________________
२४२
અન્ય
ચ. દા. કોઇ ? ૨૨
મતમાં ક્ષણ સ્વયં અસ્થિર છે ! તેથી જિન કાલીન, પરસપર ભિન્ન અને અસંબદ્ધ ક્ષણમાં વાસ્યાસકભાવ ઘટી શક્તિ નથી. કેઈ પણ સંબંધ સ્થિર અને સંબદ્ધ પદાર્થમાં જ ઘટી શકે છે. જેમ સ્થિર અને કસ્તુરીથી સંબદ્ધ વસ્ત્રોમાં જ વાસના (સુગંધ) ઉત્પન્ન થાય છે. તેમ અહીં કેઈ સ્થિર અને સંબદ્ધ પદાર્થ નહીં હોવાથી વાસના કેને વાસિત કરશે ?
(टीका) अथ पूर्वचित्तसहजात् चेतनाविशेषात् पूर्वशक्तिविशिष्टं चित्तमुत्पद्यते, सोऽस्य शक्तिविशिष्टचित्तोत्पादो वासना । तथाहि । पूर्वचित्तं रूपादिविषयं प्रवृत्तिविज्ञानं यत्तत् षविधं पञ्च रूपादिविज्ञानान्यविकल्पकानि षष्ठं च विकल्पविज्ञानम् । तेन सह जातः समानकालश्चेतनाविशेषोऽहङ्कारास्पदमालयविज्ञानम् । तस्मात् पूर्वशक्तिविशिष्टचित्तोत्पादो वासनेति ॥
(અનુવાદ) બૌદ્ધ કહે છે કે પૂર્વ ચિત્તની સાથે ઉત્પન્ન થવાવાળા ચેતના વિશેષથી પૂર્વશક્તિ વિશિષ્ટ ચિત્ત ઉત્પન્ન થાય છે, આવું ચેતના શક્તિવિશિષ્ટ ચિત્તનું ઉત્પન્ન થવું તેને વાસના કહે છે. એવી વાસનાથી વાસ્યવાસા સંબંધની સિદ્ધિ થાય છે. તેમાં પૂર્વાચિત્ત વાસક અને ઉત્તરચિત્ત વાસ્ય છે. જેમ સમુદ્રમાં પવનની પ્રેરણાથી તરંગને ઉદ્ભવ થાય છે, તેમ અહંકારના સ્થાનરૂપ આલયવિજ્ઞાનમાં આલંબન, સમનન્તર, સહકારી અને અધિપતિ પ્રત્ય દ્વારા પ્રવૃત્તિ-વિજ્ઞાનરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે. તે રૂપાદિ વિષયને ગ્રહણ કરવાવાળા પૂર્વચિત્તને પ્રવૃત્તિ-વિજ્ઞાન કહે છે. તે પ્રવૃત્તિવિજ્ઞાન શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને વિકલ્પના ભેદથી છ પ્રકારે છે. તેમાં શબદ, સ્પર્શ આદિ વિષયને ગ્રહણ કરવાવાળા વિકલ્પને નિવિકલ્પકજ્ઞાન કહે છે. (જે જ્ઞાનમાં વિશેષાકારરૂપ જુદા જુદા પ્રકારના ભિન્ન ભિન્ન પદાર્થો ભાસિત થાય છે ) છઠ્ઠા વિકલ૫વિજ્ઞાનને સવિકલ્પક જ્ઞાન કહે છે. (જે જ્ઞાનમાં સર્વ પદાર્થો વિજ્ઞાનરૂપે ભાસિત થાય છે.) એ જ્ઞાનેને બૌદ્ધ ચિત્ત કહે છે. એવા પ્રવૃત્તિ વિજ્ઞાનની સાથે એક કાળમાં ઉત્પન્ન થવાવાળી અહંકાર પ્રત્યયથી યુક્ત ચેતના ને આલય વિજ્ઞાન કહે છે. તેવા આલય વિજ્ઞાન દ્વારા પૂર્વ ચિત્ત શક્તિ વિશિષ્ટ ઉત્તર ચિત્તની ઉત્પત્તિ થાય છે, અમારા મતમાં આવા અહંકારના સ્થાનરૂપ આલય વિજ્ઞાનને વાસના કહે છે. આ રીતે અમારા મતમાં વાસનાની સિદ્ધિ થાય છે.
. (टीका) तदपि न । अस्थिरत्वाद्वासकेनासंबन्धाच्च । यश्चासौ चेतनाविशेषः पूर्वचित्तसहभावी, स न वर्तमाने चेतस्युपकारं करोति । वर्तमानस्याशक्यापनेयोपनेयत्वेनाविकार्यत्वात् । तद्धि यथाभूतं जायते तथाभूतं विनश्यतीति । नाप्यानागते उपकारं करोति । तेन सहासंबद्धत्वात् । असंबद्धं च न भावयतीत्युक्तम् । तस्मात् सौगतमते वासनापि न घटते । अत्र च स्तुतिकारेणाभ्युपेत्यापि ताम् अन्वयिद्रव्यवस्थापनाय भेदाभेदादिचर्चा विरचितेति भावनीयम् ॥