________________
स्याद्वादमंजरी
एव संसारवनगहनवसनव्यसनितया कुरङ्गा मृगास्तेषां सम्यक्त्रासने सिंहनादाः इव सिंहनादाः। यथा सिंहस्य नादमात्रमप्याकर्ण्य कुरङ्गास्त्रासमासूत्रयन्ति, तथा भवत्प्रणीतैवंप्रकारप्रमाणवचनान्यपि श्रुत्वा कुवादिनस्वर सामश्नुवते प्रतिवचन प्रदानकातरता विभ्रतीति यावत् । एकैकं त्वदुपज्ञं प्रमाणमन्ययोगव्यवच्छेदकमित्यर्थः ॥
(અનુવાદ) અહીં ‘અનંતધર્માત્મક’એ પદમાં રહેલ આત્મા શબ્દથી અનંત પર્યામાં રહેવાવાળા એવા નિત્યદ્રવ્યનું સૂચન કરવામાં આવ્યું છે. આથી “ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યયુક્ત એ જ સતું આ લક્ષણ વ્યવસ્થિત છે. જેવી રીતે પ્રત્યેક પદાર્થમાં અનંતધર્મો રહેલા છે તેવી રીતે શબ્દમાં પણ અનંત ધર્મો રહેલા છે. જેમ ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, વિવૃત, સંવૃત, ઘોષ, અશેષ, અલ્પપ્રાણ મહાપ્રાણ તે તે અર્થનું ભાન કરાવવાની શક્તિ આદિ અનંત ધર્મો શબ્દમાં રહેલા છે. “તત્વ બનત્તધર્માત્મવં સત્યાન્યથાડનુપજો.” આ અનુમાનમાં અસિદ્ધ, વિરુદ્ધ અને અનૈકાન્ડિક આદિ દેશે આવી શકતા નથી. અર્થાત્ તે તે દેશનો ઉદ્ધાર સ્વયં કરી લેવું. સાક્ષાત દ્રવ્ય પર્યાયના સ્થાનરૂપ હે ભગવન, આપ તે દૂર રહે, પરંતુ ન્યાયથી યુક્ત એવાં આપનાં એક-એક પ્રમાણ વાક્ય કુવાદીરૂપી હરણને ત્રાસ પમાડવા માટે સિંહની ગર્જના સમાન છે. જેમ સિંહની કેવલ ગજનાને સાંભળીને હરણ ભયભીત બની જાય છે, તેમ સ્યાદ્વાદનું નિરૂપણ કરવાવાળાં આ૫નાં વચનો સાંભળીને, વસ્તુના અંશમાત્રને ગ્રહણ કરવાવાળા અને સંસારરૂપી ગહન વનમાં ભટકવાથી દુઃખી થયેલા એવા અન્ય મતાનુસારીઓ ત્રાસ પામી જાય છે, અર્થાત્ અન્ય તીથિકે પ્રત્યુત્તર આપવા માટે સમર્થ થઈ શકતા નથી,
(टीका) अत्र प्रमाणानि इति बहुवचनमेवंजातीयानां प्रमाणानां भगवच्छासने आनन्त्यज्ञापनार्थम् । एकैकस्य सूत्रस्य सर्वोदधिसलिलसर्वसरिद्वालुकानन्तगुणार्थत्वात् । तेषां च सर्वे पामपि सर्ववि-मूलतया प्रमाणत्वात् । अथवा "इत्यादिबहुवचनान्ता गणस्य संसूचका भवन्ति" इति न्यायाद् इति शब्देन प्रमाणबाहुल्यसूचनात् पूर्वाद्ध एकस्मिन् अपि प्रमाणे उपन्यस्ते उचितमेव बहुवचनम् ॥ इति काव्यार्थः ॥२२॥
(અનુવાદ) શ્લેકમાં “પ્રમાનિ આ બહુવચનથી એ સૂચિત થાય છે કે અન્યતીથિકના પ્રત્યેક વિષયનું ખંડન કરવાવાળાં અનંત પ્રમાણે ભગવંતના શાસનમાં છે. કેમકે ભગવંતના દરેક સિદ્ધાંત સર્વે સમુદ્રના જલથી અને સર્વે નદીની રેતીથી અનંત ગુણ અર્થવાળા છે. તે સર્વે સિદ્ધાંતે સર્વજ્ઞ ભગવાન વડે પ્રણીત હોવાથી પ્રમાણ રૂપ છે. અથવા “રિ' આદિ બહુવચન સૂચક શબ્દ સમૂહસૂચક છે. એ ન્યાયથી “ત્તિ” શબ્દ વડે પ્રમાણેની બહુલતાનું સૂચન કરવામાં આવ્યું છે. આથી શ્લેકના પૂર્વાદ્ધમાં એક પ્રમાણને ઉલેખ કરવા છતાં પણ પ્રમાણેનું બહુપણું સમજી લેવું.”