________________
स्याद्वादमंजरी
. १६७
દ્રવ્યના પ્રેરક નથી. (૫) અને શબ્દ એ આકાશને ગુણુ નથી. આ પાંચ હેતુએ દ્વારા શબ્દમાં પૌદ્ગલિકપણું સિદ્ધ થતું નથી.
સમાધિનઃ આપના આ પાંચે હેતુઓ હેત્વાભાસરૂપ છે. તે આ પ્રમાણે:- (૧) શબ્દ પર્યાયના આશ્રય ભાષાવગણા છે ( સજાતીય-પુદ્દગલાના સમુદાય તેને વ`ણા કહે છે. ઔદારિક, વૈક્રિય, આહારક; તૈજસ, કાણુ, ભાષા અને મન એમ સાત પ્રકારે છે. તેમાં જે પુટ્ટુગલ વામાંથી શબ્દ બને છે; તેને ભાષાવા કહે છે. પરંતુ શબ્દના આશ્રય આકાશ નથી શબ્દના આશ્રયભૂત ભાષાવ ણુા પુગલ સ્વરૂપ હાવાથી તેમાં સ્પ અવશ્ય હેાય છે. જેમ ગંધ દ્રવ્યના આશ્રયભૂત પરમાણુએ ના દૂર રહેલાં મનુષ્યાને પણ અનુકૂળ વાયુથી અનુભવ થાય છે, અને પ્રતિકૂલ વાયુ હોય તેા પાસે રહેલા મનુષ્યાને પણ તેને (ગંધના) અનુભવ થતા નથી. તેથી ગંધ જેમ ઈદ્રિય વિષય હાવાથી પૌદ્નગલિક છે તેમ શબ્દ પણ ઇંદ્રિયના વિષય હાવાથી પૌદ્ગલિક છે. આથી વૈશેષિક દ્વારા પ્રયુક્ત પશૂન્યાશ્રયત્ન હેતુ, શબ્દમાં નહી રહેવાથી અસિદ્ધ છે. (૨) ખીો ંતુ ગંધ દ્વવ્યની સાથે વ્યભિચારી હાવાથી અનેકાન્તિક છે. ખૂબ સારી રીતે બંધ કરેલાં દ્વારવાળા ઓરડામાં વટાતાં કસ્તૂરી આદિ ગંધ દ્રબ્યાનાં પ્રવેશ નિર્ગીમન થાય છે, તેથી ગંધ જેમ પૌઢગલિક છે તેમ શબ્દ પણ અત્યંત સઘન પ્રદેશમાં પ્રવેશ-નિઝૂમ કરી શકતા હોવાથી પૌલિક છે. જો કહેશે કે તેમાં સૂક્ષ્મ છિદ્રના સબવહાવાથી તેનુ અત્યંત સઘનપણુ' નથી, માટે તેવા પ્રકારનાં ઓરડા આદિમાં ગંધ દ્રવ્યના પ્રવેશ-નિગમ થાય છે. પરંતુ સ`થા છિદ્રરહિત પ્રદેશમાં ગધનમાં પ્રવેશ-નિર્ગમ થઈ શકતે નથી. આમ કહેવું પણ ઠીક નથી. કેમ કે જેવી રીતે ગધ દ્રવ્યના પ્રવેશ-નિગમ થાય છે અને રોકાય છે તેમ શખ્સના પણ પ્રવેશ-નિગમ થાય અને શકાય છે, માટે તે બન્નેનુ તુલ્યપણું હાવાથી ઉક્ત હેતુ વ્યભિચારી છે. (૩) ત્રીજો પણ હેતુ વિજળી અને ઉલ્કાપાત આદિની સાથે વ્યભિચારી હાવાથી અનૈકાન્તિક છે. વિજળી આદિના પૂર્વ અને પશ્ચાત્ અવયવે જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌદ્ભગલિક છે. તેમ શબ્દના પણ પૂર્વાપર અવયવ જોવામાં નહીં આવવા છતાં પણ તે પૌદ્ગુગલિક છે. (૪) ચેાથેા હેતુ ગંધ દ્રવ્યની સાથે વ્યભિચારી હાવાથી અસિદ્ધ છે. જેમ ગંધ દ્રવ્ય વિશેષ, સૂક્ષ્મરજ, ધૂમ આદિ દ્રવ્યે નાસિકામાં પ્રવેશ કરતાં નાસિકાના અગ્રભાગ ઉપર રહેલા મશ્ર આદિ દ્રવ્યાન્તરના પ્રેરક નહી. હાવા છતાં પણ ગધ આદિ દ્રવ્યેા જેમ પૌદૃલિક છે. તેમ શબ્દ પણ દ્રવ્યાન્તરના પ્રેરક નહીં હાવા છતાં પણ પૌદ્ગલિક છે. વળી પાંચમે હેતુ પણ અસિદ્ધ છે. તે આ પ્રમાણેઃ- શબ્દ આકાશને ગુણ નથી કેમ કે રૂપાદિની જેમ અમારી ઇંદ્રિયા દ્વારા પ્રત્યક્ષ છે. આ રીતે શબ્દનું પૌલિકપણું' સિદ્ધ થવાથી શબ્દ સામાન્ય વિશેષ ઉભયસ્વરૂપ છે.
(टीका) न च वाच्यम् आत्मन्यपौद्गलिकेऽपि कथं सामान्यविशेषात्मकत्वं निर्विवादमनुभूयत इति । यतः संसार्यात्मनः प्रतिप्रदेशमनन्तानन्तकर्म परमाणुभिः सह वह्नितापितधनकुट्टितनिर्विभाग पिण्डीभूतसूचीकलापवल्लोलीभावमापन्नस्य कथञ्चित् पौद्गलिकत्वाभ्यनुज्ञानादिति । यद्यपि स्याद्वादिनां पौद्गलिकमपौद्गलिकं च सर्व वस्तु