________________
અન્યોનાચે. દા.
૨૬
સ્વભાવ તે અર્થકારતા માનો તે સિદ્ધસાધન દેષ આવશે. કેમકે અમે પણ જ્ઞાનને પદાર્થને જાણવાના સ્વભાવરૂપ માનીએ છીએ. જે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે છે. તેને અર્થકારતા કહેતા હે તે જડ એવા પ્રમેયના આકારને ગ્રહણ કરવાથી જ્ઞાનમાં પણ જડતા આવી જશે ! આમ પ્રમાણ અને પ્રમિતિમાં સર્વથા અભિનપણું સિદ્ધ થઈ શકતું નથી. અને પ્રમાણ તથા પ્રમિતિનો સર્વથા તાદાભ્ય-સંબંધ માનવાથી પ્રમાણ અને પ્રમાણના ફળની વ્યવસ્થા થઈ શકતી નથી. વળી એક વાત : પ્રમાણ અને પ્રમાણુનું ફળ અભિન (એક) હોય તે, સારૂપ્ય (સદશપણું) એ પ્રમાણ અને સંવેદન એ ફળ, આ રીતે અલગ અલગ માની શકાશે નહીં.
(टीका) ननु प्रमाणस्यासारूप्यव्यावृत्तिः सारूप्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरिति व्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत् । नैवम् । स्वभावभेदमन्तरेमान्यव्यावृत्तिभेदस्यानुपपत्तेः । कथं च प्रमाणस्य फलस्य चाप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्याप्यप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्यात् । विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद् वस्तुनः। तस्मात् प्रमाणात फलं कथञ्चिद्भिनमेववैष्टव्यम् । साध्यसाधनभावेन प्रतीयमानत्वात् । ये हि साध्यसाधनभावेन प्रतीयते ते परस्परं भिद्यते यथा कुठारच्छिदिक्रियते इति ।।
(અનુવાદ)
શંકા ? વાસ્તવિક તે સારૂપ્ય (સાદેશ્ય) અને અધિગતિ (જ્ઞાન) એ એક જ પ્રમાણમાં પૃથક પૃથક રૂપ છે, કેમ કે અસારૂખની વ્યાવૃત્તિ (નિષેધ) એ સારૂપ્ય અને અનધિગતિની વ્યાવૃત્તિ (અજ્ઞાનનો નિષેધ) એ અધિગતિ (જ્ઞાન) કહેવાય છે. આ પ્રમાણે વ્યાવૃત્તિના લેથી નિરંશ એવા એક જ જ્ઞાનમાં પ્રમાણ અને પ્રમાણુના ફળની વ્યવસ્થા થઈ શકે છે.
સમાધાન ? તમારું કહેવું બરાબર નથી. કેમકે સ્વભાવભેદ માન્યા વિના અસારૂણ્યની વ્યાવૃત્ત અને અનધિગતિની વ્યાવૃત્તિરૂપ નિષેધ થઈ શક્તો નથી. જે પ્રકારે તમે અપ્રમાણની વ્યાવૃત્તિ(નિષેધ)ને પ્રમાણ અને અફલની વ્યાવૃત્તિને ફલ કહે છે તે પ્રકારે બીજા પ્રમાણની વ્યાવૃત્તિને અપ્રમાણ અને બીજા ફળની વ્યાવૃત્તિને અફળ માનવું જોઈશે કેમકે બન્નેમાં વ્યાવૃત્તિનું સમાન પણું છે અને આ રીતે વિજાતીય પદાર્થોથી જેમ વ્યાવૃત્તિ માને છે તેમ સજાતીય પદાર્થોથી પણ એક બીજાથી વ્યાવૃત્તિ થશે. દા. ત. વિજાતીય એવા અધિદિની વ્યાવૃત્તિ ગે (ગાય) વગેરેમાં છે. શ્યામ ગાય; રક્ત ગાય આદિ પરસ્પર સજાતીયની વ્યાવૃત્તિ સફેદ ગાયમાં છે; તેથી પ્રમાણ અને પ્રમાણનું ફળ કથંચિત ભિન્ન માનવું જોઇએ. કેમકે પ્રમાણ અને પ્રમાણના ફળની સાધ્યસાધન રૂપે પ્રતીતિ થાય છે. જે સાધ્ય-સાધનભાવે પ્રતીત હોય તે પરસ્પર ભિન્ન હોય. જેમ સાધનરૂપ) કુઠાર અને (સાદયરૂપ) છેદન ક્રિયા તે સામ-સાધનરૂપ હોવાથી પરસ્પર જિન છે, તેમ સાધનરૂપ પ્રમાણ અને સાધ્યરૂપ પ્રમાણુનું ફળ પણ પરસ્પર ભિન્ન છે.