________________
स्थाद्वादमंजरी દા. ત, નગરને નાશ કરતો હોય ત્યારે જ તે પુરંદર કહેવાય છે. તેથી એવંભૂત નયની અપેક્ષાએ સમભિરૂઢનયને વિષય અધિક છે. (૭) એવંભૂત નય, પદાર્થ જ્યારે ક્રિયામાં ઉપયુક્ત હેય. ત્યારે જ તે ક્રિયાને અનુરૂપ શબ્દથી પ્રતિપાદન કરે છે.
પ્રમાણમાં જેમ સપ્તભંગી થાય છે, તેમ વિધિ (અસ્તિ) અને પ્રતિષેધ (નાસ્તિ)ની અપેક્ષાએ નયમાં પણ સહભંગ થાય છે. નાનું વિશેષ સ્વરૂપ અને નયામાં આવતા આક્ષેપ અને પરિવારની ચર્ચા તત્વાર્થાધિગમ સૂત્રની ભાષ્યમહોદધિ ગંધ હસ્તિ ટીકા તથા ન્યાયાવતાર આદિ ગ્રંથમાં કરવામાં આવી છે.
(टीका) प्रमाणं तु सम्यगर्थनिर्णयलक्षणं सर्वनयात्मकम् । स्याच्छन्दलान्छितानां नयानामेव प्रमाणव्यपदेशभाक्त्वात् । तथा च श्रीविमलनाथस्तवे श्रीसमन्तभद्रः
"नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः।
भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥" इति "तच्च द्विविधम् प्रत्यक्षं परोक्षं च । तत्र प्रत्यक्षं द्विधा सांव्यवहारिक पारमार्थिकं च । सांव्यवहारिकं द्विविधम् इन्द्रियानिन्द्रयनिमित्तभेदात् । तद् द्वितियम् अवग्रहेहावायधारणाभेदाद् एकैकशश्चतुर्विकल्पम् । अवग्रहादीनां स्वरूपं सुप्रतीतत्वाद् न प्रतन्यते । पारमार्थिकं पुनरुत्पत्तौ आत्ममात्रापेक्षम्" । तद् द्विविधम् । क्षायोपशमिकं सायिकं च । आद्यम् अवधिमनःपर्यायभेदाद द्विधा । क्षायिकं तु केवलज्ञानमिति ॥
| (અનુવાદ) સમ્યફ પ્રકારે અર્થનો નિર્ણય કરે, તે પ્રમાણુ કહેવાય છે. અને તે પ્રમાણ સર્વનયવરૂપ છે. તેથી નય વાક્યમાં સ્પાત (કથંચિત) શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે તે ના પ્રમાણરૂપ બને છે. સ્વયંભૂ ઑત્રમાં શ્રી વિમલનાથ ભગવાનની સ્તુતિ કરતા શ્રી સુમંતભદ્રાચાર્ય કહે છે કેઃ જેમ ધાતુરસના સંગથી લેહધાતુ સુવર્ણરૂપ થઈને ઈષ્ટફળ આપે છે, તેમ આપ દ્વારા પ્રતિપાદિત નમાં સ્થાત્ પદને પ્રયોગ કરવાથી તે નો પ્રમાણરૂપ બનવાથી, ઇષ્ટફળને આપનારા થાય છે. તેથી જ હિતેચ્છુ કે આપને નમસ્કાર કરે છે.
પ્રમાણે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રત્યક્ષ પ્રમાણ સાંવ્યવહારિક અને પારમાર્થિક એમ બે પ્રકારે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ, સ્પશદિ પાંચ ઈદ્રિય અને અનિન્દ્રિય, (મન) એમ બે પ્રકારે છે. ઈદ્રિય અને મન દ્વારા ઉત્પન્ન થનાર સાંવ્યવહારિક પ્રત્યક્ષનાં અવગ્રહ, (અવ્યક્તજ્ઞાન) ઈહા, (સંશયાત્મકજ્ઞાન) અપાય (નિશ્ચયાત્મક) અને ધારણા ચિરસ્થાયી જ્ઞાન) એમ ચાર ચાર ભેદ છે. સ્પર્શેન્દ્રિયના અવહાદિ ચાર રસનેંદ્રિયના પણ તે ચાર તેવી જ રીતે ઘાણ, ચક્ષુ શ્રોત્ર અને મન, એ પ્રત્યેકના પૂર્વોક્ત ચાર ચાર ભેદ હોવાથી કુલ વીસ ભેદ થાય છે. અવગ્રહ આદિનું સ્વરૂપ સરલ હોવાથી તેને અહીં વિસ્તાર કરવામાં આવ્યું નથી. પારમાર્થિક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં કેવલ આત્માની જ અપેક્ષા છે. તે પારમાર્થિક પ્રત્યક્ષ ક્ષાપશમિક (ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય અને ઉદયમાં નહીં આવેલા કર્મોના ઉપષ્ટભ) રૂપ છે. અને ક્ષાયિક (સર્વથા કર્મને ક્ષય થી) એમ