________________
स्वाद्वादमंजरी
શંકા : અમે એક સંતાનને આશ્રયીને જ કાર્યકારણને સ્વીકાર કરીએ છીએ. આથી પૂર્વોક્ત આપત્તિ આવશે નહીં, કેમકે ત્યાં તે આચાર્ય અને શિષ્ય, એમ બે પરસ્પર ભિન સંતાન છે. તેથી તેમાં કાર્યકારણુભાવ સંબંધ નથી.
સમાધાન : એ ઠીક નથી. કેમકે ભેદ-અભેદ પક્ષથી તેનું નિરાકરણ થઈ જાય છે. તે આ પ્રમાણે તમે સ્મૃતિની સિદ્ધિ માટે જ્ઞાન ક્ષણેને એક સંતાન માને છે, તે એ સંતાન સંતાની(ક્ષણ પરંપરા)થી ભિન્ન છે કે અભિન્ન ? જે સંતાન ક્ષણ પરંપરાથી અભિન હોય તે તેને જ સંતાની (ક્ષણ પરંપરા) કહેવાશે. પરંતુ સંતાનીથી અતિરિક્ત કઈ સંતાન કહેવાશે નહીં. જે સંતાન ક્ષણ પરંપરાથી ભિન્ન હોય તે એ સંતાન વાસ્તવિક છે કે અવાસ્તવિક ? જો સંતાન અવાસ્તવિક હોય તો તે અકિચિત્કારી છે. જે સંતાન વાસ્તવિક હોય તે એ સ્થિર છે કે ક્ષણિક? જે સંતાન ક્ષણિક હોય તે સ્મૃતિની સિદ્ધિને માટે ક્ષણપરંપરાને ત્યજીને સંતાનનો આશ્રય લે, તે ખરેખર એક ચેરના ભયથી બચવા માટે અન્ય ચારનો આશ્રય લેવા બરાબર છે. જે સંતાનને સ્થિર માનવામાં આવે છે તે સંજ્ઞાન્તથી ગુપ્ત રીતે આત્માનો જ સ્વીકાર કર્યો કહેવાય. આથી ક્ષણિકવાદમાં સ્મૃતિરૂપ જ્ઞાન ઘટી શકતું નથી.
(टीका) तदभावे च अनुमानस्यानुत्थानमित्युक्तम् प्रागेव। अपि च, स्मृतेरभावे निहितप्रत्युन्मार्गणप्रत्यर्पणादिव्यबहारा विशीर्येरन् ।
____ "इत्येकनवते कल्पे शक्त्या में पुरुषो हतः ।
तेन कर्मविपाकेन. पादे विद्धोऽस्मि भिक्षवः ॥ इति वचनस्य का गतिः । एवमुत्पत्तिरुत्पादयति, स्थितिः स्थापयति, जरा जर्जरयति, विनाशो नाशयतीति चतुःक्षणिकं वस्तु प्रतिजानाना अपि प्रतिक्षेप्याः । क्षणचतुष्कानन्तरमपि निहितप्रत्युन्मार्गणादि व्यवहाराणां दर्शनात् । तदेवमनेकदोषापातेऽपि यः क्षणभङ्गमभिप्रेति तस्य महत् साहसम् ।। इति काव्यार्थः ॥१८॥
(અનુવાદ) બૌદ્ધ મતમાં સમૃતિને અભાવ થવાથી અનુમાન પણ બની શકશે નહીં. તે અમે પૂર્વે કહી ચૂક્યા છીએ. વળી સ્મૃતિના અભાવમાં થાપણ (અનામત) તરીકે મૂકેલી વસ્તુનું સ્મરણ નહીં હોવાથી લેણ-દેણું વગેરે વ્યવહારનો પણ લેપ થશે. કહ્યું છે કે હે ભિક્ષુઓ, અહીંથી એકાણું મા ભવમાં મેં, શક્તિ(શસ્ત્રવિશેષ)થી એક પુરુષને હો હતે તે કર્મના વિપાકથી મારો પગ વિંધાયો છે. ઈત્યાદિ તમારાં વચનની શું હાલત થશે ? કેમ કે ક્ષણ સિવાય અન્ય કોઈ અન્વયી દ્રવ્યને તમારા મતમાં સ્વીકાર કરનથી. આમ જે વાદીએ ઉત્પત્તિ, સ્થિતિ, જરા અને વિનાશ આ ચાર ક્ષણ પર્યત વસ્તુની સ્થિતિ માને છે, તેનું પણ આ રીતે ખંડન થઈ જાય છે. કેમ કે ચાર ક્ષણ પછી પણ થાપણ મૂકેલ વસ્તુનું લેણું-દેણું વગેરે વ્યવહાર દેખવામાં આવે છે. તેથી ક્ષણિક વાદમાં આ રીતે અનેક દેશે આવવા છતાં પણ જેઓ વરતુને ક્ષણભંગુર માને છે, તે ખરેખર બૌદ્ધોનું મહાન સાહસ છે.