________________
स्याद्वादमंजरी
१२५
અગ્નિ; તે રૂપ નેતા અગ્નિ, તેત્રીસ કરોડ દેવતાનું મુખ છે. તથા કૃતિમાં પણ કહ્યું છે કે ઃ અગ્નિમુખવાળા દે છે. તેથી ઉત્તમ, મધ્યમ અને અધમ શ્રેણિમાં રહેલા અનેક દેવતાઓ એકજ અનિરૂપ મુખ વડે ભક્ષણ કરતા હોવાથી, એક બીજાનાં ઉચ્છિષ્ટનું ભક્ષણ કરનારા થશે ! અને તેમ થવાથી યવને (મુસલમાનો) કરતાં પણ દે વધી જશે! અનેક યવને ભેગા બેસીને એક પાત્રમાં ભેજન કરે છે! તેથી મુસલમાનો કરતાં પણ તેઓની માત્રા વધી જશે ! એક શરીરમાં અનેક મુખ તો ક્યાંક કયાંક સંભળાય છે, પરંતુ અનેક શરીરમાં એક મુખ હાય, એ તો ભારે આશ્ચર્યની વાત છે ! સવે દેવેનું એક મુખ માનવામાં આવે તે જ્યારે કેઈક દેવનું પૂજા આદિથી આરાધના કરવામાં આવ્યું હોય, અને અન્ય દેવનું નિંદા આદિથી વિરાધન કરાયું હોય. ત્યારે એક મુખ વડે એકી સાથે અનુગ્રહ (આશીર્વાદ) અને નિગ્રહ (શા૫) રૂપ વાક્યના ઉચ્ચારણનું મિશ્રણ થશે ! વળી; મુખ એ શરીરને નવમ ભાગ છે. અને તે પણ નવમ ભાગ જેઓને અગ્નિ સ્વરૂપ છે, તે તે તેત્રીશ કરોડ દેવતાઓનાં શરીરને નવમ ભાગ દાહસ્વરૂપ બનવાથી સંભવ છે કે ત્રણે ભુવનને ભસ્મીભૂત કરી નાંખે !
__ (टीका) यश्च कारीरीयज्ञादौ वृष्टयादिफलेऽव्यभिचारस्तत्प्रीणितदेवतानुग्रहहेतुक उक्तः सेोऽप्यनैकान्तिकः । क्वचिद् व्यभिचारस्यापि दर्शनात् । यत्रापि न व्यभिचारस्तत्रापि न त्वदाहिताहुतिभोजन जन्मा तदनुग्रहः । किन्तु स देवताविशेषोऽतिशयज्ञानी स्वोद्देशनिर्वतितं पूजोपचारं यदा स्वस्थानावस्थितः सन् जानीते, तदा तत्कर्तारं प्रति प्रसन्नचेतोवृत्तिस्तत्तत्कार्याणीच्छावशात् साधयति। अनुपयोगादिना पुनरजानानोऽपि वा पूजाकर्तुरभाग्यसहकृतः सन् न साधयति । द्रव्यक्षेत्रकालभावादिसहकारिसाचिव्यापेक्षस्यैव कार्योत्पादस्योपलम्भात् । स च पूजोपचारः पशुविशसनव्यतिरिक्तैः प्रकारान्तरैरपि सुकरः, तत्किमनया पापैकफलया शौनिकवृत्त्या ॥
(અનુવાદ) જે કારીરી આદિ યજ્ઞ કરવાથી, દેવતાઓ પ્રસન્ન થઈ, વૃષ્ટિ આદિ ફળ આપે છે. એ પણ તમારું કથન વ્યભિચારી છે. કારણ કે ઘણી જગ્યાએ યજ્ઞ કરવા છતાં પણ વૃષ્ટિ થતી નથી. માટે યજ્ઞ કરવાથી દેવતાઓની પ્રસન્નતાથી વૃદ્ધિ થાય છે, અન્યથા વૃષ્ટિ થતી નથી, એમ માનવું અનુચિત છે. વળી, જયાં વૃષ્ટિ થાય છે, તેમાં પણ આહુતિના ભેજનથી તૃપ્ત થયેલા દેવતાનો અનુગ્રહ કારણ નથી, પરંતુ પોતાના સ્થાને રહેલે અતિશય જ્ઞાની કઈ દેવતા, પિતાને ઉદ્દેશીને થતા પૂજેપચારને જાણે છે, ત્યારે પ્રસન્ન થઈને, પૂજા સત્કાર કરવાવાળા પુરુષને તેની ઈચ્છાનુસાર કાર્યો સાધી આપે છે. પરંતુ પૂજા આદિને અનુપયોગ આદિથી જણે નહીં, અથવા પૂજાકર્તાના ભાગ્યની હીનતા હોય, અને તેથી તેના અભીષ્ટની સિદ્ધિ ન પણ થાય. કારણ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આદિ સામગ્રીના સંગની અપેક્ષાએ કાર્યની ઉત્પત્તિ થાય છે. વળી, દેવતાઓને પ્રસન્ન કરવા માટેનો પૂપચાર, પશુવધ સિવાયના અન્ય ઉપાયો વડે સહેલાઈથી કરી શકાય છે, તે નાહક પાપના જ ફળરૂપ કસાઈવૃત્તિવાળી હિંસા શા માટે કરવી જોઈએ ?