________________
स्याद्वादम जरी
१५९
કરવી જોઈશે અને જ્યાં સુધી ત્રણે લોકમાં રહેલા ભૂત ભાવી અને વર્તમાન પદાર્થોનું જ્ઞાન ના થાય ત્યાંસુધી તે પદાર્થોની વ્યાવૃત્તિ થઈ શકતી નથી. તેથી એક ઘટનું જ્ઞાન કરવામાં ત્રણે લેકમાં રહેલા પદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ કરવા માટે પ્રમાતાને સર્વજ્ઞ બનવું પડશે ! અર્થાત્ એક ઘટના જ્ઞાનથી પ્રમાતા સર્વજ્ઞ થઈ જશે ! પરંતુ તે તે વિશ્વાસ કરવા યોગ્ય નથી. અને તર્કથી પણ સિદ્ધ થઈ શકતું નથી. નિષેધને વ્યાવૃત્તિ કહે છે. અને તે વ્યાવૃત્તિ અભાવ રૂપ હોવાથી તુચ્છ છે. તેથી તે તુચ્છ રૂપ વ્યાવૃત્તિ (વિશેષ) તુચ્છ એવા આકાશ કુસુમની જેમ અનુભવગમ્ય થઈ શકતી નથી.
(टीका) तथा येभ्यो व्यावृत्तिः ते सद्रपा असदूपा वा ? असदपाश्चत तर्हि खरविषाणांत् किं न व्यावृत्तिः। स पाश्चेत् सामान्यमेव । या चेयं व्यावृत्तिविशेषैः क्रियते सा सर्वासु विशेषव्यक्तिष्वेका अनेका वा ? अनेका चेत् तस्या अपि विशेपत्वापत्तिः, अनेकरूपत्वैकजीवितत्वाद् विशेषाणाम् ततश्च तस्या अपि विशेषत्वान्यथानुपपत्तेया॑वृत्त्या भाव्यम् । व्यावृत्तरपि च व्यावृत्तौ विशेषाणामभाव एव स्यात् । तत्स्वरूपभूताया व्यावृत्तेः प्रतिषिद्धत्वात् , अनवस्थापाताच्च । एका चेत् सामान्यमेव सज्ञान्तरेण प्रतिपन्नं स्यात् अनुवृत्तिप्रत्ययलक्षणाव्यभिचारात् । किञ्च, अमी विशेषाः सामान्याद भिन्ना अभिन्ना वा ? भिन्नाश्चेद् मण्डूकजटाभारानुकाराः अभिनाश्चेत् तदेव तत्स्वरूपवत् । इति सामान्यैकान्तवादः ॥
(અનુવાદ) જે પદાર્થોથી અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ થાય છે. તે પદાર્થો સરૂપ છે કે અસરૂપ? જે એ પદાર્થો અસતરૂપ હોય તો અસત્ એવા ખવિષાણુ(ગધેડાનાં શિંગડા)થી પણ ઘટની વ્યાવૃત્તિ થવી જોઈએ. જે વ્યાવૃત્તિ પદાર્થો સરૂપ હોય તે તે પદાર્થો સામાન્યરૂપ જ બનશે, તથા વિશેષ દ્વારા જે વ્યાવૃત્તિ થાય છે. તે વ્યાવૃત્તિ સર્વે વિશેષમાં એક છે કે અંક ? જે તે વ્યાવૃત્તિ અનેક હોય તે વ્યાવૃત્તિમાં પણ વિશેષરૂપની આપત્તિ થશે. કેમકે “અનેક રૂપત્વએજ વિશેષનું લક્ષણ છે, આ પ્રકારે વ્યાવૃત્તિમાં વિશેષરૂપ સિદ્ધ થવાથી વ્યાવૃત્તિની પણ વ્યાવૃત્તિ થશે. કારણ કે વિશેષ વ્યાવૃત્તિનું કારણ છે. અને વ્યાવૃત્તિમાં વ્યાવૃત્તિ સ્વીકારવાથી વ્યાવૃત્તિનું વ્યાવૃત્તિરૂપ સિદ્ધ થઈ શકતું નથી. આ પ્રકારે વિશેષના સ્વરૂપભૂત વ્યાવૃત્તિને નિષેધ થવાથી વિશેષનો અભાવ જ પ્રાપ્ત થશે. તેમ જ એક વ્યાવૃત્તિમાં અનેક વ્યાવૃત્તિ માનવામાં આવે તે અનવસ્થા દેષ આવશે; અને સર્વ નિશેષમાં એક વ્યાવૃત્તિને સ્વીકાર કરશો તો નામાન્તરથી સામાન્યનો જ સ્વીકાર થયે, કારણ કે અનુવત્તિ પ્રત્યયના કારણરૂપ સામાન્ય એક જ છે. વળી અહીં વિશેષ એ કહેવાનું છે કે વિશેષ, સામાન્યથી ભિન્ન છે કે અભિન્ન. જે ભિન્ન છે એમ કહેશો તે દેડકાની જટાની તુલ્ય અસત્ છે. જે વિશેષ સામાન્યથી અભિન હોય તો તેને સામાન્ય જ કહેવાશે, કેમકે વિશેષનું સ્વરૂપ જેમ વિશેષથી અભિન્ન છે તેમ સામાન્ય પણ તેનાથી અભિન્ન છે, આથી સામાન્ય એ એક જ તત્ત્વ સિદ્ધ થાય છે.