________________
अन्ययोगव्य. द्वा. श्लोक : २८ જ્ઞાન થઈ શકતું નથી. અહીં સ્તુતિકાર પ્રથમ ય, ત્યારબાદ નય અને પછીથી પ્રમાણને નિર્દેશ કરીને સૂચવે છે કે દુર્નયથી નયની પ્રધાનતા અને નયથી પ્રમાણથી પ્રધાનતા છે. (૧) તેમાં પ્રમાણથી જ્ઞાત (જણાયેલા) પદાર્થના એક અંશનું જ્ઞાન તે નય કહેવાય છે. (૨) તેમજ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મો રહેલા છે, તેમાંથી પોતાને
ક્ટ એક ધર્મને સ્વીકારે, તેને પણ નય કહે છે. (૩) પ્રમાણ દ્વારા નિશ્ચિત પદાર્થને ઉત્તરકાળમાં જાણવા તે પણ નય કહેવાય છે. તે ન વસ્તુને અનંત ધર્મો હોવાથી અનંત છે. આ રીતે (૪) વસ્તના અનંત ધર્મોમાંથી વક્તાના અભિપ્રાય અનસાર એક ધર્મનું કથન કરવું, તેને નય કહે છે. પુરાતન આચાર્યોએ પણ કહ્યું છે કે જેટલા વચનના પ્રકારો છે, તેટલા પ્રકારના નો હોય છે. સર્વ વસ્તુનો સંગ્રહ કરનારાં સાત પ્રકારનાં વચનની કલપના દ્વારા સાત પ્રકારના નાનું પ્રતિપાદન કરેલું છે. તે આ પ્રમાણે :- નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરૂ, અને એવભુત.
શંકા -નોમાં સર્વવસ્તુનું સંગ્રાહકપણું કઈ રીતે છે?
સમાધાન : વક્તાના અભિપ્રાયે અર્થદ્વારા અથવા શબ્દ દ્વારા પ્રવર્તે છે. તેમાં નગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર આ ચાર નો અર્થનું નિરૂપણ કરતા હોવાથી તેમને અર્થન કહે છે. અને શબ્દ, સમભિરૂઢ અને એવંત, આ ત્રણ ન શબ્દનું નિરૂપણ કરતા હોવાથી તેમને શબ્દ નય કહે છે. આ પ્રકારે અર્થ અને શબ્દ સિવાય બીજા કેઈ પ્રકારને અભાવ હોવાથી સાત નમાં સર્વ વસ્તુનું સંગ્રાહકપણું છે.
(टीका) तत्र नैगमः सत्तालक्षणं महासामान्यम्. अवान्तरसामान्यानि च द्रव्यत्वगुणत्वकर्मत्वादीनि, तथान्त्यान् विशेषान् सकलासाधारणरूपलक्षणान् , अवान्तरविशेषांश्चापेक्षया पररूपव्यावर्तनक्षमान सामान्यान् अत्यन्तविनि ठितस्वरूपानभिप्रैति । इदं च स्वतन्त्रसामान्यविशेषवादे क्षुण्णमिति न पृथक्प्रयत्नः । प्रवचनप्रसिद्धनिलयनप्रस्थदृष्टान्तद्वयगम्यश्चायम् । संग्रहस्तु अशेषविशेषतिरोधानद्वारेण सामान्यरूपतया विश्वमुपादत्ते । एतच्च सामान्यैकान्तवादे प्राक् प्रपश्चितम् ।।
(અનુવાદ) (૧-૨) નૈગમ નય સત્તારૂપ મહાસામાન્યને, દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મવરૂપ અવાનર સામાન્યને, સંપૂર્ણ અસાધારણરૂપ વિશેને તથા પરરૂપથી વ્યાવૃત્ત કરવામાં સમર્થ અને સામાન્યથી અત્યંત ભિન્ન અવાન્તર વિશેષોને સ્વીકારે છે. આ રીતે તૈગમ નય સામાન્ય અને વિશેષ, ઉભયને ગ્રહણ કરે છે. નૈગમનયનું વિશેષ સ્વરૂપ અને ૧૪ મા
કમાં સ્વતંત્ર સામાન્ય વિશેષવાદનું નિરૂપણ કરતી વખતે બતાવ્યું છે. તેથી અહી પુનઃ નિર્વચન કર્યું નથી. નૈગમ નયનાં “નિલયન” અને “પ્રસ્થક' એમ બે દષ્ટાંત શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણેઃ નિલયન શબ્દનો અર્થ નિવાસસ્થાન થાય છે. જેમ કેઈ પુરુષે કઈ વ્યક્તિને પૂછયું કે આપ ક્યાં રહે છે ? તેના પ્રત્યુત્તરમાં તેણે કહ્યું કે હું લેકમાં રહું છું, લેકમાં પણ જબુદ્વીપમાં, જંબુઢાપમાં પણ ભરતક્ષેત્રમાં, તેના પણ મધ્યખંડમાં, મધ્યખંડમાં પણ અમુક દેશમાં, દેશમાં પણ અમુક નગરમાં, અમુક નગરમાં પણ અમુક પળમાં, તેમાં પણ અમુક ઘરમાં આવા સર્વ વિકલ્પોને નૈગમનયા