________________
स्याद्वादमजरी શકે છે. જે સ્વર્ગની પ્રાપ્તિ માટે અન્ય કેઈ ઉપાય ના હોય તે વૈદિક હિંસારૂપ અપવાદ માર્ગનું આલંબન લેવું પડે, પરંતુ તમે યમ, નિયમ આદિને સ્વર્ગના કારણ રૂપે સ્વીકાર્યા છે. વળી અમે(ને)જ કેવળ વૈદિક-હિંસા સ્વર્ગનું કારણ નથી, તેમ કહેતા નથી, પરંતુ તમારા પૂજ્ય એવા વ્યાસ આદિ ત્રાષિ-મુનિઓ પણ તેને નિષેધ કરે છે. વ્યાસે કહ્યું છે કે : પૂજા વડે વિપુલ રાજ્યની પ્રાપ્તિ થાય છે, અગ્નિ-કાર્ય(યજ્ઞ) વડે સંપત્તિ મળે છે, તપથી પાપની વિશુદ્ધિ થાય છે. અને જ્ઞાન તથા ધ્યાન વડે મુકિતની પ્રાપ્તિ થાય છે. અહીં અન કાર્ય શબ્દથી યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે. અને તે યજ્ઞ અન્ય ઉપાસેથી સાધ્ય એવી સંપત્તિનું કારણ કહેલ છે, પરંતુ સ્વર્ગનું કારણ કહ્યું નથી. અર્થાત વૈદિક હિંસા સ્વર્ગનું કારણે થતી નથી. વ્યાસ રૂષિએ “જ્ઞાનપાલિ ઈત્યાદિ લેક વડે ભાવયજ્ઞનું જ સ્થાપન કર્યું છે.
(टीका)—तदेवं स्थिते तेषां वादिनां चेष्टामुपमया दृषर्यात स्वपुत्रेत्यादि । परेषां भवत्प्रणीतवचनपराङ्मुखानां स्फुरित-चेष्टितम् , स्वपुत्रघाताद् नृपतित्वलिप्सासब्रह्मचारि निजमुतनिपातनेन राज्यप्राप्तिमनोरथसदृशम् । यथा किल कश्चिदविपश्चित् पुरुषः परुषाशयतया निजमङ्गजं व्यापाद्य राज्यश्रियं प्राप्तुमीहते । न च तस्य तत्प्राप्तावपि पुत्रघातपातककलङ्कः क्वचिदपयाति । एवं वेदविहितहिंसया देवतादिप्रीतिसिद्धावपि, हिंसासमुत्थं दुष्कृत न खलु पराहन्यते । अत्र च लिप्सा शब्दं प्रयुञ्जानः स्तुतिकारो ज्ञापयति यथा तस्य दुराशयस्यासदृशतादृशदुष्कर्म निर्माण निर्मूलितसत्कर्मणो राज्यप्राप्तौ केवलं समीहामात्रमेव, न पुनस्तत्सिद्धिः। एवं तेषां दुर्वादिनां वेदविहितां हिंसामनुतिष्ठतामपि देवतादिपरितोषणे मनोराज्यमेव । न पुनस्तेषामुत्तमजनपूज्यत्वमिन्द्रादिदिवौकसां च तृप्तिः। प्रागुक्तयुक्त्या निराकृतत्वा તા રૂતિ ગ્યાર્થ: શા જે આ પ્રમાણે વૈદિક-હિંસાનું ખંડન કરીને હવે ભગવત-પ્રણીત સિદ્ધાંતથી પરાસુખ એવા તે વાદીઓની ચેષ્ટાને ઉપમા વડે દુષિત કરતા આચાર્ય મહારાજ કહે છે કે : જેમ કઈ મુખ પુરુષ કઠેર આશયથી પોતાના પુત્રને વધ કરીને રાજયપ્રાપ્તિની ઈચ્છા કરે તેમાં પણ કદાચ તેને રાજ્યપ્રાપ્તિ થાય તો પણ તે મુખ પુરુષ પુત્ર વધથી કલંકિત થયેલે એક પુત્રવધજન્ય પાપથી મુકત થઈ શકતો નથી, તેમ યાજ્ઞિક લેકેને પણ વૈદિક હિંસા દ્વારા કદાચ દેવતા આદિ પ્રસન્ન થાય, તે પણ તેઓ હિંસા જન્ય પાપથી મુક્ત થઈ શક્તા નથી. લેકમાંક્ષિા ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી સ્તુતિકાર જણાવે છે, કે જે પ્રકારે જેણે પુત્રવધરૂપ દુષ્ટ આશયથી દુષ્ટકમ ઉપાર્જન કરી સુકૃતનો નિર્મુલ નાશ કર્યો છે, એવા દુષ્ટ આશયવાળા પાપી પુરૂષને કેવલ રાજ્ય પ્રાપ્તિની ઇચ્છા છે, પરંતુ વસ્તુતઃ તેને રાજ્ય પ્રાપ્તિ થઈ શકતી નથી, તેવી રીતે વેદોક્ત હિંસાનું અનુષ્ઠાન કરવાવાળા દુર્વાદીઓને પણ હિંસા વડે દેવતા આદિને પ્રસન્ન કરવારૂપ માત્ર સ્પૃહા જ છે. વાસ્તવિક રીતે તે હિંસા વડે ન તે ઇંદ્રાદિદેવતાઓની પ્રસન્નતા પ્રાપ્ત થતી કે ન તે હિંસા કરનારાઓની ઉત્તમ પુરુષોમાં પ્રતિષ્ઠા વધતી, આથી વૈદિક હિંસાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. તે બરાબર યુકિતસંગત છે. આ પ્રમાણે અગીઆરમા લોકને અર્થ જાણો.