________________
स्यावादमंजरी
१९१
માટે અમારા મતમાં કઈ જાતને વિરોધ આવતું નથી. એક જ જ્ઞાન પ્રમાણરૂપ અને પ્રમાણના ફળરૂપ બની શકે છે, તેમાં નીલ ઘટને જાણવાવાળું જ્ઞાન નીલ ઘટના સદશ આકારવાળું થાય છે, તે જ્ઞાન વ્યવસ્થાપક અને નીલ ઘટનું જ્ઞાન તે વ્યવસ્થાપ્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે બૌદ્ધ મતમાં પ્રમાણ અને પ્રમાણના ફળરૂપ પ્રમિતિ બને અભિન્ન છે. અને જ્ઞાન પદાર્થથી ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન પદાર્થના આકાર રૂપ થઈને પદાર્થનું જ્ઞાન કરે છે, તે જ જ્ઞાન પ્રમાણ રૂપ થાય છે, પરંતુ ચક્ષુ આદિ ઇન્દ્રિયની સહાયતાથી પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. આ રીતે બૌદ્ધ દર્શન પ્રમાણ અને પ્રમાણુના ફળ રૂપ પ્રમિતિને કાર્ય-કારણુભાવ સંબંધ નહીં માનતાં, વ્યવસ્થાપ્ય-વ્યવસ્થાપકભાવ સંબંધ માને છે તેમાં પદાર્થના આકારને ગ્રહણ કરવાવાળું જ્ઞાન વ્યવસ્થાપક અને પદાર્થનું જ્ઞાન વ્યવસ્થાપ્ય બને છે. આ રીતે પ્રમાણ અને પ્રમાણુના ફળને અભિન માનવા છતાં પણ કઈ જાતને વિરોધ આવતું નથી.
__ (टीका) तदप्यसारम् । एकस्य निरंशस्य ज्ञानक्षणस्य व्यवस्थाप्यव्यवस्थापकत्वलक्षणस्वभावद्वयायोगात् । व्यवस्थाप्यव्यवस्थापकभावस्यापि च संबन्धत्वेन द्विष्ठत्वादेकस्मिन्नसंभवात् । किञ्च, अर्थसारूप्यमर्थाकारता । तच्च निश्चयरूपं, अनिश्चयरूपं वा ? निश्चयरूपं चेत् , तदेव व्यवस्थापकमस्तु, किमुभयकल्पनया। अनिश्चितं चेत् , स्वयम व्यवस्थितं कथं नीलादिसंवेदनव्यवस्थापने समर्थम् | अपि च, केयमर्थाकारता । किमर्थग्रहणपरिणामः, आहोस्विदाकारधारित्वम् ? नाधः। सिद्धसाधनात् । द्वितीयस्तु ज्ञानस्य प्रमेयाकारानुकरणाजडत्वापरयादिदोषाघ्रातः । तत्र प्रमाणादेकान्तेन फलस्याभेदः साधीयान् । सर्वथातादात्म्ये हि प्रमाणफलयोन व्यवस्था, तद्भावविरोधात् । न हि सारूप्यमस्य प्रमाणमधिगतिः फलमिति सर्वथातादात्म्ये सिद्धयति । अतिप्रसङ्गात् ॥
(અનુવાદ ) જેનદર્શન કહે છે : તમારૂં કથન ઠીક નથી. કેમ કે એક જ નિરન્વય જ્ઞાનક્ષણમાં (બૌદ્ધમતમાં પ્રત્યેક પદાર્થ ક્ષણિક હોવાથી તે લેકે ઘટ ઘટ નહી કહેતાં “ક્ષણ” શબ્દથી સંબોધે છે. અને તેવી જ રીતે જ્ઞાનને પણ ક્ષણિક હેવાથી “ક્ષણ” કહે છે.) વ્યવસ્થાપ્ય અને વ્યવસ્થાપક, અને સ્વભાવ રહી શકતા નથી. કેમકે વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ પણ સંબંધ હોવાથી ઉભય પદાર્થમાં જ રહે છે. એક નિરશ જ્ઞાન ક્ષણમાં તે સંબંધ બની શકશે નહી વળી પદાર્થના આકારરૂપ જ્ઞાનને અર્થસારૂપ્ય (અર્થાકારતા) કહે છે તે અર્થકારતા નિશ્ચિત છે કે અનિશ્ચિત ? જે અર્થ સારૂપ્ય નિશ્ચિત હોય તે એ નિશ્ચિત અર્થસારૂધ્યને જ વ્યવસ્થાપક માને. વ્યવસ્થાપ્ય અને વ્યવસ્થાપક એમ બે માનવાની શી જરૂર ? જે અર્થસારૂપ્ય અનિશ્ચિત હોય તે સ્વયં અનિશ્ચિત અર્થસારૂપ્ય નીલ આદિનું જ્ઞાન કરવા માટે સમર્થ થઈ શકતું નથી. કહે તે જ્ઞાનની અર્થાકારતા કેવા પ્રકારની છે ? શું જ્ઞાનને પદાર્થને જાણવાનો સ્વભાવ તે અર્થાકારતા છે કે જ્ઞાન પદાર્થના આકારને ગ્રહણ કરે છે, તે અર્થકારતા ? જે જ્ઞાનના પદાર્થને જાણવાને