________________
स्याद्वादमंजरों
(અનુવાદ) વળી તમારા અનુમાનમાં “ઈશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રમેયસ્વાત” આ હેતુ વ્યર્થ વિશેષ છે. કેમ કે સમર્થ વિશેષણના ઉપાદાનથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જેમ આ પર્વત અગ્નિવાળે છે, ધૂમવાન. હાઈ ને દ્રવ્યરૂપ હેવાથી, આ અનુમાનમાં “ધનવાન” વિશેષણના ઉપાદાનથી જ અગ્નિની સિદ્ધિ થતી હેવ થી, દ્રવ્યત્વરૂપ વિશેષ્યનું પ્રતિપાદન જેમ વ્યર્થ છે, તેમ “જ્ઞાનં ર વેરિયમ્ શ્વિજ્ઞાનન્ય સતિ ગમે ત્વનું પદવત’ આ અનુમાનમાં ઈશ્વર જ્ઞાનાન્યત્વે સતિ” આ વિશેષણના ઉપાદાનથી જ સાયની સિદ્ધિ થઈ શકે છે. તેથી પ્રમેચવરૂપ વિશેષ્યને પ્રયોગ કરે વ્યર્થ છે કેમકે આપના મતે ઈશ્વર જ્ઞાનથી અન્ય સર્વે જ્ઞાન પ્રમેયરૂપ છે. ઈશ્વર જ્ઞાનથી અતિરિક્ત અન્ય કઈ જ્ઞાન સ્વયંસંવિદિત અથવા અપ્રમેયરૂપ નથી, કે જેથી તેને વ્યવચ્છેદ કરવા માટે પ્રમેયસ્વરૂપ વિશેષ્યનું ઉપાદાન કરવું પડે.
(टीका) अप्रयोजकश्चायं हेतुः । सोपाधित्वात् । साधनाव्यापकः साध्येन समव्याप्तिश्च खलु उपाधिरभिधीयते । तत्पुत्रत्वादिना श्यामत्वे साध्ये शाकाद्याहारपरिणामवत् । उपाधिश्चात्र जडत्वम् । तथाहि ईश्वरज्ञानान्यत्वे प्रमेयत्वे च सत्यपि यदेव जडं स्तम्भादि तदेव स्वस्मादन्येन प्रकाश्यते । स्वप्रकाशे परमुखप्रेक्षित्वं हि जडस्य लक्षणम् । न च ज्ञान । जडस्वरूपम् । अतः साधनाव्यापकत्वं जडत्वस्य । साध्येन समव्याप्तिकत्व चास्य स्पष्टमेव । जाडयं विहाय स्वप्रकाशाभावस्य, त च त्यत्तवा जाड यस्य क्वचिदप्यदर्शनात् इति ॥
(અનુવાદ) તેમ જ ઇશ્વરજ્ઞાનાન્યત્વે સતિ પ્રમેયસ્વા' એ હેતુ સોપાધિક હેઈને અપ્રોજક છે. કેમ કે સાધ્યની સાથે વ્યાપક અને સાધનની સાથે અવ્યાપક હોય તે ઉપાધિ કહેવાય છે. માટે ઉકત હેતુ ઉપાધિ સહિત હેવાથી તે પાધિક છે. દા.ત. આ બાલક શ્યામ છે. કેમ કે મિત્રાનો પુત્ર છે. જે જે મિત્રાના પુત્ર છે, તે તે શ્યામ હોય છે. આ અનુમાનમાં “મિત્રાતનચત્ર' હેતુ શાપાકાદિ આહારના પરિણામરૂપ ઉપાધિ વડે યુકત છે. તે આ પ્રમાણેઃ જયાં જયાં શ્યામત્વ છે. ત્યાં ત્યાં શાકપાકાદિઆહારજન્યત્વ છે. કેમ કે જયારે ગર્ભમાં બાલક હોય ત્યારે માતાવડે વિશેષ શાકાદિનું ભક્ષણ કરવામાં આવે છે તે બાલકમાં પ્રાયઃ શ્યામત્વ હોય છે. આ રીતે શાકપાકજન્યવરૂપ ઉપાધિ શ્યામવરૂપ સાધ્યની સાથે રહેવાથી સાધ્યવ્યાપક છે અને જે જે મિત્રાના પુત્રો છે તે પ્રત્યેકમાં શ્યામતા નથી. કેમકે મિત્રાના આઠમાં પુત્રમાં શ્યામત્વ નહીં હોવાથી તેમાં શાકપાકજન્યત્વ ઘટી શકતું નથી. તેથી શાકપાકજન્યવરૂપ ઉપાધિ મિત્રાતનયત્વરૂપ હેતુની સાથે નહીં રહેવાથી ઉકતઉપાધિનું સાધના વ્યાપક પણું છે. તેથી મિત્રાતનયત્વરૂપ હેતુ સોપાધિક હેઈને જેમ અપ્રોજક છે, તેમ ‘ાનં , સ્વાન્તકારી, અશનિન્ય તિ પ્રત્યુત્ત’ આ અનુમાનમાં પણ જડત્વ-ઉપાધિ રહેવાથી ઉકત હેતુ સોયાધિક છે. તે આ પ્રમાણે જે જે સ્વથી અન્ય દ્વારા પ્રકાશ્ય છે, તે તે જડ છે, દા.ત, ખંભાદિ. સ્તંભવગેરે સ્વયં પ્રકાશ્ય નથી.