ્થાનોને ત્યજતી, જીવદયાને કા૨ણે આગળની ચાર હાથ ભૂમિનું નિરીક્ષણ કરતી જતી, ભિક્ષા આદરથી મળે કે અનાદરથી, અથવા તો ભિક્ષા દેનાર નિંદા, રોષ કે પ્રસન્નતા દેખાડે તે પ્રત્યે સમદષ્ટિ રાખતી, જે ઘરોને શાસ્ત્રમાં ભિક્ષા માટે વર્જ્ય ગણ્યાં હોય અને જે ઘરો લોકવિરુદ્ધ હોય તેમને વર્જિત કરતી એ રીતે તે આર્યા જતી હતી. તેણે ગોચરીમાં ક્રમપ્રાપ્ત કોઈક શ્રીમંતના ઘરમાં પ્રવેશ કર્યો જેમ નભતળમાં રહેલી ચંદ્રલેખા શ્વેત અભ્રખુંજમાં પ્રવેશ કરે તેમ. એ ઘરના આંગણામાં, ત્રસ જીવો, બીજ અને લીલોતરીથી રહિત, દોષમુક્ત અને શુદ્ધ એવા સ્થાને કશી બાધા વિના તે ઊભી રહી.
―
-
―――
રૂપવર્ણન
તે મહાલયની યુવાન દાસીઓ, તે આર્યાના રૂપથી આશ્ચર્યચકિત થઈને વિસ્ફારિત નેત્રે તેને જોવા લાગી, અને બોલી ઊઠી, ‘અરે ! ઓ ! દોડો! દોડો ! તમારે લક્ષ્મીના જેવી અનવદ્ય આર્યાને જોવી હોય તો ! એનું મસ્તક વારંવાર લોચ ક૨વાથી આછા થઈ ગયેલા, અસ્તવ્યસ્ત, સુંદર અંતભાગવાળા, પ્રકૃતિથી જ સુંવાળા અને વાંકડિયા એવા કેશથી શોભી રહ્યું છે. તેનું તપથી કૃશ અને પાંડુર વદન સભર લાવણ્યને લીધે, ધવલ અભ્રસંપુટમાંથી બહાર