________________
१००
અન્યા . તા. બીજ ૨ શકા : જો તમે ખંડિત અવયમાં પણ આત્મપ્રદેશને સ્વીકાર કરતા હો, તે શરીરથી ભિન્ન થયેલા અવયયોમાં ભિન્ન ભિન્ન આત્મા માનવા જોઈશે.
સમાધાન અમારા અભિપ્રાયને સમજી ન શકવાથી આ પ્રમાણે કહે છે. કેમકે ખંડિત અવયમાં રહેલા આત્મપ્રદેશ પાછા પૂર્વ શરીરમાં જ આવી જાય છે. કારણ કે એક શરીર રૂપ સંતાનમાં અનેક આત્માઓ હોઈ શકતા નથી. જે એક શરીરમાં અનેક આત્માઓ હેય તે અનેક પદાર્થને નિર્ણય કરવાવાળા જ્ઞાનેના એક જ્ઞાતા રૂપ આત્માને વ્યવસ્થિત જ્ઞાન થશે નહીં. કારણ કે એક શરીરમાં અનેક આત્માઓ માનવાથી ચક્ષુરૂપ અવયવમાં રહેલે આત્મા રૂપનું અવલોકન કરશે અને શ્રોત્ર રૂપ અવયવમાં રહેલે આત્મા શબ્દનું શ્રવણ કરશે તેથી ચક્ષુસ્થ અને શ્રોત્રસ્થ આત્માને જ પદાર્થનું જ્ઞાન થશે. પરંતુ પ્રત્યેક અવયમાં રહેલ ભિન્ન ભિન્ન આત્માઓને તે તે પદાર્થોને નિશ્ચય થશે નહીં. માટે એક શરીરમાં રહેલે પ્રમાતારૂપ એકજ આત્મા હેવાથી વ્યવસ્થિત પણે હું જેવું છું, હું સાંભળું છું ત્યાકારક જ્ઞાનને નિશ્ચય થાય છે.
(टीका) कथं खण्डितावयवयोः संघटन पश्चाद् इति चेत् , एकान्तेन छेदानभ्युपगमात् । पद्मनालतन्तुवत् छेदस्यापि स्वीकारात् । तथाभूतादृष्टवशात् तत्संघट्टनमविरुद्धमेवेति तनुपरिमाण एवात्माङ्गीकर्तव्यः, न व्यापकः। तथा च आत्मा व्यापको न भवति, चेतनत्वात्, यत्तु व्यापकं न तत् चेतनम् , यथा व्योम, चेतनश्चात्मा, तस्माद् न व्यापकः। अव्यापकत्वे चास्य तगैवोपलभ्यमानगुणत्वेन सिद्धा कायप्रमाणता। यत्पुनरष्टमसमयसाध्यकेवलिसमुद्घातदशायामाहेतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकन्यापित्वेनात्मनः सर्वव्यापकत्वम्, तत् कादाचित्कम्, इति न तेन व्यभिचारः । स्याद्वादमन्त्रकवचावगुण्ठितानां च नेशविभीषिकाभ्यो भयम् ॥ इति काव्यार्थः ॥९॥
(અનુવાદ) શકાઃ આત્માના ખંડિત આત્મ પ્રદેશનું ફરીથી ગઠન કઈ રીતે થઈ શકે?
સમાધાન : અમે આત્મ પ્રદેશનું સદંતર ખંડન સ્વીકારતા નથી. તેથી કમલની નાળના ટુકડા કરવાથી તૂટેલા તંતુઓનું જેમ ફરીથી ગઠન થઈ જાય છે. તેમ ખંડિત શરીરના અવયની સાથે, ખંડિત થયેલાં આત્મ પ્રદેશનું, અદષ્ટના બળથી, શરીરસ્થ આત્મ પ્રદેશની સાથે, ગઠન થાય છે. માટે આત્માનું વ્યાપકપણું નહીં માનતાં શરીરપ્રમાણ માનવું તે જ શ્રેષ્ઠ છે.
તેમજ આત્મા ચેતન હેવાથી વ્યાપક નથી. જે વ્યાપક હોય છે તે ચેતનવરૂપ હેતા નથી. જેમકે આકાશ વ્યાપક છે તેથી તે ચેતન નથી, તેમ આત્મા તન્યરૂપ હોવાથી વ્યાપક નથી. વળી જે સ્થાનમાં જે પદાર્થના ગુણે દેખાય છે, તે જ સ્થાનમાં તે પદાર્થ રહે છે. આ પૂર્વોક્ત હેતુથી આત્માનું શરીર પ્રમાણુ સિદ્ધ થાય છે, તેમજ આઠ સમયમાં સાધ્ય એવી કેવલી સમુદુલાત દશામાં આહતેનું ચૌદ રાજ કપ્રમાણુ વ્યાપકપણું હેવાથી આત્માનું નિયમિત નહીં પરંતુ કાદચિત્ય સર્વવ્યાપકપણું છે.