________________
स्याद्वादमंजरी
३२७
પ્રયોગથી વિવાદને શમાવતા પરસ્પર મિત્રભાવે વર્તે છે. આ પ્રકારે ભગવંતનું શાસન સર્વનય સ્વરૂપ હોવાથી સર્વદર્શન સ્વરૂપ પણ છે કેમકે સર્વદશને નયસ્વરૂપ છે. તેથી ભગવત શાસન સર્વદર્શનથી વિરુદ્ધ નથી.
(टीका)-न च वाच्यं तर्हि भगवत्समयस्तेषु कथं नोपलभ्यते इति । समुद्रस्य सर्वसरिन्मयत्वेऽपि विभक्तासु तासु अनुपलम्भात् । तथा च वक्तृवचनयोरैक्यमध्यवस्य श्रीसिद्धसेनदिवाकरपादा:
"उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः ।
न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः" ॥ अन्ये त्वेवं व्याचक्षते । तथा अन्योन्यपक्षप्रतिपक्षभावात् परे प्रवादा मत्सरिणस्तथा तव समयः सवेनयान् मध्यस्थतयाङ्गीकुर्वाणो न मत्सरी । यतः कथंभूतः। पक्षपाती पक्षमेकपक्षाभिनिवेशम् पातयति तिरस्करोतीति पक्षपाती। रागस्य जीवनाशं नष्टत्वात् । अत्र च व्याख्याने मत्सरीति विधेयपदम् पूर्वस्मिश्च पक्षपातीति विशेषः। अत्र च क्लिष्टाक्लिष्टव्याख्यानविवेको विवेकिभिः स्वयं कार्यः ॥ इति काव्यार्थः
(અનુવાદ) શંકા : યદિ ભગવંતનું શાસન સર્વદર્શન સ્વરૂપ છે. તે તે સર્વદર્શનમાં કેમ દેખવામાં આવતું નથી.
સમાધાન : જેમ સમુદ્ર અનેક નદી સ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન નદીઓમાં ઉપલબ્ધિ થતી નથી, તેમ ભગવત શાસન સર્વદર્શન સ્વરૂપ હોવા છતાં પણ ભિન્ન ભિન્ન દર્શનમાં દેખી શકાતું નથી. તેમજ વક્તા અને વચનને અભેદ માનીને શ્રી સિદ્ધસેન દિવાકરે પણ કહ્યું છે, કેઃ “હે નાથ, સર્વ નદીઓ એકઠી થઈને સમુદ્રમાં મળે છે, તેમ સર્વ દૃષ્ટિએ દર્શનોનો સમાવેશ આપવામાં થાય છે. પરંતુ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્રની ઉપલબ્ધિ થતી નથી, તેમ ભિન્ન ભિન્ન દર્શનોમાં આપ દેખી શકાતા નથી. કેટલાક પ્રસ્તુત શ્લોકનો અર્થ અન્ય પ્રકારે કરે છે. ઈતરદર્શન પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવ રાખવાથી ઈર્ષાળુ છે. પરંતુ આપનું શાસન સર્વન પ્રત્યે મધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી માત્સર્ય (ઈર્ષા)ભાવથી રહિત છે. કેમકે આપને વિષે અભિપ્રેત પક્ષમાં દુરાગ્રહ રાખીને અન્ય પક્ષના તિરસ્કારરૂપ પક્ષપાતને અભાવ છે. પક્ષપાતના કારણભૂત રાગાદિને અભાવ હોવાથી આપનું વક્તવ્ય પક્ષપાતી નથી. આ પ્રકારે જૈન દર્શન ઈતરદશને પ્રત્યે માધ્યસ્થભાવને ધારણ કરતું હોવાથી સર્વદર્શનને સમન્વય કરે છે. પ્રસ્તુત કાવ્યની પ્રથમ વ્યાખ્યામાં “પક્ષપાતી” વિધેયપદ છે. અને બીજી વ્યાખ્યામાં મત્સરી” એ વિધેયપદ છે. આ રીતે પૂર્વ અને ઉત્તર વ્યાખ્યાનો ભેદ છે. ઉક્ત બને વ્યાખ્યામાં સરલ અને કઠીનતાનો ભેદ બુદ્ધિમાન પુરુષોએ સ્વયં વિચાર,