________________
स्याद्वादमंजरी
११९
(टीका) इति । वैदिकवधविधाने तु न कश्चित्पुण्यार्जनानुगुण गुण पश्यामः । अथ विप्रेभ्यः पुरोडाशादिप्रदानेन पुण्यानुबन्धी गुणोऽस्त्येव इति चेत् । न । पवित्रसुवर्णादिप्रदानमात्रेणैव पुण्योपार्जनसम्भवात् । कृपणपशुगणव्यपरोपणसमुत्थं मांसदान केवल निघणत्वमेव व्यक्ति । अथ न प्रदानमात्र पशुवधक्रियायाः फल, किन्तु भूत्यादिकम् । यदाह श्रुतिः- श्वेतं वायव्यमजमालभेत भूतिकामः" इत्यादि । एतदपि व्यभिचारपिशाचग्रस्तत्वादप्रमाणमेव । भूतेश्चौपयिकान्तरैरपि साध्यत्वात् । अथ तत्र सत्रे हन्यमानानां छागादीनां प्रेत्यसद्गतिप्राप्तिरूपोऽस्त्येवोपकार इति चेत् । वाङ्गमात्रमेतत् । प्रमाणाभावात् । न हि ते निहताः पशयः सद्गतिलाभमुदितमनमः कस्मैचिदागत्य तथाभूतमात्मान कथयन्ति । अथास्त्यागमाख्यं પ્રમાણ I થr--
"औषध्यः पशवो वृक्षास्तिर्यश्चः पक्षिणस्तथा ।
यज्ञार्थ निधान प्राप्ताः प्राप्नुवत्युच्छ्रित पुन:" | इत्यादि । नैवम् । तस्य पौरूषेयापौरूषेयविकल्पाभ्यां निराकरिष्यमाणत्वात् ॥
(અનુવાદ) વૈદિક હિંસામાં અમને કોઈ પણ જાતનું પુણ્ય પાર્જન કરવાનું કારણ જોવામાં આવતું નથી. જે કહે કે : વેદોકત હિંસા કરવાથી પ્રસ ગેપાત બ્રાહ્મણને પુરેડાશ (યજ્ઞમાં આહુતિ આપવાના દ્રવ્યોમાંથી બાકી રહેલાં દ્રવ્યો) આપવાથી પુણ્યોપાર્જન થાય છે. આ કથન ઠીક નથી. કેમ કે બ્રાહ્મણને પવિત્ર એવા સુવર્ણ આદિના દાનથી પુણોપાજન થઈ શકે છે, તે કૃપાપાત્ર એવા મુંગા પશુઓને વધ કરીને તેમના માંસનું દાન કરવું તે તે નરી નિર્દયતા સૂચવે છે. એમ ના કહેશે કે વેદકત હિંસામાં પશુઓનો વધ કરીને માંસનું દાન કરવું તેજ માત્ર ફળ નથી, પરંતુ વેદેત-વિધિએ પશુવધ કરવાથી એશ્વર્ય આદિની પ્રાપ્તિ થાય છે. શ્રુતિમાં પણ કહ્યું છે કે : એશ્વર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ વાયુ દેવતાને ઉદ્દેશીને સફેદ બકરાને હોમ કરવું જોઈએ. ઈત્યાદિ આગમ પણ પશુવધ કરવાનું વિધાન કરે છે. એ પણ તમારું કથન વ્યભિચાર-દોષથી ગ્રસ્ત હેવાથી અપ્રમાણરૂપ છે. કારણ કે એશ્વર્યની પ્રાપ્તિ તે પશુ-વધ સિવાય અન્ય ઉપાચેથી પણ સાધ્ય છે. વળી યજ્ઞમાં હણાયેલા બકરા આદિને સ્વર્ગ પ્રાપ્તિરૂપ ઉપકાર કર્તાને ફાળે જાય છે, એમ કહેવું તે પણ કથન માત્ર છે. કેમકે હણાયેલા પશુ આદિને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, તેમાં કઈ પ્રમાણ નથી. કારણ કે યજ્ઞમાં વધ કરાયેલાં પશુઓ સ્વર્ગમાં ગયા પછી હર્ષિત મનવાળાં થઈને પિતાની સ્વર્ગ પ્રાપ્તિ થઈ છે, એ પ્રમાણે અહીં આવીને કોઈને કહેતાં નથી.
શંકા : યજ્ઞમાં વધ કરાયેલાં પશુઓને સ્વર્ગ મલે છે, તેવા પ્રકારનું આગમ પ્રમાણ મોજુદ છે. ઔષધિ, પશુ, વૃક્ષ, તિર્યંચ અને પક્ષીઓ યજ્ઞને માટે મૃત્યુ પામીને ઉચગતિ પ્રાપ્ત કરે છે,