________________
स्याद्वादमंजरी
१२३
कषायपशुभिर्दुष्टधर्मकामार्थनाशकैः । शममन्त्रहुतैर्यज्ञं विधेहि, विहितं बुधैः ॥३॥ प्राणिघातात् तु यो धर्ममीहते मृढमानसः ।
स वाञ्छति सुधावृष्टिं कृष्णाहिमुखकोटरात् ॥४॥ રૂારિ |
(અનુવાદ) વેદમાં કહેલી હિંસા નિંદનીય નથી તેમ નથી, અર્થાત નિન્દનીય જ છે. કેમ કે સમ્યગુદર્શન અને સમ્યગૂજ્ઞાનથી યુક્ત તથા ભવક્ષયના કારણરૂપ યમ-નિયમ આદિ અર્ચિમાર્ગના અનુયાયી એવા વેદાન્તીઓ વડે પણ વેદમાં કહેલી હિંસાની નિન્દા કરવામાં આવી છે. તેમજ તત્ત્વદશી લોકો પણ કહે છે કે: દેવને બલિદાન આપવાના બહાને અથવા તે યજ્ઞને હાને જે પુરુષ નિદયપણે પશુઓને વધ કરે છે, તેઓ ભયંકર એવી દુર્ગતિમાં પડે છે. તેમજ વેદમતાનુસારી પણ કહે છે કે અમે પશઓના વધ વડે યજ્ઞ કરીએ છીએ તેથી ઘોર અજ્ઞાનરૂપી અંધકારમાં ડૂબીએ છીએ. માટે હિંસા ધર્મરૂપ હતી નહીં, છે નહીં, અને ધર્મરૂપ થશે પણ નહીં. તેમજ કહ્યું છે કે હે અગ્નિદેવતા, મને આ હિંસાજન્ય પાપથી મુક્ત કરે.
તેમજ વ્યાસ ઋષિએ પણ કહ્યું છે કે જ્ઞાનરૂપી પાળથી યુક્ત, બ્રહ્મચર્ય અને દયા રૂપી પાણુથી પૂર્ણ તથા પા૫ કિચડને નાશ કરવાવાળા અતિ નિર્મલ તીર્થમાં નાન કરીને, જીવરૂપી કુંડમાં રહેલા, દમરૂપી પવનથી ઉત્તેજિત થયેલા ધ્યાનરૂપ અગ્નિમાં અશુભકર્મરૂપી કાઠની આહુતિ આપીને અગ્નિહોત્ર યજ્ઞ કરો. શમરૂપ મંત્રથી ધર્મ, અર્થ અને કામનો નાશ કરવાવાળા દુષ્ટ કષાયારૂપ પશુઓને હોમ કરીને પંડિત પુરુષે કહેલ યજ્ઞ કરે, જે મૂઢ મતિવાળા પુરુષે પ્રાણીઓના વધથી ધર્મ માને છે, તે ખરેખર ભયંકર કાળા સર્પના મુખરૂપ ગુફામાંથી અમૃતની વૃષ્ટિ ઇચછે છે ! __ (टीका) यच्च याज्ञिकानां लोकपूज्यत्वोपलम्भादित्युक्तम् । तदप्यसारम् । अबुधा एव पूजयन्ति तान् न तु विविक्तबुद्धयः । अबुधपूज्यता तु न प्रमाणम् । तस्याः सारमेयादिस्वप्युपलम्भात् । यदप्यभिहितं देवतातिथिपिलप्रीतिसंपादकत्वाद् वेदविहिता हिंसा न दोषायेति । तदपि वितथम् । यतो देवानां संकल्पमात्रोपनताभिमताहारपुद्गलरसास्वादमुविहितानांवैक्रियशरीरत्वाद् । युष्मदावर्जितजुगुप्सितपशुमांसाधाहुतिप्रगृहीती, इच्छैव दुःसंभवा । औदारिकशरीरिणामेव तदुपादानयोग्यत्वात् । प्रक्षेपाहार स्वीकारे च देवानां मन्त्रमयदेहत्वाभ्युपगमलबाधः न च तेषां मन्त्रमयदेहत्वं भवत्पक्षे न सिद्धम् । “चतुर्थ्यन्तं पदमेव देवता" इति जेमिनिवचनप्रामाण्यात् । तथा च मृगेन्द्र:
"शब्देतरत्वे युगपद् भिन्नदेशेषु यष्टषु । न सा प्रयाति सांनिध्य मूर्तत्वादस्मदादिवत् ।".