________________
२८०
अन्ययोगव्य. द्वा. श्लोक : २४
(અનુવાદ) ચેતન અને અચેતન પદાર્થોમાં અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મનો વિરોધ આવતે નથી અસ્તિત્વને નાસ્તિત્વની સાથે વિરોધ નથી અને નાસ્તિત્વનો અસ્તિત્વની સાથે વિરોધ નથી. એવી રીતે વિધિ અને નિષેધ રૂપ અવક્તવ્યને પણ અસ્તિત્વ અને નાસ્તિત્વની સાથે વિરોધ નથી. અથવા અવક્તવ્યને વક્તવ્યની સાથે કઈ પણ વિરોધ નથી, આ રીતે અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય એ ત્રણ મુળ ભાંગામાં પરસ્પર વિરોધ નહીં હોવાથી સમસ્ત સપ્તભંગીમાં કોઈ વિરોધને અવકાશ નથી. કેમકે અસ્તિત્વ નાસ્તિત્વ અને અવક્તવ્ય એ ત્રણ મુળ ભાંગા છે. અને બાકીના ચાર ભાંગા, એ ત્રણ ભાંગાના સંગથી બને છે. તેથી બાકીના ભાગનો મુખ્ય ત્રણ ભાંગામાં અંતર્ભાવ થઈ જાય છે. તેથી સંપૂર્ણ સપ્તભંગી અવિરોધી છે.
(टीका) नन्वेते धर्माः परस्परं विरुद्धाः तत्कथमेकत्र वस्तुन्येषां समावेशः संभवति इति विशेषणद्वारेण हेतुमाह उपाधिभेदोपहितम् इति । उपाधयोऽवच्छेदका अंशप्रकाराः तेषां भेदो नानात्वम्, तेनोपहितमर्पितम् । असत्त्वस्य विशेषणमेतत् । उपाधिभेदोपहितं सदर्थेष्वसत्त्वं न विरुद्धम् । सदवाच्यतयोश्च वचनभेदं कृत्वा योजनीयम् । उपाधिभेदोपहिते सती सदवाच्यते अपि न विरुद्धे ॥
(અનુવાદ) અસ્તિત્વ, નાસ્તિત્વ અને અવક્તવ્ય, એ પરસ્પર વિરોધી ધમેને એક જ વસ્તુમાં કઈ રીતે સમાવેશ થઈ શકે ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે “ઉપાધિપતિ' પ્રત્યેક પદાર્થમાં અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ અનેક ધર્મો અપેક્ષાથી વિદ્યમાન છે. તેથી અસ્તિત્વ આદિમાં વિરોધ નથી. કેમકે અપેક્ષાના ભેદથી એક વસ્તુમાં અનેક ધર્મો રહેવામાં કોઈ વિરોધને અવકાશ નથી. જેમ અસ્તિત્વધર્મની જ્યારે સિદ્ધિ કરવી હોય ત્યારે અસ્તિત્વધર્મની પ્રધાનતા અને અન્ય ધર્મોની ગૌણતા રહે છે. અને જ્યારે નાસ્તિત્વ ધર્મની સિદ્ધિ કરવી હોય ત્યારે નાસ્તિત્વની પ્રધાનતા અને અન્ય અન્ય ધર્મોની ગૌણુતા રહે છે. આ રીતે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મમાં પરસ્પર વિરોધ નથી. તેવી જ રીતે અસ્તિત્વ અને અવકતવ્યમાં પણ અપેક્ષાના ભેદથી વિરેધ આવતું નથી, ..(टीका) अयमभिप्रायः। परस्परपरिहारेण ये वर्तेते तयोः शीतोष्णवत सहानवस्थानलक्षणो विरोधः । न चात्रैवम् । सत्त्वासत्वयोरितरेतरमविष्वग्भावेन वर्तनात् । न हि घटादौ सच्चमसत्त्वं परिहत्य वर्तते । पररूपेणापि सत्त्वप्रसङ्गात् । तथा च तद्वयतिरिक्तार्थान्तराणां नैरर्थक्यम् । तेनैव त्रिभुवनार्थसाध्यार्थक्रियाणां सिद्धः । न चासत्त्वं सत्त्वं परिहृत्य वर्तते । स्वरूपेणाप्यसत्चप्राप्तेः। तथा च निरुपाख्यत्वात सर्वशून्यतेति । तदा हि विरोधः स्याद् यद्येकोपाधिकं सत्त्वमसत्त्वं च स्यात् । न चैवम् । यतो न हि येनैवांशेन सत्त्वं तेनैवासत्त्वमपि कि त्वन्योपाधिक सत्त्वम्. अन्योपाधिकं पुनरसत्त्वम् । स्वरूपेण हि सत्त्वं पररुपेण चासत्त्वम् ।।