________________
स्याद्वादमंजरी રહેવાથી પરમાર્થથી વસ્તુરૂપ છે. તે વર્તમાનક્ષણવતી પર્યાયે નિરશ છે કેમકે વસ્તુ અંશસહિત માનવી તે યુક્તિથી સિદ્ધ થઈ શકતું નથી.
શંકા : એક વસ્તુમાં અનેક સ્વભાવ માન્યા વિના, તે વસ્તુ અનેક અવયવોમાં રહી શકતી નથી. આથી વસ્તુમાં અનેક સ્વભાવ માનવા જોઈએ.
સમાધાન : એ ઠીક નથી, કેમકે અનેક સ્વભાવવાળી વસ્તુ માનવામાં વિરોધ આવે છે, એક અને અનેકનો પરસ્પર વિરોધ છે. તેથી એક સ્વભાવવાળી વસ્તુમાં અનેક સ્વભાવ અને અનેક સ્વભાવવાળી વસ્તુમાં એક સ્વભાવ રહી શકતા નથી. તેથી પિતાનાં સ્વરૂપમાં સ્થિત પરમાણુઓ જ પરમાર્થથી સત્ છે. આથી ઋજુસૂત્ર નયની અપેક્ષાએ જે પિતાના સ્વરૂપમાં સ્થિત હોય તે જ વસ્તુ કહેવાય છે. પરંતુ પરકીય પદાર્થ અનુપયોગી હોવાના કારણે વસ્તુ સ્વરૂપ નથી.
(टीका) शब्दस्तु रूढितो यावन्तो ध्वनयः कस्मिंश्चिदर्थे प्रवर्तन्ते, यथा इन्द्रशक्रपुरन्दरादयः सुरपतौ तेषां सर्वेषामप्येकमर्थमभिप्रैति किल, प्रतीतिवशाद । यथा शब्दाव्यतिरेकोऽर्थस्य प्रतिपाद्यते तथैव तस्यैकत्वमनेकत्वं वा प्रतिपादनीयम् । न च इन्द्रशक्रपुरन्दरादयः पर्यायशब्दा विभिन्नार्थवाचितया कदाचन प्रतीयन्ते । तेभ्यः सर्वदा एकाकारपरामर्शोत्पत्तेरस्खलितवृत्तितया तथैव व्यवहारदर्शनात् । तस्माद एक एव पर्यायशब्दानामर्थ इति । शब्द्यते आहूयतेऽनेनाभिप्रायेणार्थः इति निरुक्तात् एकार्थप्रतिपादनाभिप्रायेणैव पर्यायध्वनीनां प्रयोगात् । यथा चायं पर्यायशब्दानामेकमर्थमभिप्रेति तथा तटस्तटी तटम् इति विरुद्धलिङ्गलक्षणधर्माभिसम्बन्धाद् वस्तुनो भेदं चाभिधत्ते । न हि विरुद्धधर्मकृतं भेदमनुभवतो वस्तुनो, विरुद्धधर्मायोगो युक्तः । एवं सङ्ख्याकालकारकपुरुषादिभेदाद् अपि भेदोऽभ्युपगन्तव्यः। तत्र सङ्ख्या एकत्वादिः कालोऽतीतादिः कारकं कादि पुरुषः प्रथमपुरुषादिः ॥
(અનુવાદ)
શબ્દનય રૂઢિથી જેટલા શબ્દો એક અર્થમાં પ્રવર્તે છે તે સર્વને માને છે, જેમકે શક, ઈન્દ્ર, પુરંદર આદિ ભિન્ન ભિન્ન શબ્દ એક જ સુરપતિ (ઈન્દ્ર) અર્થના દ્યોતક છે, કેમકે તેવા પ્રકારની જ પ્રતીતિ થાય છે. જેમ શબ્દ અર્થથી અભિન્ન છે તેમ એક અને અનેક પણ છે. ઈન્દ્ર, શક્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો ક્યારે પણ સુરપતિ સિવાય અન્ય અર્થનું પ્રતિપાદન કરતા નથી. કેમકે તે સર્વે શબ્દોથી એકાકાર અધ્યવસાયન અખલિતરૂપે જ્ઞાન થાય છે. અર્થાત્ તે સર્વે શબ્દોથી હમેશા એક જ અર્થનું જ્ઞાન થાય છે. જેમ શક, ઇંદ્ર, પુરંદર આદિ પર્યાયવાચી શબ્દો એક જ અર્થને કહે છે. તેથી અર્થથી શબ્દ જેમ અભિન્ન છે, તેમ “તટ” “તટી” અને “તટમ એ પરસ્પર વિરુદ્ધ લિંગવાળા શબ્દોથી પદાર્થમાં ભેદને બતાવે છે. કેમકે વિરુદ્ધ ધર્મવડે પદાર્થમાં ભેદને અનુભવ થાય છે. એ પ્રમાણે એકત્વ આદિ સંખ્યા, અતીત આદિ કાલ, કર્તા આદિ કારક અને પ્રથમ પુરુષ આદિ પુરુષના ભેદથી શબ્દ અને અર્થમાં ભેદ થાય છે.'