________________
२९४
अन्ययोगव्य. द्वा. श्लोक : २७
(અનુવાદ). એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષને સ્વીકારવાથી આત્મામાં સુખદુઃખને ઉપભોગ ઘટી શકતો નથી. પુણ્ય-પાપ, બંધ અને મોક્ષ પણ ઘટી શકતું નથી. કલેકમાં વારંવાર નાના પ્રગથી એ સૂચિત થાય છે કે સુખદુઃખ આદિ જરાય ઘટી શકતા નથી. એકાન્ત નિત્ય આત્મામાં સુખદુઃખને ઉપભોગ ઘટી શકતો નથી, કેમકે અપ્રયુત અનુત્પન્ન અને સ્થિર એક રૂપ હોય તે નિત્ય કહેવાય છે. તેથી આભા પિતાની કારણ સામગ્રીથી સુખને ભોગવીને જે દુઃખનો ઉપભોગ કરે અથવા દુખને ભોગવીને સુખને ઉપભોગ કરે તે આ પ્રકારે સ્વભાવ ભેદ થવાથી અનિત્ય બનશે. તેથી સ્થિર એકરૂપતાની હાની થશે.
શંકા : વાસ્તવિક તે આત્માની સુખદુઃખ આદિ અવસ્થાને ભેદ થાય છે. પરંતુ તેથી સ્વયં આત્માનો ભેદ થતો નથી. જેમ સર્ષની સરલાવસ્થા અથવા કુંડલાદિ અવસ્થાએને ભેદ હોવા છતાં પણ સર્ષમાં ભેદ થતો નથી, તેમ આત્માની સુખદખ આદિ અવસ્થાના ભેદથી આત્માને ભેદ થતું નથી, વાસ્તવિક તે સર્પની ભિન્ન ભિન્ન અવસ્થામાં સર્પ જેમ એક રૂપે રહે છે તેમ આત્માની સુખદુઃખાદિ ભિન્ન ભિન્ન અવસ્થામાં પણ આત્મા એક રૂપે રહે છે.
સમાધાન : એ ઠીક નથી, કેમકે તમે આત્માની તે તે અવસ્થાએ આત્માથી ભિન્ન માને છે કે અભિન્ન ? જે સુખદુઃખાદિ અવસ્થાએ આત્માથી સર્વથા ભિન્ન હોય તે એ અવસ્થાઓને અને આત્માને કેઈ સંબંધ થઈ શકશે નહીં. કેમકે તે અવસ્થાઓ આત્માથી બિલકુલ ભિન્ન છે. અત્યંત ભિન્ન વસ્તુઓને સંબંધ થઈ શકતું નથી. જે અત્યંત ભિન્ન વસ્તુઓને પણ સંબંધ થતો હોય તે સહ્યાદ્રિ અને વિધ્યાચલાદ્રિને પણ સંબંધ જઈએ ! જે કહેશે કે તે તે અવસ્થાઓ આમાથી અભિન્ન છે, તે આત્મા સુખદુઃખાદિ અવસ્થારૂપ જ બનશે. આ પ્રમાણે સુખદુઃખને ઉપભોગ કરતો આત્મા સ્વયં પોતાના સ્વભાવનો ત્યાગ કરવાથી અનિત્ય થઈ જશે. આ રીતે એકાવાદમાં અવસ્થાને ભેદ પણ થઈ શક્તો નથી.
(टीका)-किंच, सुखदुःखभोगौ पुण्यपापनिर्बत्यो. तनिर्वर्तनं चार्थक्रिया, सा च कूटस्थनित्यस्य क्रमेण अक्रमेण वा नोपपद्यत इत्युक्तप्रायम् । अत एवोक्तं न पुण्यपापे इति । पुण्यं दानादिक्रियोपार्जनीयं शुभं कर्म, पापं हिंसादिक्रियासाध्यमशुभं कर्म ते अपि न घटेते । प्रागुक्तनीतेः॥
(અનુવાદ) વળી પુણ્ય-પાપથી ઉત્પન્ન થનારૂં સુખદુ:ખ પણ એકાન્ત નિત્ય-પક્ષમાં ઘટી શકતું નથી. કેમકે સુખદુઃખને અનુભવ પણ પુણ્ય-પાપથી થાય છે તે પુણ્ય-પાપથી થવાવાળી ઉપભોગ રૂપે અર્થક્રિયા ફૂટસ્થ (એકાન્ત) નિત્ય આત્મામાં ઘટી શકતી નથી. કેમકે નિત્ય પદાર્થમાં ક્રમ અથવા અક્રમથી અર્થ ક્રિયા થઈ શકતી નથી, તે અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. આથી દાનાદિ ક્રિયાથી ઉપાર્જન કરાયેલું શુભકર્મ તે પુણ્ય અને હિંસાદિ ક્રિયાથી સાધ્ય અશુભ કર્મ તે પાપ કહેવાય છે. તે પુણ્ય-પાપ એકાન્ત નિત્ય પક્ષમાં ઘટી શકતાં નથી.