________________
१४०
अन्ययोगव्य. द्वा. श्लोक : १२
સંગ થવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. (૨) તે જ્ઞાનથી અર્થપ્રાકટય અર્થત પદાથનું જ્ઞાન થાય છે. (૩) અને પદાર્થના જ્ઞાનથી અર્થોપત્તિ થાય છે, તે અથપતિ દ્વારા પ્રવર્તક જ્ઞાનનું સંવેદન (જ્ઞાન) થાય છે. આ તેઓની ત્રિપુટી-પ્રત્યક્ષની કલ્પના છે, અને તે વ્યર્થ છે.!
(टीका)-यौगास्त्वाहुः । ज्ञान स्वान्यप्रकाश्यम् , ईश्वरज्ञानान्यत्वे सति प्रमेयत्वात. घटवत् । समुत्पन्नं हि ज्ञानमेकात्मसमवेतानन्तरोद्भविष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न पुनः स्वेन । न चैवमनवस्था । अर्थावसायिज्ञानोत्पादमात्रेणैवार्थसिदौ प्रमातुः कृतार्थत्वात् । अर्थज्ञानजिज्ञासायां तु तत्रापि ज्ञानमुत्पद्यत एवेति । तदयुक्तम् । पक्षस्य प्रत्यनुमानबाधितत्वेन हेतोः कालात्ययापदिष्टत्वात् । तथाहि विवादास्पदं ज्ञान स्वसंविदित, ज्ञानत्वात्, ईश्वरज्ञानवत् । न चाय वाद्यप्रतीतो दृष्टान्तः. पुरूषविशेषस्येश्वरतया जैनैरपि स्वीकृतत्वेन तज्ज्ञानस्य तेषां प्रसिद्धः।
(અનુવાદ) નૈયાયિક ઃ જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. કેમ કે ઈશ્વર જ્ઞાનથી ભિન્ન હોઈને પ્રમેય રૂપ છે. (નૈયાયિકે ઇશ્વર જ્ઞાનથી અતિરિકત બધાજ જ્ઞાનને અન્ય જ્ઞાનથી પ્રકાશિત માને છે.) જેમકે ઘટ પ્રમેયરૂપ હોવાથી જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. તેમ જ્ઞાન પણ પ્રમેયરૂપ હોવાથી અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત છે. કારણ કે જ્ઞાન આત્મામાં સમાવેત (ઉત્પન્ન) થયા બાદ માનસ પ્રત્યક્ષથી જણાય છે, અર્થાત્ જ્ઞાન માનસ પ્રત્યક્ષનો વિષય હેવાથી વસંવેદક નથી. તેમજ જ્ઞાન અન્ય જ્ઞાન દ્વારા પ્રકાશિત હોવા છતાં પણ તેમાં અનવસ્થા દેષ આવતું નથી. કેમ કે પદાર્થને જાણવા માત્રથી જ પ્રમાતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. પ્રમાતાને જે સમયે પદાર્થ જાણવાની જિજ્ઞાસા થાય છે. તે સમયે જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન ઉત્પન્ન થયા બાદ પ્રમાતા કૃતકૃત્ય થવાથી તેને અપર જ્ઞાનની આકાંક્ષા રહેતી નથી માટે અનવસ્થા દેશને સંભવ નથી.
જૈન ઃ તમારું આ કથન અયુકત છે. આપનું અનુમાન પ્રતિપક્ષી અનુમાનથી બાધિત છે. જ્ઞાન વયે સંવેદન રૂપ છે. કેમકે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ છે. જેમ ઈશ્વરજ્ઞાન જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદનરૂપ છે; તેમ બધું જ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ હેવાથી સ્વસંવેદનરૂપ છે, માટે જ શાના“સત કમેચ' આ હેતુ બાધ નામના હેત્વાભાસથી દૂષિત છે. જે કહેશે કે જેને ઈશ્વરજ્ઞાનરૂપ દૃષ્ટાંત અપ્રતીત છે. એમ કહેવું નહીં, કેમ કે અમે (જૈન) પણ પુરૂષ વિશેષ ઇશ્વરને સ્વીકારીએ છીએ. તેથી તેનું જ્ઞાન પણ પ્રસિદ્ધ છે.
(टीका) व्यर्थविशेष्यश्चात्र तप हेतुः समर्थविशेषणोपादानेनैव साध्यसिद्धः। अग्निसिद्धौ धूमवत्त्वे सति द्रव्यत्वादितिवद । ईश्वरज्ञानान्यत्वादित्येतावतेव गतत्वात् । न हीश्वरज्ञानादन्यत् स्वसंविदितमप्रमेयं वा ज्ञानमस्ति, यव्यवच्छेदाय प्रमेयत्वादिति क्रियेत । भवन्मते तदन्यज्ञानस्य सर्वस्य प्रमेयत्वात् ।।