________________
२४९
स्याद्वादमंजरी
શંકાઃ અનુમાન અને આગમ પ્રમાણમાં દોષ દેખાતા હેવાથી, તેમાં પ્રામાય હોઈ શકતું નથી.
સમાધાનઃ જેવી રીતે અનુમાન અને આગમ પ્રમાણમાં ક્વચિત્ સદેષતા રહેવાના કારણે સર્વત્ર અનમાન અને આગમ પ્રમાણમાં અપ્રામાણ્ય કહેશે તે તેવી રીતે પ્રત્યક્ષ પ્રમાણમાં પણ તિમિરાદિ નેત્રરોગના કારણે એક ચંદ્રને સ્થાને દ્વિચંદ્રનું જ્ઞાન થાય છે, તે આ રીતે પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ કવચિત્ અપ્રામાણ્ય દેખાતું હોવાથી સર્વત્ર પ્રત્યક્ષમાં અપ્રામાણ્ય માનવું પડશે.
શંકા: નેત્રરોગના કારણે એક ચંદ્રને સ્થાને દ્વિચંદ્રનું જ્ઞાન થાય છે. તે તે પ્રત્યક્ષ નહીં પરંતુ પ્રત્યક્ષાભાસ છે.
સમાધાનઃ કવચિત્ કવચિત્ સદોષતા હોવાના કારણે પ્રત્યક્ષ જ્ઞાનને જેમ પ્રત્યક્ષાભાસ કહે છે, તેમ અમે પણ કૂવચિત સદષતા દેખવામાં આવવાથી કોઈક અનુમાનને અનુમાનાભાસ અને કેઈક આગમને આગમાભાસ કહીએ છીએ; તેથી કંઈ સર્વે અનુમાન અને સર્વે આગમ અપ્રમાણ કહી ના શકાય. વળી માત્ર પ્રત્યક્ષ પ્રમાણથી પદાર્થોનું નિશ્ચિત સ્વરૂપ જાણી શકાતું નથી, તેથી કેવલ પ્રત્યક્ષ પ્રમાણુનું અવલંબન લઈને તમે જીવ, પુણ્ય, પાપ અને પરલેક આદિન નિષેધ કરે છે, તે પણ અપ્રમાણરૂપ છે.
___ एवं नास्तिकाभिमतो भूतचिद्वादोऽपि निराकार्यः। तथा च द्रव्यालङ्कारकारो पयोगवर्णने-"न चायं भूतधर्मः सत्त्वकठिनत्वादिवद् मघाङ्गेषु भ्रम्यादिमदशक्तिवद् वा प्रत्येकमनुपलम्भात् । अनभिव्यक्त्तावात्मसिद्धिः । कायाकारपरिणतेभ्यस्तेभ्यः स उत्पद्यते इति चेत् , कायपरिणामोऽपि तन्मात्रभावी न कादाचित्कः । अन्यस्त्वास्मैव स्यात् । अहेतुत्वे न देशादि नियमः। मृतादपि च स्यात् । शोणिताधुपाधिः सुप्तादावप्यस्ति । न च सतस्तस्योत्पत्तिः। भूयोभूयः प्रसङ्गात् । अलब्धात्मनश्च प्रसिद्धमक्रियाकारित्वं विरुध्यते । असतः सकलशक्तिविकलस्य कथमुत्पत्तौ कर्त त्वम् । अन्यस्यापि प्रसङ्गात् । तन्न भूतकार्यमुपयोगः ॥
(અનુવાદ) નાસ્તિકને અભિમત ભૌતિકવાદની પણ સિદ્ધિ થઈ શકતી નથી. દ્રવ્યાલંકારના કર્તા આચાર્ય ઉપયોગના વર્ણન વખતે કહ્યું છે કે પૃથવી આદિના અસ્તિત્વ અને કાઠિન્ય આદિ ધર્મોની જેમ ચૈતન્ય પાંચભૂત (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને ધર્મ નથી. જે ચિતન્ય પાંચભૂતનો ધર્મ હોય છે જેમાં બ્રાહ્મી-આદિ માદક શક્તિ માદક પદાર્થોના પ્રત્યેક અવયવમાં ઉપલબ્ધ છે, તેમ ચૈતન્ય શક્તિ પણ પ્રત્યેક ભૂતમાં ઉપલબ્ધ થવી જોઈએ. પરંતુ-પ્રત્યેક ભુતમાં ચૈતન્યને સાક્ષાત્કાર થતો નથી. તેથી આત્મા એક અલગ પદાર્થ છે.
શંકાઃ જે સમયે પાંચે ભૂત શરીરરૂપે પરિણત થાય છે, ત્યારે તેમાંથી ચિતન્ય શક્તિને આવિર્ભાવ થાય છે. સ્યા, ૩૨