________________
स्याद्वादमंजरी
३१७ ધૂમ સત્તા હાઈ શકતી નથી. ઈત્યાકારક જ્ઞાનને ઊહ અથવા તકે કહે છે. (૪) અનુમાન સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે અન્યથાનુપત્તિ (જેના વિના જેની ઉત્પત્તિ ના હોય તે) હેતુના ગ્રહણ પૂર્વક અને સંબંધના સ્મરણરૂપ સાથેનું જ્ઞાન, તેને સ્વાથનુમાન કહે છે. જેમ વારંવાર મહાનસ (રસોડા) આદિમાં અગ્નિ અને ધૂમને જોઈને, “જ્યાં
જ્યાં ધૂમ છે. ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આવી વ્યક્તિને ગ્રહણ કરીને પર્વત પર ધૂમનું દર્શન થવાથી ઉપયુક્ત વ્યાપ્તિનું સ્મરણ કરે છે. ત્યારપછી પોતે નિશ્ચય કરે છે કે આ પર્વત અગ્નિમાન છે, કેમ કે ધૂમ છે, અને સ્વાર્થનુમાન કહે છે. પક્ષ હેતુને કહીને અન્યને સાધ્યનું જ્ઞાન કરાવવું તેને પરાર્થોનુમાન કહે છે. તે પરાર્થોનુમાનને ઉપચારથી અનુમાન કહે છે. (૫) આપ્ત પુરુષના વચનથી પ્રગટ થતું પદાર્થોનું જ્ઞાન તેને આગમ કહે છે. અને તે આપ્તપુરુષનાં વચન ઉપચારથી પ્રમાણુરૂપ મનાય છે. આક્ષેપ અને પરિવાર સહિત સ્મૃતિ આદિનું વિશેષ સ્વરૂપ “સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથમાંથી જાણી લેવું. અથપત્તિ ઉપમાન, સંભવ, પ્રતિભા અને અતિા આદિ પ્રમાણેને અહીં પરોક્ષ પ્રમાણમાં જ અંતર્ભાવ થઈ જાય છે. સનિકર્ષ (પ્રત્યક્ષ જ્ઞાનનો ઉત્પાદક સંબંધ) આદિ જડરૂપ હોવાથી તેને પ્રમાણુ કહી શકતા નથી. આ પ્રકારે નય અને પ્રમાણને ઉપન્યાસ કરીને આપે દુર્નય માર્ગને નિષ્ફળ બનાવી દીધું છે. આ પ્રમાણે ૨૮ મા શ્લોકનો અર્થ જાણો.