________________
अवतरण
इदानीं ये प्रमाणादेकान्तेनाभिन्नं प्रमाणफलमाहुः ये च बाह्यार्थप्रतिक्षेपेण ज्ञानाद्वैतमेवास्तीनि ब्रुवते तन्मतस्य विचार्यमाणत्वे विशरारुतामाह
અવતરણ હવે પ્રમાણથી પ્રમાણના ફળ(પ્રમિતિ)ને એકાને અભિન્ન માનવાવાળા તથા બાહયપદાર્થોના નિષેધ વડે જ્ઞાનાતિવાદને સ્વીકાર કરવાવાળા બૌદ્ધ મતનું ખંડન કરતાં કહે છે.
मूल-न तुल्यकालः फलहेतुभावो हेतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् विलूनशीण सुगतेन्द्रजालम् ॥१६॥
મૂળ અર્થ : એક કાળમાં રહેવાવાળી વસ્તુઓમાં પરસ્પર કાર્ય કારણભાવ થઈ શકતે નથી. બૌદ્ધમતમાં સર્વ પદાર્થો ક્ષણિક છે. માટે કારણને નાશ થવાથી કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. વળી જગતને વિજ્ઞાન-સ્વરૂપ માનવામાં આવે તે બાહ્ય પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. આથી બૌદ્ધ દશનને માન્ય પદાર્થ વ્યવસ્થા ઈન્દ્રજાળની જેમ છિન્ન ભિન્ન થઈ જાય છે. . (टीका) बौद्धाः किल प्रमाणात् तत्फलमेकान्तेनाभिन्नं मन्यन्ते । तथा च तत्सिद्धान्तः-"उभयत्र तदेव ज्ञानं प्रमाफलमधिगमरूपत्वात्" । उभयत्रेति प्रत्यक्षेऽनुमाने च तदेव ज्ञानं प्रत्यक्षानुमानलक्षणं फलं कार्यम् । कुतः । अधिगमरूपस्वादिति परिच्छेदरूपत्वात् । तथाहि । परिच्छेदरूपमेव ज्ञानमुत्पद्यते । न च परि. च्छेदादृतेऽन्यद् ज्ञानफलम्. भिन्नाधिकरणत्वात् । इति सर्वथा न प्रत्यक्षानुमानाभ्यां भिन्नं फलमस्तीति"।
(અનુવાદ) પૂર્વપક્ષ: બૌદ્ધદર્શન પ્રમાણુથી પ્રમાણુનું ફળ એકાન્ત અભિન માને છે. તેઓના સિદ્ધાંતમાં કહ્યું છે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં જ્ઞાન અધિગમ(જ્ઞાન) રૂપ હોવાથી જ્ઞાન જ પ્રમાણુ અને પ્રમાણનું ફળ છે. વળી પણ કહ્યું છે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણમાં પ્રત્યક્ષરૂપ અને અનુમાનરૂપ જ્ઞાન જ પ્રમાણનું ફળ છે. કેમ કે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે ! તે સમજાવતાં કહે છે : જ્ઞાન જ્ઞાનરૂપ જ ઉત્પન્ન થાય છે. કેમ કે પદાર્થજ્ઞાનમાં જ્ઞાનથી અતિરિક્ત કઈ જ્ઞાનનું ફળ હોઈ શકતું નથી. કારણ કે જ્ઞાનથી ભિન્ન હેય-ઉપાદેયરૂપ જે જ્ઞાનનું ફળ છે તે વાસ્તવિક પ્રમાતા(પુરુષ)નું ફળ છે, જ્ઞાનનું નહીં.