________________
२६४
अन्ययोगव्य. द्वा, श्लोक : २३
કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન દ્રવ્યરૂપે થાય છે. અને જ્યારે પર્યાયનયની મુખ્યતા અને દ્રવ્યનયની ગણતાથી વિચાર કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન પર્યાયરૂપ થાય છે. વળી દ્રવ્ય અને પર્યાય, ઉભયાનની મુખ્યતાથી વિચાર કરવામાં આવે તે વસ્તુનું જ્ઞાન દ્રવ્ય-પર્યાય ઉભયરૂપે થાય છે. આથી જ વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થી ધિગમ સૂત્રમાં કહ્યું છે કે ; દ્રવ્ય અને પર્યાયનયની મુખ્યતા અને ગૌણુતા દ્વારા વસ્તુની સિદ્ધિ થાય છે. આ પ્રકારની દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુની પ્રરૂપણા હે ભગવાન, આપે જ કરી છે. બીજા કેઈ તેવું વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે સમર્થ નથી.
नन्वन्याभिधानप्रत्यययोग्यं द्रव्यम्, अन्याभिधानप्रत्ययविषयाश्च पर्यायाः । तत्कथमेकमेव वस्तूभयात्मकम् इत्याङ्कय विशेषणद्वारेण परिहरति आदेशभेदेत्यादि । आदेशभेदेन सकलादेशविकलादेशलक्षणेन आदेशद्वयेन उदिताः प्रतिपादिताः सप्तसंख्या भङ्गा वचनप्रकारा यस्मिन् वस्तुनि तत्तथा । ननु यदि भगवता त्रिभुवनबन्धुना निर्विशेषतया सर्वेभ्य एवंविधं वस्तुतत्त्वमुपदर्शितम्, तर्हि किमर्थ तीर्थान्तरीयाः तत्र विप्रतिपद्यन्ते इत्याह बुधरूपवेधम् इति । बुध्यन्ते यथावस्थितं वस्तुतत्त्वं सारेतरविषयविभागविचारणया इति बुधाः। प्रकृष्टा बुधा बुधरूपाः नैसर्गिकाधिगमिकान्यतरसम्यग्दर्शनविशदीकृतज्ञानशालिनः प्राणिनः । तैरेव वेदितुं शक्यं वेधं परिच्छेद्यम् । न पुनः स्वस्वशास्त्रतत्त्वाभ्यासपरिपाकशाणानिशातबुद्धिभिरप्यन्यैः । तेषामनादिमिथ्यादर्शनवासनादूषितमतितया यथावस्थितवस्तुतत्यानवबोधेन बुधरूपत्वाभावात् । तथा चागमः
"सदसदविसेसणाउ भवहेउजहिच्छिओवलंभाउ । णाणफलाभावाउ मिच्छादिहिस्स अण्णाणं"
( अनुपा४) શંકા : દ્રવ્ય અને પર્યાય, અને શબ્દ ભિન્ન-ભિન્ન છે; માટે દ્રવ્ય અને પર્યાયનું જ્ઞાન પણ ભિન્ન ભિન્ન થાય છે. તેથી એક જ વસ્તુ દ્રવ્ય અને પર્યાય, એમ ઉભયરૂપ કઈ
રીતે કહી શકાય ?
સમાધાન : સકલાદેશ (પ્રમાણુવાક્ય) અને વિકલાદેશ(નયવાકય)ના ભેદથી વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયરૂપે સિદ્ધ થાય છે.
શંકાઃ ત્રણ લેકના બંધુ શ્રી જિનેશ્વર ભગવાને પ્રત્યેક વસ્તુમાં સર્વલોક સાધારણ સપ્તભંગીની પ્રરૂપણ કરી છે, તે અન્ય દર્શનકારે તે સપ્તભંગીના સ્વરૂપને કેમ સમજી શકતા નથી ?