________________
स्याद्वादम जरी ।
૨૮૨
(અનુવાદ) * શંકા : બુદ્ધિ અને જડતા પણ વિરુદ્ધ છે. કેમકે બુદ્ધિ જે જડ હોય તે જડસ્વરૂપ બુદ્ધિથી પદાર્થોને નિશ્ચય થઈ શક્તા નથી. જે કહેશે કેઃ બુદ્ધિ સ્વયં અચેતન હોવા છતાં પણ ચેતના શક્તિના સંબંધથી ચેતનાની જેમ પ્રતિભાસે છે.
સમાધાન : એ વાત સત્ય છે, પરંતુ યોગ્ય નથી કેમકે જેમ ચિતન્યવાન પુરૂષનું અચેતન એવા દર્પણમાં પ્રતિબિંબ પડવા છતાં પણ દર્પણમાં ચિતન્યરૂપતા આવી શકતી નથી, તેમ અચેતન બુદ્ધિમાં ચેતન પુરુષનું પ્રતિબિંબ પડવાથી બુદ્ધિમાં ચેતનાની પ્રાપ્તિ થઈ શકતી નથી. ચેતન અને અચેતનને સ્વભાવ અપરિવર્તનીય હોવાથી તેનું પરાવર્તન કરવા ઇંદ્ર પણ સમર્થ થઈ શકતું નથી. વળી અચેતન બુદ્ધિ ચેતનની જેમ પ્રતિભાસે છે, તેમાં “વ” શબ્દથી અચેતન બુદ્ધિમાં ચેતનને આરોપ કરવામાં આવે છે, પરંતુ તેવા પ્રકારના આરોપથી અર્થક્રિયા થઈ શકતી નથી. જેમ માણવક(બાળક)ને અતિ ઉમ સ્વભાવ હેવાથી તેનું અગ્નિ એવું નામ રાખવામાં આવે તે પણ તે અગ્નિ જે માણવક અગ્નિથી સાધ્ય એવી દાહ-પાક આદિ અર્થ ક્રિયા કરવા સમર્થ થઈ શકતો નથી, તેમ અચેતને બુદ્ધિમાં ચેતનને આરોપ કરવા છતાં પણ જડ એવી બુદ્ધિ પદાર્થોનું જ્ઞાન કરવામાં સમર્થ થઈ શકતી નથી તેથી પદાર્થનું જ્ઞાન તો ચેતના શક્તિથી જ થઈ શકે છે. માટે તમે જે બુદ્ધિના ધર્મ આદિ આઠ ગુણે કહ્યા છે તે વચનમાત્ર જ છે. કેમકે ધર્મ આદિ ગુણે આત્માના છે, બુદ્ધિના નથી. તેમજ અહંકાર બુદ્ધિથી જન્ય નથી, અહંકાર અભિમાનરૂપ હોવાથી આત્મામાં ઉપન્ન થાય છે; અચેતન બુદ્ધિમાં અહંકાર આદિ ઉત્પન્ન થઈ શકતા નથી. ___(टीका) अम्बरादीनां च शब्दादितन्मात्रजत्वं प्रतीतिपराहतत्वेनैव विहितोत्तरम् । अपि च, सर्ववादिमिस्तावदविगानेन गगनस्य नित्यत्वमङ्गीक्रियते । अयं च शब्दतन्मात्रात् तस्याप्याविर्भावमुद्भावयन्नित्यैकान्तवादिनां च धुरि आसनं न्यासयनसंगतप्रलापीव प्रतिभाति । न च परिणामिकारणं स्वकार्यस्य गुणो भवितुमर्हतीति "शब्दगुणमाकाशम्" इत्यादि वाङमात्रम् । वागादीनां चेन्द्रियत्वमेव न युज्यते । इतरासाध्यकार्यकारित्वाभावात् । परप्रतिपादनग्रहणविहरणमलोत्सर्गादिकार्याणामितरावयवैरपि साध्यत्वोपलब्धेः। तथापि तत्वकल्पने इन्द्रियसंख्या न व्यवतिष्ठते, अन्याङ्गोपाङ्गादीनामपीन्द्रियत्वप्रसङ्गात् ।
(અનુવાદ) તથા આકાશ આદિની શબ્દ આદિ પાંચ તન્માત્રથી ઉત્પત્તિ થવી, તે પણ સર્વથા અનુભવ વિરૂદ્ધ છે. કેમ કે સર્વવાદીઓએ નિર્વિવાદ આકાશનું નિત્યરૂપ સ્વીકારેલું છે, અને આ નિત્ય એકાન્તવાદીઓમાં પ્રથમ સ્થાનીય સાંખ્યમતવાળાઓ શબ્દ તમાત્રથી આકાશની ઉત્પત્તિ માને છે! ખરેખર એમની વાત અસંગતપ્રલાપ જેવી પ્રતિભાસે છે. તથા જે વતુ પરિણામમાં કારણરૂપ છે. તે પિતાના કાર્યનો ગુણ થઈ શકતી નથી. તેથી શબ્દને આકાશને ગુણ માનવ તે કેવળ કથનમાત્ર છે. વળી વચન હાથ, પગ આદિમાં ઇન્દ્રિયપણું યુક્ત નથી. કેમ કે ઇતર અવયથી અસાધ્ય કાર્યને જે કરે તેને ઇંદ્રિય કહે છે.