________________
स्याद्वादमंजरी
२०५
(અનુવાદ)
વળી પરમાણુ નિત્ય છે કે અનિત્ય ? ને નિત્ય છે તે તે પરમાણુએ ક્રમથી અક્રિયા કરે છે કે એકી સાથે કરે છે ? જો નિત્ય પરમાણુ ક્રમથી અક્રિયા કરે તા સ્વભાવભેદ થવાથી પરમાણુમાં અનિત્યપણુ આવશે. અપ્રચ્યુત, અનુત્પન્ન, સ્થિર, એકરૂપ હાય તે જ નિત્ય કહેવાય છે. વળી પરમાણુ એકી સાથે પણ અથ ક્રિયા કરશે નહી' કેમકે પરમાણુ જો એક જ ક્ષણમાં સંપૂર્ણ અક્રિયા કરી લે તે દ્વિતીયાદિ ક્ષણેામાં, પરમાણુમાં અથક્રિયાના અભાવ થવાથી, પરમાણુમાં અસત્ત્વપણુ' આવી જશે. કારણ કે જે અÖક્રિયા કરે તે જ વસ્તુ કહેવાય છે. જો પરમાણુ અનિત્ય હોય તે તે ક્ષણિક છે કે અક્ષણિક ? જો ક્ષણિક છે તે તે હેતુથી ઉત્પન્ન થાય છે કે હેતુ વિના ઉત્પન્ન થાય છે ? જો પરમાણુ નિષેતુક હાય તે તે સદા સત્ છે કે અસત્ ? કેમકે નિષેતુક વસ્તુ સદા નિરપેક્ષ જ હાય છે. અપેક્ષિત વસ્તુમાં જ કાદાચિત્કપણું હાય છે. એમ ના કહેશેા કે પરમાણું કોઇ કારણથી જન્ય છે. જો કાઇ કારણથી જન્ય કહેા છે. તે કાઇ સ્કૂલ કારણુ પરમાણુનુ ઉત્પાદક છે કે સ્વય' પરમાણુ પરમાણુનું કારણ છે ? સ્થૂલ પદાથ તા પરમાણુનું કારણ ખનશે નહીં કેમકે તમે પરમાણુરૂપ જ ખાદ્ઘ પદાર્થના સ્વીકાર કરેલે છે. વળી સ્વયં' પરમાણુ પરમાણુ પ્રત્યે કારણ બની શકતું નથી. કેમકે પરમાણુ પરમાણુ પ્રત્યે જે કારણ હાય તે તે પરમાણુએ સત્ થઈને કાય કરે છે કે અસત્ થઈને જો પરમાણુ સત્ રૂપ હાઈને સ્વકાર્ય કરતા હાય તા તે પરમાણુએ પોતાની ઉત્પત્તિ ક્ષણમાં જ સ્વકાને કરે છે કે પેાતાની ઉત્પત્તિના દ્વિતીય ક્ષણમાં કરે છે? પરમાણુએ પાતાની ઉત્પત્તિ ક્ષણમાં સ્વકાર્ય ને કરી શકતા નથી. કેમકે સ્વાત્પત્તિ ક્ષણમાં તે પેાતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર રહે છે. માટે ઉત્પત્તિ સમયે કાર્ય કરવા માટે સમથ થઈ શકતા નથી. એમ ના કહેશેા કે ઉત્પન્ન થવારૂપ ક્રિયા એ ક્રિયારૂપ છે અને કારણરૂપ પણ છે. તેથી પરમાણુની ઉત્પત્તિ એ જ અપર પરમાણુ પ્રત્યે કારણ છે. તે પણ બરાબર નથી. કેમકે જો ઉત્પત્તિ એ જ અપર પરમાણુ પ્રત્યે કારણ હાય તેા રૂપ-પરમાણુ રસ-પરમાણુઓની ઉત્પત્તિ પ્રત્યે ઉપાદાન કારણ થશે. કેમકે જેમ એક પરમાણુ સ્વયં ઉત્પન્ન થતાં અન્ય પરમાણુઓની ઉત્પત્તિ પ્રત્યે કારણ છે, તેમ રૂપ અને રસ પરમાણુએ પણ સાથે ઉત્પન્ન થતા એકબીજાની ઉત્પત્તિમાં સહાયક બનશે. આથી રૂપ પરમાણુ અને રસ પરમાણુની ઉત્પત્તિમાં પૃથક્ પૃથક્ કારણ નહીં માનતાં રૂપ-પરમાણુથી રસ-પરમાણુની ઉત્પત્તિ માનવી જોઇએ. પરંતુ તે પ્રકારે માનવું અસંગત છે. જો કહેા કે પરમાણુ સત્પ હાઈને પેાતાની ઉત્પત્તિના દ્વિતીય ક્ષણમાં અપર પરમાણુઓને ઉત્પન્ન કરે છે, તે પણ ઠીક નથી. કેમકે પરમાણુઓને પણ ક્ષણિક માનવામાં આવ્યા છે. તેથી તે અન્યક્ષણમાં તા નષ્ટ થઇ જાય છે, માટે ક્ષણાન્તરમાં અપ પરમાણુઓને કઇ રીતે ઉત્પન્ન કરી શકે ? જો કહા કે પરમાણુ અસરૂપે અપર પરમાણુને ઉત્પન્ન કરે છે, તે પણ ડ્રીંક નથી. પેાતાની ઉત્પત્તિના સમયને છોડીને સદાકાળ અપર અપર પરમાણુ એને ઉત્પન્ન કર્યાં જ કરશે. કારણ કે પરમાણુનુ અસતરૂપ તે। સદાકાળ એક સરખું જ છે. વળી પરમાણું સત્-અસત્ ઉભયરૂપે પણ અન્ય પરમાણુઓને ઉત્પન્ન કરી શકશે નહીં. કેમકે જે દાષ સત્ પક્ષમાં અને અસત્ પક્ષમાં આવે છે, તે બન્ને પક્ષના દોષો સત્-અસત્આપ ઉભય પક્ષમાં પણ આવશે. આથી સત્-અસરૂપે પણ પરમાણુમાં અક્રિયા ઘટી શકતી નથી. માટે પરમાણુરૂપ ખાદ્ય પદાથ ક્ષણિક નથી.