________________
स्याद्वादमंजरी
३२१
સમાસમાં કાય શબ્દ પાત્રાદિ ગણુને હોવાથી તેને નપુંસક લિંગમાં પ્રગ કરવામાં આવ્યે છે. અથવા પ્રકારના જીવોને સમૂહ તે છ જવનિકાય, એ રીતે પુલિંગમાં પણ પ્રવેગ થાય છે. મર્યાદા અર્થમાં આ પૂર્વક ખ્યા ધાતુને અ પ્રત્યય લગાડવાથી “આખ્ય.” ક્રિયાપદ બન્યું છે. તથા પૂર્વોક્ત જે બે દેષો છે તેની જાતિના અન્ય પણ દેષને આપના ઉપદેશમાં અવકાશ નથી. અહીં જાતિની અપેક્ષાએ દેષ? એ પ્રકારે એક વચનમાં પ્રયોગ કરવામાં આવ્યો છે, તથા એ પ્રકારનું જીવનું અનંતપણું નિર્દોષપણે હે નાથ આપે જ બતાવ્યું છે. પરંતુ અન્ય કઈ શાસ્ત્રના પ્રણેતાએ નહીં. આવા અર્થને જણાવવા માટે શ્લેકમાં “” એવા એક વચનનો પ્રયોગ કરવામાં આવ્યું છે.
(टीका) पृथिव्यादीनां पुनर्जीवत्वमित्थं साधनीयम् । यथा सामित्मिका विद्रुमરાપિpfથવી. જે સમાનrqસ્થાના, ગીરવતા મૌસમમોડનિ શામક, ક્ષતિમૂલગાય માવઠ્ય સન્મવાત, રાવત રાતરિક્ષમા સામે, अभ्रादिविकारे स्वतः सम्भूय पातात्, मत्स्यादिवत् । तेजोऽपि सात्मकम् , आहारोपादानेन वृद्धयादिविकारोपलम्भात्, पुरुषाङ्गवत् । वायुरपि सात्मकः, अपरप्रेरितत्वे तिर्यग्गतिमत्वाद् गोवत् । वनस्पतिपि सात्मकः, छेदादिभिर्लान्यादिदर्शनात, पुरुषाङ्गवत् । केषाञ्चित् स्वापाङ्गनोपश्लेषादिविकाराच्च । अपकर्षतश्चैतन्याद वा सर्वेषां सात्मकत्वसिद्धिः । आप्तवचनाच्च । त्रसेषु च कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिषु न केषाश्चित् सात्मकत्वे विगानमिति ।।
AA (અનુવાદ) હવે પૃથ્વી આદિમાં જીવત્વની સિદ્ધિ કરતાં કહે છે કે, (૧) પરવાળાં, પાષાણ, માટી આદિ પૃથ્વી સજીવ છે, ડાભના અંકુરાની જેમ પૃથ્વીને ખોદવાથી ફરીથી ઊગે છે. (૨) પૃથ્વી સંબંધી જલ પણ સજીવ છે, કેમ કે દેડકાની જેમ તથા દેલી પૃથ્વીની જેમ જલમાં વૃદ્ધિ થતી દેખાય છે. આકાશ સંબંધી જલ પણ સજીવ છે, કેમકે મસ્ય આદિની જેમ વાદળ આદિમાં વિકાર થવાથી સ્વતઃ એકઠું થઈને પૃથ્વી ઉપર ઊતરે છે. (૩) અગ્નિ પણ સજીવ છે, કેમકે મનુષ્યના અંગની જેમ આહારથી વૃદ્ધિ વગેરે વિકાર થાય છે. (૪) વાયુ પણ સજીવ છે. કેમકે ગાયની જેમ અન્યની પ્રેરણાથી તેમાં તીખું ગમન થતું દેખાય છે. (૫) વનસ્પતિ પણ સજીવ છે, કેમકે મનુષ્યના અંગની જેમ તેને છેદવાથી તેમાં પ્લાનતા (કરમાઈ જવું) આદિ દેખવામાં આવે છે. કેટલીક વનસ્પતિ સ્ત્રીના પાદઘાત તથા આલિંગન આદિથી વિકસ્વર થતી દેખાય છે. જેમ અશોકવૃક્ષ યુવાન સ્ત્રીના નૂપુર (ઝાંઝર) સહિત ચરણના ઘાતથી વિકવર થાય છે. પનસ નામનું વૃક્ષ યુવાન સ્ત્રીના આલિંગનથી ફલપ થાય છે. તેવી જ રીતે બકુલ નામનું વૃક્ષ સુગંધી મદિરાના કે ગળાના સિંચનથી વિકસિત થાય છે. ચંપકવૃક્ષ સુગંધી નિર્મલ જલના સિંચનથી. તિલકવૃક્ષ સ્ત્રીના કટાક્ષ આદિને નિરખવાથી, તેમજ શિરીષ નામનું વૃક્ષ કેફિલના પંચમ સ્વરના ઉદ્ગારને સાંભળવાથી વિકવર થાય છે. આ રીતે વનસ્પતિ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ આદિ સંજ્ઞાથી યુક્ત હોવાથી સચેતન છે. કેમકે ઉક્ત સંજ્ઞાઓ ચેતન સિવાય અન્ય કેઈ સ્થળે હોઈ શકતી નથી. પરંતુ પૃથ્વી આદિમાં ચેતન્યની અપકૃષ્ટતા (ઓછાપણું) હોવાથી વ્યક્ત ચૈતન્ય દેખવામાં આવતું નથી. આ પ્રકારે સર્વજ્ઞ ભગવાને પૃથ્વી આદિ ક્યા, ૪૧