________________
स्थाद्वादमंजरी
२२९
रत्वात् । अथ प्रमाणात् । तन्न । अवास्तवत्वग्राहकं प्रमाणं सांवृतमसांवृतम् वा स्यात् ? यदि सांवृतम् , कथं तस्मादवास्तवाद् वास्तवस्य शून्यवादस्य सिद्धिः । तथा तदसिद्धौ च वास्तव एवं समस्तोऽपि प्रमात्रादिव्यवहारः प्राप्तः । अथ तद्ग्राहकं प्रमाणं स्वयमसांवृतम्, तर्हि क्षीणा प्रमात्रादिव्यवहारावास्तवत्वप्रतिज्ञा । तेनैव व्यभिचारात् । तदेवं पक्षद्वयेऽपि "इतो व्याघ्र इतस्तटी" इति न्यायेन व्यक्त एव परमार्थतः स्वाभिमतसिद्धिविरोधः ॥ इति काव्यार्थः ॥१७॥
(અનુવાદ) શુન્યવાદી પ્રમાતા, પ્રમેય આદિની અવાસ્તવિક્તા પ્રમાણથી સિદ્ધ કરે છે કે અપ્રમાણથી? જે અપ્રમાણથી સિદ્ધ કરે છે. તે પ્રમાતા આદિની અવાસ્તવિક્તા સિદ્ધ થશે નહીં ! કેમકે અપ્રમાણ અકિંચિત્કર છે. પ્રમાતા આદિને અસત્ય ઠરાવનાર પ્રમાણ સ્વયં અવાસ્તવિક છે કે વાસ્તવિક ? જે પ્રમાતા આદિને અસત્ય ઠરાવનાર પ્રમાણ સ્વયં અવાસ્તવિક હોય તે એ અસત્ય પ્રમાણથી શુન્યવાદની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? અને તેમ થવાથી પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિને વ્યવહાર વાસ્તવિક સિદ્ધ થશે. જે પ્રમાતા આદિને અસત્ય સિદ્ધ કરનાર પ્રમાણે સ્વયં વાસ્તવિક હોય તો તમે કપેલી પ્રમાતા આદિની અવાસ્તવિકતા ક્ષીણ થઈ જાય છે. અર્થાત્ પ્રમાણનું વાસ્તવિકપણું સિદ્ધ થવાથી પ્રમાતા આદિનું પણ વાસ્તવિકપણું સિદ્ધ થાય છે. તેથી એક બાજુ વાઘ અને એક બાજુ નદી !” એ ન્યાયથી પ્રમાણ અને અપ્રમાણ ઉભય પક્ષથી પણ શુન્યવાદની સિદ્ધિ થઈ શકતી નથી. આથી સિદ્ધ થાય છે કે પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિ, એ ચારે તરવનું અસ્તિત્વ પારમાર્થિક છે.