________________
अन्ययोगव्य. द्वा. लोक : १४
(टीका) पर्यायनयान्वयिनस्तु भाषन्ते। विविक्ताः क्षणक्षयिणो विशेषा एव परमार्थः । ततो विष्वरभूतस्य सामान्यस्याप्रतीयमानत्वात् न हि गवादिव्यक्त्यनुभवकाले वर्णसंस्थानात्मकं व्यक्तिरूपमपहाय, अन्यत्किञ्चिदेवकमनुयायि प्रत्यक्षे प्रतिभासते । तादृशस्यानुभवाभावात् । तथा च पठन्ति -
"एतासु पश्चस्ववभासनीषु प्रत्यक्षबोधे स्फुटमङ्गुलीषु ।
साधारणं रूपमवेक्षते यः शङ्गं शिरस्यात्मन ईक्षते सः" एकाकारपरामर्शप्रत्ययस्तु स्वहेतुदत्तशक्तिभ्यो व्यक्तिभ्य एवोत्पद्यते । इति न तेन सामान्यसाधनं न्याय्यम् ॥
(અનુવાદ) હવે પર્યાયાસ્તિક નયને અનુસરનારા બૌદ્ધો કહે છે કે પરસ્પર ભિન્ન અને ક્ષણ ક્ષણમાં નષ્ટ થવાવાળા વિશેષ જ પરમાર્થથી સત્ છે. વિશેષથી ભિન્ન કેઈ સામાન્ય, પ્રતીતિ(જ્ઞાન)નો વિષય નથી. ગવાદિ વ્યક્તિના અનુભવકાળમાં વર્ણ અને સંસ્થાન (આકાર) રૂપ વ્યક્તિને ત્યાગ કરીને અન્ય કોઈ એક અનુયાયી સામાન્યનું જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે વિશેષના જ્ઞાનને છેડી સામાન્યનું જ્ઞાન અનુભવથી બાણ છે. કહ્યું પણ છે કે ઃ જે કઈ પુરુષ પ્રત્યક્ષ જ્ઞાનમાં સ્પષ્ટપણે પૃથક પૃથફ દેખાતી પાંચ આંગળીઓમાં સામાન્યરૂપને દેખે છે, તે ખરેખર પિતાના મસ્તક ઉપર શિંગડાં દેખે છે
અર્થાત્ વિશેષના જ્ઞાનને છોડીને અન્ય કેઈ સામાન્યના જ્ઞાનને સંભવ હોતું નથી. તથા એકાકાર પ્રતીતિ થાય છે. તે પણ પિતાના કારણથી ઉત્પન્ન થયેલી વ્યક્તિઓથી થાય છે. આથી સામાન્યને સિદ્ધ કરવું તે વ્યાજબી નથી. અર્થાત્ સામાન્ય જેવી કઈ વતુ નથી.
(टीका) किञ्च, यदिदं सामान्य परिकल्प्यते तदेकमने वा ? एकमपि सर्वगतमसर्वगतं वा? सर्वगतं चेत्, किं न व्यक्त्यन्तरालेषुपलभ्यते । सर्वगतैकत्वाभ्युपगमे च तस्य यथा गोत्वसामान्य गोव्यक्तीः क्रोडीकरोति, एवं कि न घटपटादिव्यक्तीरपि, अविशेषात् । असर्वगतं चेद् विशेषरूपापत्तिः अभ्युपगमवाधव ॥
(અનુવાદ) સામાન્ય એક છે કે અનેક? જે એક છે તે તે સર્વવ્યાપક છે કે અસર્વવ્યાપક? જે સામાન્ય સર્વવ્યાપક હોય તે બે વ્યક્તિના વ્યવધાનમાં તેની ઉપલબ્ધિ થવી જોઈએ. સામાન્ય એક અને સર્વવ્યાપક માને તે જેમ ગવ સામાન્ય ગોમાં રહે છે, તેમ ઘટ ૫ટ આદિ વ્યક્તિમાં પણ રહેશે! જે સામાન્ય અસર્વવ્યાપક હોય તે તે વિશેષરૂપ બની જશે. અર્થાત્ તે વિશેષ કહેવાશે અને તમે તે સામાન્યને અવ્યાપક સ્વીકારતા નથી. અર્થી સામાન્યને અસર્વવ્યાપક સ્વીકારવામાં આવે તે અભ્યાગમ બાધ આવશે.