________________
२९०
अन्ययोगव्य. द्वा. श्लोक : २६
कार्यकारणभावप्राप्त्याऽतिप्रसङ्गाच्च । नापि द्वितीयः पक्षः क्षोदं क्षमते । असतः कार्यकारणशक्तिविकलत्वात् । अन्यथा शशविषाणादयोऽपि कार्यकारणयोत्सहेग्न्, विशेषाभावात् इति ॥
__ (अनुवाद) નિત્યવાદી કહે છે : બધા પદાર્થો નિત્ય છે. કેમકે તે સત છે. ક્ષણિક પદાર્થમાં સત (વિદ્યમાન) અથવા અસત (અવિદ્યમાન) બને અવસ્થામાં અર્થક્રિયા ઘટતી નહીં હોવાથી અથક્રિયાકારિત્વ સત આવું સતનું લક્ષણ ક્ષણિક પદાર્થમાં નથી રહેતું. તેથી ક્ષણિક પદાર્થમાંથી સત્ત્વની નિવૃત્તિ થાય છે. અક્ષણિક (નિત્ય) પદાર્થ માં જ અર્થક્રિયા ઘટતી હોવાથી નિત્ય પદાર્થ જ સત્વરૂપ છે. અહીં પ્રશ્ન થાય છે કે : ક્ષણિક પદાર્થ સત રૂપ હેઈને અર્થક્રિયા કરે છે કે અસત રૂપ હોઈને ? ક્ષણિક પદાર્થ ક્ષણક્ષયી હોવાથી પોતાના સમકાલીન ક્ષણોમાં અર્થક્રિયા કરી શકતા નથી. કારણ કે એક જ કાળમાં રહેવાવાળા પદાર્થોમાં પરસ્પર કાર્યકારણુભાવ બની શક્તા નથી. જે સમકાલીન પદાર્થમાં કાર્યકારણભાવ સંબંધ હોય તે એક જ કાળવતી સર્વ પદાર્થોને પરસ્પર કાર્યકારણભાવ થે જોઈએ.
આ રીતે સત રૂપ ક્ષણિક પદાર્થમાં અર્થક્રિયા ઘટી શકતી નથી. હવે અસરૂપ દ્વિતીય પક્ષ પણ યુક્તિયુક્ત નથી. કેમકે અસત પદાર્થ તે કાર્યકારણ શક્તિથી રહિત જ હોય છે. જે અસત્ પદાર્થમાં પણ કાર્યકારણભાવ સંબંધ હોય તે શશશું. આકાશપુષ્પ વધ્યા પુત્ર આદિ સાવ અસત પદાર્થોમાં પણ કાર્યકારણભાવ સંબંધ છે જોઈએ. આ રીતે સત્ અને અસત્ ઉભયરૂપે પણ ક્ષણિક પદાર્થમાં અર્થ ક્રિયા ઘટી શક્તી નથી. તેથી ક્ષણિક પદાર્થની સત્વરૂપે સિદ્ધિ નહી થવાથી અક્ષણિક (નિત્ય) પદાર્થને જ સ્વીકાર કરવો જોઈએ.
(टीका) अनित्यवादी नित्यवादिनं प्रति पुनरेवं प्रमाणयति । सर्व क्षणिकं सत्त्वात् । अक्षणिके क्रमयोगपद्याभ्यामर्थक्रियाविरोधाद् अर्थक्रियाकारित्वस्य च भावलक्षणत्वात्, ततोऽर्थक्रिया व्यावर्तमाना स्वक्रोडीकृतां सत्तां व्यावर्तयेदिति क्षणिकसिद्धिः । न हि नित्योऽर्थोऽर्थक्रियां क्रमेण प्रवर्तयितुमुत्सहते । पूर्वार्थक्रियाकरणस्वभावोपमर्दद्वारेणोत्तरक्रियायां क्रमेण प्रवृत्तेः । अन्यथा पूर्व क्रियाकरणाविरामप्रसङ्गात् । तत्स्वभावप्रच्यवे च नित्यता प्रयाति । अतादवस्थ्यस्या-नित्यतालक्षणत्वात् । अथ नित्योऽपि क्रमवतिनं सहकारिकारणमर्थमुदीक्षमाणस्तावदासीत्, पश्चात् तमासाद्य क्रमेण कार्य कुर्यादिति चेत् । न । सहकारिकारणस्य नित्येऽकिश्चित्करस्यापि प्रतीक्षणेऽनवस्थाप्रसङ्गात् । नापि यौगपधेन नित्योऽर्थोऽर्थक्रियां कुरुते अध्यक्षाविरोधात् । न ह्येककालं सकलाः क्रियाः प्रारभमाणः कश्चिदुपलभ्यते । करोतु वा । तथाप्याचक्षण एव सफल क्रियापरिसमाप्तेर्द्वितीयादिक्षणेषु अकुवार्णस्यानित्यताबलादआढौकते । करणाकरणयोरेकस्मिन् विरोधाद् इति ॥