________________
२३६
अन्ययोगव्य. द्वा. श्लोक : १८
(અનુવાદ) બૌદ્ધ કહે છે : જેમ કપાસના બીજને લાલ રંગ હોય તે તે બીજનું ફળ પણ લાલરંગ વાળું થાય છે. તેમ જે સંતાનમાં કપાસના રહે છે. તે જ સંતાનમાં કર્મવાસનાનું ફળ પણ રહે છે. આથી જે જ્ઞાનક્ષણે પદાર્થને અનુભવ કર્યો હોય છે. તે જ જ્ઞાનક્ષણને તેનું સ્મરણ થાય છે. માટે કપાસમાં રક્તતાનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
જૈન કહે છે : કપાસની ૨કતતાનું દષ્ટાંત સાધક નથી અને બાધક પણ નથી. કેમકે ત્યાં કાર્યકારણભાવ હોય છે. ત્યાં સ્મૃતિ હોય છે અને જ્યાં રસૃતિ નથી ત્યાં કાર્યકારભાવ નથી. આ અવયવ્યતિરેક સંબંધ બની શકતું નથી; અને અન્વયવ્યતિરેક સંબંધ નહીં બનવાથી કાર્યકારણભાવની પણ સિદ્ધિ થઈ શકતી નથી. આથી બુદ્ધિરૂપ એક સંતાનમાં કાર્યકારણભાવ સંબંધ નહીં બનવાથી, સ્મૃતિ પણ થઈ શકતી નથી. આમ કપાસની રક્તતાનું દષ્ટાંત સ્મૃતિરૂપ સાધ્યની સિદ્ધિ કરવા માટે અસમર્થ હોવાથી સાધક નથી. વળી, પૂર્વ ક્ષણે અનુભવેલ પદાર્થનું સ્મરણ ઉત્તર જ્ઞાનક્ષણને થઈ શકતું નથી. કેમકે પૂર્વ-અપર જ્ઞાનક્ષણ પરસ્પર અત્યંત ભિન્ન છે. જ્યાં જ્યાં ભિન્નપણું હોય છે. ત્યાં ત્યાં મૃતિ ન થાય. જેમ ચૈત્રે અનુભવેલા પદાર્થનું સ્મરણ મૈત્રને થતું નથી, તેમ અહીં પણ પૂર્વ-અપર જ્ઞાન ક્ષણેની ભિન્નતા હોવાથી સ્મૃતિ થશે નહીં. આવા અનુમાનમાં કપાસની રક્તતાના દષ્ટાંતથી અસિદ્ધત્વ આદિ કઈ દે આવી શકતા નથી. કારણ કે બૌદ્ધમતના અનુસારે કપાસમાં પણ ક્ષણભંગુરતા છે, તેથી કપાસના ક્ષણોમાં પણ સર્વથા ભિન્નપણું છે. તેથી કપાસની રક્તતાનું દષ્ટાંત અમારા અનુમાનનું બાધક પણ નથી.
(टीका) किञ्च, यद्यन्यत्वेऽपि कार्यकारणभावेन स्मृतेरुत्पत्तिरिष्यते, तदा शिष्याचार्यादिबुद्धीनामपि कार्यकारणभावसद्भावेन स्मृत्यादिः स्यात् । अथ नायं प्रसङ्गः, एकसंतानत्वे सतीतिविशेषणादिति चेत् । तदप्ययुक्तं । भेदाभेदपक्षाभ्यां तस्योपक्षीणत्वात् । क्षणपरम्परातस्तस्याभेदे हि क्षणपरम्परैव सा । तथा च संतान इति न किश्चिदतिरिक्तमुक्तं स्यात् । भेदे तु पारमार्थिकः अपारमार्थिको वासौ स्यात् ? अपारमार्थिकत्वेऽस्य तदेव दूषणं, अकिंचित्करत्वात् । पारमार्थिकत्वे स्थिरो वा स्यात् क्षणिको वा ? क्षणिकत्वे संताननिर्विशेष एवायम्, इति किम नेन स्तेनभीतस्य स्तेनान्तरशरणस्वीकरणानुकरणिना । स्थिरश्चेत् आत्मैव संज्ञाभेदतिरोहितः प्रतिपन्नः । इति न स्मृतिर्घटते क्षणक्षयवादिनाम् ।।
(અનુવાદ) ક્ષણિકવાદમાં અનુભવ અને સ્મૃતિના આશ્રયભૂત કેઈ નિત્યપદાર્થ નહીં હોવા છતાં પણ ભિન્ન ભિન્ન સંતાનમાં કાર્યકારણભાવને આશ્રયીને સ્મૃતિને સ્વીકાર કરવામાં આવે તે શિષ્ય અને આચાર્યની બુદ્ધિમાં પણ કાર્યકારણભાવને સદ્દભાવ હોવાથી આચાર્યની બધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ. કેમકે ગુરુ શિષ્યને ભણાવે છે, તેથી ગુરુની બુદ્ધિ કારણ છે, અને શિષ્યની બુદ્ધિ કાર્ય છે. તેથી તેમાં કાર્યકારણભાવનો સદુભાવ છે. માટે આચાર્યની બુદ્ધિથી શિષ્યને સ્મરણ થવું જોઈએ.