________________
૨૪૮
अन्ययोगव्य. द्वा, श्लोक : २० स्वप्रीतिगोचराणामपि ज्ञानव्यक्तीनां परं प्रति प्रामाण्यमप्रामाण्यं वा व्यवस्थापयितुं प्रभवति । तस्माद् यथादृष्टज्ञानव्यक्तिसाधर्म्यद्वारेणेदानीन्तनज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकम् परप्रतिपादकं च प्रमाणान्तरमनुमानरूपमुपासीत । परलोकादिनिषेधश्च न प्रत्यक्षमात्रेण शक्यः कर्तुम् । संनिहितमात्रविषयत्वात् तस्य । परलोकादिकं चाप्रतिषिध्य नायं सुखमास्ते, प्रमाणान्तरं च नेच्छतीति डिम्भहेवाकः ।।
(અનુવાદ)
નાસ્તિકે બીજી રીતે પણ અનુમાન પ્રમાણે સ્વીકારવું જોઈશે. કોઈક જ્ઞાન સત્ય હોવાન કારણે પ્રમાણ અને કઇ જ્ઞાન અસત્ય હોવાના કારણે અપ્રમાણુ થાય છે. પરંતુ ચાવોક કેવળ પ્રત્યક્ષ દ્વારા ભિન્ન કાળમાં રહેલ જ્ઞાનમાં સત્યતા, અસત્યતા, પ્રમાણ અને અપ્રમાણનો નિર્ણય કઈ રીતે કરી શકશે? કેમકે પ્રત્યક્ષ તે નજીકના પદાર્થના બળથી જ ઉત્પન્ન થાય છે. અને પ્રત્યક્ષ પૂર્વ- અપર અવસ્થાના વિચારથી શૂન્ય છે, તેથી કેવળ પ્રત્યક્ષ દ્વારા પૂર્વ અને ઉત્તરકાળમાં થનારા જ્ઞાનમાં પ્રમાણ અને અપ્રમાણનો નિશ્ચય થઈ શકતું નથી તથા ચાર્વાક પિતાને થયેલ જ્ઞાન પ્રમાણ રૂપ છે કે અપ્રમાણુ રૂપ છે, તે પણ બીજાને જણાવવા માટે સમર્થ થઈ શકતા નથી. વળી પૂર્વકાળમાં થયેલા જ્ઞાનની સમાનતાને જોઈએ વર્તમાન કાલીન જ્ઞાન પ્રમાણુરૂપ છે કે અપ્રમાણરૂપ છે તેને નિશ્ચય પણ અનુમાન પ્રમાણે વિના થઈ શકતું નથી. કેમકે પ્રત્યક્ષ પ્રમાણ સમીપમાં રહેલા પદાર્થોને જ જાણી શકે છે. આથી પરલેક આદિનો નિષેધ કર્યા વિના નાસ્તિકને શાંતિ રહેતી નથી. અને પ્રત્યક્ષથી ભિન્ન અન્ય પ્રમાણ માનવું નથી, ચાર્વાકની આ હઠ ખરેખર બાલચેષ્ટા જેવી છે.
किश्व, प्रत्यक्षस्याप्याव्यभिचारादेव प्रामाण्यम् । कथमितरथा स्नानपानावगाहनाद्यर्थक्रियाऽसमर्थे मरुमरीचिकानिचयचुम्बिनि जलज्ञाने न प्रामाण्यम् । तच्च अर्थप्रतिबद्धलिङ्गशब्दद्वारा समुन्मज्जतोरनुमानागमयोरप्याव्यभिचारादेव कि नेप्यते । व्यभिचारिणोरप्यनयोदशनाद् अप्रामाण्यमिति चेत्, प्रत्यक्षस्यापि तिमिरादिदोषाद निशीथिनीनाथयुगलावलम्बिनोऽप्रमाणस्य दर्शनात् सर्वत्राप्रामाण्यप्रसङ्गः प्रत्यक्षाभासं तदिति चेत्, इतरत्रापि तुल्यमेतत् अन्यत्र पक्षपातात् । एवं च प्रत्यक्षमात्रेण वस्तुव्यवस्थानुपपत्तेः । तन्मूला जीवपुण्यापुण्यपरलोकनिषेधादिवादा अप्रमाणमेव ।।
(અનુવાદ) પ્રત્યક્ષમાં જે પ્રામાય છે. તે પદાર્થોની નિર્દોષતાને અવલંબને છે.-જે પદાર્થને અવલંબીને પ્રત્યક્ષમાં પ્રામાય ના હોય તે સ્નાન. પાન, અવગાહન આદિ અર્થ ક્રિયામાં અસમર્થ એવા મૃગજળમાં જે જળજ્ઞાન થાય છે, તે પણ પ્રમાણુરૂપ કેમ ના હોઈ શકે? આથી સિદ્ધ થાય છે કે સ્નાન પાન આદિ અર્થક્રિયામાં સમર્થ પદાર્થોની સાથે અવ્યભિચારીપણું હોવાથી પ્રત્યક્ષમાં પ્રામાણ્ય છે. આ રીતે ચાર્વાક જેમ પ્રત્યક્ષમાં પ્રામાય સ્વીકારે છે. તેમ પ્રત્યક્ષથી જાણેલ લિંગ અને શબ્દ દ્વારા થતા અનુમાન અને આગમને પણ પ્રમાણુરૂપ માનવાં જોઈએ. કેમ કે અનુમાન અને આગમ પ્રમાણમાં પણ પ્રત્યક્ષની જેમ પદાર્થોનું સુનિશ્ચિત જ્ઞાન થાય છે.