________________
स्यावादमंजरी
१६५
અનુવાદ એ પ્રકારે વિશેષો પણ સામાન્યથી એકાન્ત ભિન્ન નથી, જે સામાન્યનું સર્વવ્યાપકપણું સિદ્ધ થાય તે, વિશેષનું અસર્વવ્યાપકપણું હોવાથી, તે બન્નેમાં પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસ લેવાથી શીત અને ઉષ્ણની જેમ સામાન્ય અને વિશેષમાં અત્યંત ભિન્નતા આવે. પરંતુ સામાન્યના સર્વવ્યાપકપણાનું તો અમે પૂર્વે યુક્તિ દ્વારા ખંડન કરીને જ આવ્યા છીએ. અમે કહીએ છીએ કે સામાન્ય અને વિશેષ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન છે. તેથી જ તે બન્ને એક અને અનેક રૂપ છે. સામાન્યનું વિશેષની સાથે અભિનપણું હોવાથી, વિશેષ અનેક હેઈને સામાન્ય પણ અનેક રૂપ બને છે અને વિશેષ પણ સામાન્યની સાથે અભિન્ન હોવાથી, સામાન્ય એક હોઈને વિશેષ પણ એકરૂપ બને છે.
(टीका) एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम् । प्रमाणार्पणात तस्य कथञ्चिद् विरुद्धधर्माध्यासितत्वम् । सदृशपरिणामरूपस्य विसदृशपरिमाणक्त कथञ्चित् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सामान्यविशेषयोः सर्वथाविरुद्धधर्माध्यासितत्वम् । कथश्चिद्विरुद्धधर्माध्यासितत्वं चेद् विवक्षितम् तदास्मत्कक्षाप्रवेशः। कथश्चिद विरुद्धधर्माध्यासस्य कथश्चिद् भेदाविनाभूतत्वात् । पाथःपावकदृष्टान्तोऽपि साध्यसाधनविकलः तयोरपि कथञ्चिदेव विरुद्धधर्माध्यासितत्वेन भिनत्वेन च स्वी. करणात् । पयस्त्वपावकत्वादिना हि तयोविरुद्धधर्माध्यासः, भेदश्च । द्रव्यवादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते इति । ततः सुष्ठुक्तं वाच्यमेकमनेकरूपम् इति ।
(અનુવાદ) તથા સામાન્ય સંગ્રહનયની અપેક્ષાએ એક છે, અને પ્રમાણુની અપેક્ષાએ સામાન્યમાં એક અનેક રૂપ કથંચિત વિરુદ્ધ ધર્મનો અધ્યાસ પણ છે. કેમ કે વિસરશ પરિણામની જેમ સશપરિણામને પણ પ્રતિ વ્યક્તિમાં ભેદ હોવાથી સામાન્ય અને વિશેષમાં કથંચિત વિરુદ્ધ ધર્મને અધ્યાસ ઘટી શકે છે. દા. ત. જેમ ગાયમાં વિસદશ પરિણામ રૂપ અશ્વાદિ ભેદ છે તેમ એક ગાય વ્યક્તિમાં પણ અન્ય ગ વ્યક્તિરૂપ સદેશપરિણામને ભેદ પણ છે. આથી સામાન્ય અને વિશેષને સર્વથા વિરોધ સાવ અસિહ છે. જે આપ સામાન્ય અને વિશેષને કથંચિત વિરુદ્ધ ધર્મના અધ્યાસી કહેશો તે અમારા પક્ષમાં પ્રવેશ કર્યો કહેવાશે. કેમકે અમે પણ કથંચિત્ વિરોધ જ સ્વીકારીએ છીએ. વળી સામાન્ય અને વિશેષને કથંચિત વિરોધ, તે બન્નેમાં કથંચિત ભેદ વિના બની શક્તા નથી. તથા તમે આપેલું જલ અને અગ્નિનું દૃષ્ટાંત પણ ભેદરૂપ સાધય અને વિરુદ્ધ ધર્મના અભ્યાસરૂપ સાધનથી રહિત છે. કેમ કે જલ અને અગ્નિમાં પણ સર્વથા ભેદ નથી. અપેક્ષાએ જલ અને અરિનને અભેદ છે, અને જલત્વ તથા અનિત્વની અપેક્ષાએ તે બનેને પરસ્પર ભેદ પણ છે. આથી જલ અને અગ્નિમાં કથંચિત્ ' ભેદભેદપણું હોવાથી તેમાં વિરુદ્ધ . ધર્મને અધ્યાસ પણ છે. તેથી વધુનું સામાન્ય અને વિશેષ ઉભયસ્વરૂપ જ યુક્તિ યુકત છે. માટે વાય (પદ્યર્થ) એક અનેક રૂપ છે, તે અમારું કથન સર્વ યુક્ત છે ? : >