________________
વાદ)
स्थाद्वादमंजरी સકલાદેશ દ્વારા કાળ આદિની અભેદ દષ્ટિ અથવા અભેદના ઉપચારની અપેક્ષાએ વસ્તુના સર્વધર્મોનું એકીસાથે જ્ઞાન થાય છે. (જેમ અનેક ગુણોના સમુદાયને દ્રવ્ય કહે છે, ગુણ સિવાય દ્રવ્યનું કોઈ અસ્તિત્વ નથી, આથી સર્વધર્મો (ગુણોના સમુદાયરૂપ એક જીવાદિ વસ્તુમાં દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ સમસ્ત ધર્મોનું અભિન્ન પણું છે, અને પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ સમસ્ત ધર્મોનું ભિન્નપણું હોવા છતાં પણ તેમાં એકતાને આરોપ કરે તે અભેદના ઉપચારથી અભિન્ન સ્વરૂપનું પ્રતિપાદન કરવું તે સકલાદેશ કહેવાય છે.સકલાદેશ પ્રમાણને આધીન છે. તેનાથી વિપરીત વિકલાદેશ અર્થાત નયવાય કહેવાય છે. જ્યારે કાલ આદિની અપેક્ષાએ અસ્તિત્વ આદિ ધર્મોના ભેદની પ્રધાનતા થાય છે, અથવા ભેદનો ઉપચાર થાય છે, ત્યારે એક શબ્દથી અનેક ધર્મોનું પ્રતિપાદન કરી શકાતું નથી. આથી પદાર્થગત અનેક ધર્મોનું નિરૂપણ કમપૂર્વક થાય છે. તે વિકલાદેશ કહેવાય છે. એ વિકલાદેશમાં ભેદ વૃત્તિ અથવા ભેદના ઉપચારની પ્રધાનતા રહે છે. વિકલાદેશ નયસ્વરૂપ છે.
___कः पुनः क्रमः किं च योगपद्यम् । यदास्तित्वादिधर्माणां कालादिभिर्भेद्विवक्षा, तदैकशब्दस्यानेकार्थप्रत्यायने शक्त्यभावात् क्रमः। यदा तु तेषामेव धर्माणां कालादिभिरभेदेन वृत्तमात्मरूपमुच्यते तदैकेनापि शब्देनैकधर्मप्रत्यायनमुखेन तदात्मकतामापत्रस्याने काशेषधर्मरूपस्य वस्तुनः प्रतिपादनसम्भवाद यौगपघम् ।।
ક્રમ એટલે શું અને યૌગપા એટલે શું ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે જ્યારે અસ્તિત્વ આદિ અનેક ધર્મોમાં કાલ આદિથી ભેદની સિદ્ધિ કરવી હોય ત્યારે એક શબ્દથી અનેક ધર્મોના જ્ઞાનની શકયતા નહીં હોવાથી, સર્વ ધર્મોનું એકએકરૂપે પ્રતિપાદન કરવું તે કેમ કહેવાય. તે તે ધર્મોનું જ્ઞાન કમપૂર્વક થાય છે, તે વિકલાદેશથી થાય છે અને જ્યારે વસ્તુના અસ્તિત્વ આદિ ધર્મોમાં કાળ આદિથી અભેદની સિદ્ધિ કરવી હોય ત્યારે યદ્યપિ એક શબ્દથી એક ધર્મોનું જ્ઞાન થાય છે, તે પણ એક શબ્દથી જ્ઞાત એક ધર્મ દ્વારા પદાર્થને અનેક ધર્મોનું જ્ઞાન થાય છે, આથી વસ્તુગત સમસ્ત ધર્મોનું એકીસાથે જ્ઞાન થવું, તે યૌગપદ્ય કહેવાય છે. તે જ્ઞાન સકલાદેશથી થાય છે.
के पुनः कालादयः। कालः आत्मरूपम् अर्थः संबन्धः उपकारः गुणिदेशः संसर्गः शब्दः। १ तत्र स्याद् जीवादिवस्तु अस्त्येव इत्यत्र यत्कालमस्तित्वं तत्कालाः शेषानन्तधर्मा वस्तुन्येकडेति तेषां काले नाभेदधृत्तिः। २ यदेव चास्तित्वस्य तद्गुणत्वमात्मरूपं तदेव अन्यानन्तगुणानामपीति आत्मरूपेणाभेदवृत्तिः। ३ य एव चाधारोऽर्थों द्रव्याख्योऽस्तित्वस्य स एवान्यपर्यायाणामित्यर्थेनाभेदवृत्तिः । ४ य एव चाविष्वग्भावः कथंचित् तादात्म्यलक्षणः सम्बन्धोऽस्तित्वस्य स एव शेषविशेषाणामिति सम्बन्धेनाभेदवृत्तिः ५ य एव चोपकारोऽस्तित्वेन स्वानुरक्तत्वकरणं स एव शेषैरपि गुणैरित्युपकारेणाभेदवृत्तिः। ६ य एव गुणिनः सम्बन्धी देशः क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्यगुणानामिति गुणिदेशेनाभेदवृत्तिः। ७ य एव चैकवस्त्वात्मनास्तित्वस्य संसर्गः स एव शेषधर्माणामिति संसर्गेणा