________________
स्याद्वादमंजरी
અર્થ ક્રિયાશૂન્ય પદાર્થમાં સત્ત્વપણું પણ રહી શકતું નથી. તેથી વસ્તુમાં અસત પણું પ્રાપ્ત થશે. માટે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય એ બંને પક્ષે બરાબર નથી.
(टीका) स्याद्वादे तु पूर्वोत्तराकारपरिहारस्वीकारस्थितिलक्षणपरिणामेन भावानामर्थक्रियोपपत्तिरविरुद्धा । न चैकत्र वस्तुनि परस्परविरुद्धधर्माध्यासायोगादसन् स्याद्वाद इति वाच्यम्, नित्यानित्यपक्षविलक्षणस्य पक्षान्तरस्याङ्गी क्रियमाणत्वात्, तथैव च सर्वैरनुभवात् । तथा च पठन्ति
भागे सिंहो नरो भागे योऽर्थों भागद्वयात्मकः ।
तमभागं विभागेन नरसिंहं प्रचक्षते ॥ इति । वैशेषिकैरपि चित्ररूपस्यैकस्यावयविनोऽभ्युपगमात एकस्यैव पटादेश्चलाचलरक्तारक्तावृतानावृतत्वादिविरूद्धधर्माणामुपलब्धेः । सौगतैरप्येकत्र चित्रपटीज्ञाने नीलानीलयो. विरोधानङ्गीकारात् ।
(અનુવાદ) સ્યાદ્વાદમાં તે પૂર્વ પર્યાયને ત્યાગ, ઉત્તર પર્યાયને સ્વીકાર અને દ્રવ્ય રૂપે સ્થિર અર્થાત ઉત્પાદ, વ્યય ધ્રૌવ્યયુક્ત પદાર્થ મનાય છે, તેથી તે રૂપ પદાર્થમાં કમ-અક્રમ ઉભય રીતે અર્થ કિયા ઘટી શકે છે. તો પણ પરમતવાળા શંકા કરે છે કે એક જ વસ્તુમાં નિત્ય અનિન્ય રૂપ પરસ્પર વિરોધી ધર્મો રહી શકતા નથી; માટે સ્યાદ્વાદ અસત્ છે. તેનું સમાધાન આ છેઃ અમે (સ્યાદ્વાદીઓ) એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષથી વિલક્ષણ એવો “કથંચિત નિત્યાનિત્ય પક્ષને સ્વીકાર કરીએ છીએ, માટે કઈ પણ જાતનો વિરોધ આવતો નથી. વળી તે પ્રકારને સર્વને અનુભવ છે. તેમજ કહ્યું પણ છે કે
અર્ધભાગ સિંહ અને અર્ધભાગ મનુષ્યને, તે બને ભાગરૂપ એક જ અવયવી ને નરસિંહ કહેવાય છે, તેવી જ રીતે પ્રત્યેક વસ્તુ નિત્યાનિત્ય ધર્મયુક્ત છે. તાત્પર્યો એ છે કે જે પ્રકારે નરસિંહ અવતારમાં એક ભાગમાં નર અને એક ભાગમાં સિંહ એમ એક જ નૃસિંહમાં પરસ્પર વિરૂદ્ધ મનુષ્ય અને સિંહ એમ બને આકૃતિઓ રહે છે, તેમાં કોઈ વિરોધ નથી, તેમ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં પણ એક જ વરતુમાં નિત્યાનિત્યાદિ પરસ્પર વિરૂદ્ધ ધર્મો સ્વીકારવા છતાં પણ વિરોધ આવતું નથી.
વળી વૈશેષિકે પણ એક જ પટાદિમાં ચલ,અચલ, રક્ત(લાલ) અરક્તલાલથીભિન્ન), આવૃત-અનાવૃત આદિ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો સાક્ષાત્કાર થતો હોવાથી એક જ પટાદિ અવયવાને પરસ્પર વિરુદ્ધ ધર્મયુક્ત માને છે. તેવી જ રીતે બૌદ્ધો પણ એક જ ચિત્રપટના જ્ઞાનમાં નીલ-અનીલ આદિ વિરુદ્ધ ધર્મને સ્વીકાર કરે છે, આથી પરવાદીઓના મતે પણ પદાર્થ પરસ્પર વિરુદ્ધધર્મયુક્ત સિદ્ધ થાય છે.
(टीका) अत्र च यद्यप्यधिकृतवादिनः प्रदीपादिकं कालान्तरावस्थायित्वात क्षणिकं न मन्यन्ते तन्मते पूर्वापरान्तावच्छिन्नायाः सत्ताया एवानित्यतालक्षणात् ।