________________
२००
અન્ય ૧. હૃા.
રઃ ૨૬
જે નીરરૂપ અર્થના અભાવમાં નીર જ્ઞાનની ઉત્પત્તિ ન થતી હોય તે નીર માટે મનુષ્યની પ્રવૃત્તિ ન થવી જોઈએ. પરંતુ પ્રવૃત્તિ તે થાય છે. તેથી સિદ્ધ થાય છે કે અર્થ એ જ્ઞાનનું કારણ નથી.
શંકા ઃ મૃગતૃષ્ણમાં જે જળનું જ્ઞાન થાય છે તે જ્ઞાન બ્રાન્ડ હેવાથી પદાર્થ વિના પણ થઈ શકે, પરંતુ યથાર્થ જ્ઞાન પદાર્થ વિના ન થઈ શકે. માટે પદાર્થ જ્ઞાનનું કારણ બને છે.
સમાધાન - જ્ઞાનમાં બ્રાન્તાબ્રાન્તને કઈ પ્રશ્ન જ નથી પરંતુ પ્રશ્ન તે એ છે કે જ્ઞાન પદાર્થ વિના પણ થઈ શકે છે. જે કહે કે “જ્યાં જ્ઞાન હોય છે ત્યાં પદાર્થ હોય છે માટે પદાર્થ જ્ઞાનનું કારણ બને છે તે ઠીક નથી કેમકે જ્યાં સુધી પદાર્થ અને જ્ઞાનમાં ‘જ્યાં પદાર્થો ના હોય ત્યાં જ્ઞાન પણ ન હોય, આ વ્યતિરેક સંબંધ ના બને ત્યાં સુધી પદાર્થ જ્ઞાનનું કારણ ન બની શકે.
પદાર્થ અને જ્ઞાનમાં ઉક્ત યુક્તિથી અન્વય-વ્યતિરેક સંબંધ નહીં ઘટવાથી પદાર્થ અને જ્ઞાનને કાર્ય-કારણ ભાવ સિદ્ધ થઈ શક્તા નથી. તેમ જ અતીત અને અનાગત પદાર્થોને જાણવાવાળા યોગીપુરુષના જ્ઞાનમાં પણ પદાર્થ નિમિત્તભૂત નથી. કેમકે જ્યારે ગીપુરુષે અતીત-અનાગત પદાર્થોને જાણે છે ત્યારે તે અતીત અનાગત પદાર્થોને અભાવ હોય છે ! તેથી ભૂત-ભવિષ્યકાલીન પદાર્થના જ્ઞાનમાં પદાર્થો કારણ બની શકતા નથી. કહ્યું પણ છે કે ઃ જે પદાર્થો નષ્ટ થયા હોય છે, અર્થાત અતીત હોય છે, અને જે પદાર્થો હજુ સુધી પ્રાપ્ત થયા નથી. અર્થાત અનાગત છે, તે અતીત-અનાગતકાલીન પદાર્થોના ઢગલા હોતા નથી. અર્થાત્ અતીત–અનાગત પદાર્થોની અવિદ્યમાનતા હોય છે. જે પદાર્થો ઉત્પન્ન થાય છે. તે પણ સોયના અગ્રભાગ ઉપર રહેલા સરસવ સમાન છે. અર્થાત્ ઉત્પન્ન થતા પદાર્થો પણ બદ્ધ મતમાં ક્ષણિક છે તેથી તેમાં કઈ અર્થ-ક્રિયાકારીપણું રહી શકતું નથી. અથવા માને કે અતીત-અનાગત પદાર્થો પણ જ્ઞાનના કારણે ભૂત છે, તે તેમાં પણ અર્થ ક્રિયાકારિપણું રહેવાથી અતીત-અનાગત પદાર્થોનું પણ અસ્તિત્વ સ્વીકારવું પડશે ! તેથી અતીત-અનાગત પદાર્થો જ્ઞાન પ્રત્યે કારણ થવાથી તેમાં ભૂત-ભવિષ્યપણાની વ્યાવૃત્તિ થશે.
(टीका) न च प्रकाश्यादात्मलाभ एव प्रकाशकस्य प्रकाशकत्वम् । प्रदीपादेर्घटादिभ्योऽनुत्पन्नस्यापि तत्प्रकाशकत्वात् । जनकस्यैव च ग्राह्यत्वाभ्युपगमे स्मृत्यादेः प्रमाणस्याप्रामाण्यप्रसङ्गः, तस्यार्थाजन्यत्वात् । न च स्मृतिर्ने प्रमाणम् । अनुमानप्रमाणप्राणभूतत्वात् साध्यसाधनसम्बन्धस्मरणपूर्वकत्वात् तस्य । जनकमेव च चेद् ग्राह्यम् , तदा स्वसंवेदनस्य कथं ग्राहकत्वम् । तस्य हि ग्राह्य स्वरूपमेव । न च तेन तज्जन्यते, स्वात्मनि क्रियाविरोधात् । तस्मात् स्वसामग्रीप्रभवयोर्घटप्रदीपयोरिवार्थज्ञानयोः प्रकाश्यप्रकाशकभावसंभवाद् न ज्ञाननिमित्तत्वमर्थस्य ॥