________________
स्याद्वादमंजरी
(અનુવાદ) જીવ-અજીવ આદિ પરમાર્થ વસ્તુ અનંત ધર્મવાળી છે. કેમ કે અતીત, અનાગત અને વર્તમાન, ત્રણે કાળમાં વસ્તુનું અસ્તિત્વ હેવાથી, પ્રત્યેક વસ્તુમાં સાથે રહેનારા ધર્મો અને કમે થનારા પર્યાયે અનંતા છે, આથી વસ્તુનું સ્વરૂપ અનંતધર્મ યુક્ત છે. જે પદાર્થમાં અનંત ધર્મો માનવામાં ન આવે તો પદાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. તેને પ્રયોગ દ્વારા સિદ્ધ કરતાં કહે છે કેઃ વસ્તુ તત્વ (પક્ષ) અનંત ધર્માત્મક (સાધ્ય) છે. કેમ કે વસ્તુની સિદ્ધિ અન્ય પ્રકારે થઈ શકતી નથી. અહીં અન્તવ્યક્તિ દ્વારા સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી ઉક્ત હેતુમાં દષ્ટાંતની આવશ્યકતા નથી. જ્યાં દષ્ટાંત વિના સાધ્ય અને હેતુમાં વ્યાપ્તિનું જ્ઞાન થાય છે તે અન્તવ્યક્તિ કહેવાય છે. તેવી અન્તવ્યતિથી જ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. તેથી દષ્ટાંત આદિનું કઈ પ્રયોજન નથી. જે અનંતધર્માત્મક નથી. તે સત્ પણ નથી. જેમ આકાશપુષ્પમાં અનંત ધર્મો નથી માટે તે સત નથી, જ્યાં
જ્યાં સાધ્ય નથી ત્યાં ત્યાં હેતુ નથી, આવું કેવલવ્યતિરેકી દષ્ટાંત (આકાશપુ૫) છે. કેમ કે જે જે સત હોય છે તે તે અનંત ધર્માત્મક હોય છે. તેવી અન્વયવ્યાપ્તિમાં પ્રત્યેક પદાર્થ સત્ રૂપ હોવાથી પક્ષામાં અંતર્ગત થઈ જાય છે. આમ કેઈ અન્વયે દષ્ટાંત નહીં હેવાથી વ્યતિરેક દષ્ટાંત આવામાં આવ્યું છે.
__ (टीका) अनन्तधर्मात्मकत्वं च आत्मनि तावद् साकारानाकारोपयोगिता कतृत्वं भोक्तृत्वं प्रदेशाष्टकनिश्चलता अमूर्तत्वम् असंख्यातप्रदेशात्मकता जीवत्वमित्यादयः सहभाविनो धर्माः । हर्षविषादशोकसुखदुःखदेवनरनारकतिर्यक्त्वादयस्तु क्रमभाविनः । धर्मास्तिकायादिष्वपि असंख्येयप्रदेशात्मकत्वम् गत्याधुपग्रहकारित्वम् मत्यादिज्ञानविषयत्वम् तत्तदवच्छेदकावच्छेद्यत्वम् अवस्थितत्वम् अरूपित्वम् एकद्रव्यत्वम् निष्क्रियत्वमित्यादयः। घटे पुनरामत्वम् पाकजरूपादिमत्त्वम् पृथुबुध्नोदरत्वम् कम्बुग्रीवत्वम् जलादिधारणाहरणसामर्थ्यम् मत्यादिज्ञानज्ञेयत्वम् नवत्वम् पुराणत्वमित्यादयः। एवं सर्वपदार्थेष्वपि नानानयमताभिज्ञेन शाब्दानार्थीश्च पर्यायान् प्रतीत्य वाच्यम् ।।
(અનુવાદ) આત્મામાં અનંત ધર્મો રહેલા છે. દા. ત. જ્ઞાનેપગ, દશપગ, કર્તવ, લેતૃત્વ, આત્માના આઠ રુચક (મધ્ય) પ્રદેશની નિશ્ચલતા અમૂર્તત્વ, અસંખેય પ્રદેશ સ્વરૂપ અને છેવત્વ ઇત્યાદિ આત્માના સહભાવી ધમે છે. જે ધર્મો સદાકાળ દ્રવ્યની સાથે ને સાથે રહેલા હોય તે સહભાવી ધર્મો કહેવાય છે. તે સહભાવી ધ ગુણ પણ કહેવાય છે. હવે તે ધર્મોનું કંઈક સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે : (૧) સાકારોપયોગ (જ્ઞાન) અને નિરાકારો પગ દશન) એ જીવનું લક્ષણ છે. અને તે જ્ઞાન અને દર્શન જીવથી કદાપિ અલગ હોઈ શકતા નથી. નિયાચિક જ્ઞાન અને દર્શન જીવને સ્વભાવ નહીં માનતાં આત્માથી અત્યંત ભિન્ન એવા જ્ઞાન દર્શનરૂપ ગુણે આત્માની સાથે સમવાય સંબંધથી સંબદ્ધ માને છે. તેઓની