________________
स्याद्वादमंजरी
૨૦૨
સમુદ્દઘાતનું વર્ણન ઃ સમૃદુઘાત એટલે શું ? પ્રબળતાથી આત્મ પ્રદેશને શરીરથી બહાર કાઢી જુનાં કર્મોની ઉદીરણા કરી, કર્મોને ભેગવી કર્મ પુદ્ગલેને નાશ કર, તેને સમુદુઘાત કહે છે. તે સમુદુઘાત વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી ભેદથી સાત પ્રકારે છે.
(૧) તીવ્ર વેદના વડે વ્યાકુલ થયેલે આત્મા શરીરથી બહાર પિતાના આત્મ પ્રદેશને કાઢી, પ્રબલ ઉદીરણા વડે, વેદનીય કર્મનાં પુદ્ગલેને ઉદયમાં લાવીને ક્ષય કરવો, તે વેદના સમુદુઘાત” કહેવાય છે.
(૨) કષાય વડે વ્યાકુલ થયેલે આત્મા શરીરથી બહાર પિતાના આત્મ પ્રદેશને કાઢીને પ્રબલતાથી કષાય મેહનીય કર્મનાં પુદ્ગલેને ઉદયમાં લાવીને નાશ કરે તે કષાય સમુદુઘાત.” . (૩) મરણ સમયે વ્યાકુલ થયેલે આત્મા મરણ સમયથી અંતમુહુર્ત (બે ઘડી) પહેલાં આત્મ પ્રદેશને શરીરથી બહાર કાઢીને જે સ્થાનમાં ઉત્પન્ન થવાનું છે. તે સ્થાન સુધી આત્મપ્રદેશને અહંકાર કરીને આયુષ્ય કર્મના પુદ્ગલેને પ્રબળતાથી ઉદયમાં લાવીને નાશ કરે તે મરણ સમુદુઘાત.
(૪) વેકિય લબ્ધિવાળે આત્મા પિતાના આત્મપ્રદેશને બહાર કાઢી વૈક્રિય શરીર યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરી, ક્રિય શરીર બનાવતી વખતે વૈક્રિય નામકર્મના પુદ્ગલેને નાશ કરે તે વેક્રિય સમુદઘાત.
(૫) તેજલેશ્યાની લબ્ધિવાળો આત્મા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢી પ્રબલતાથી તૈજસનામકર્મનાં પુદગલેને ઉદયમાં લાવીને ક્ષય કરે તે તૈજસ સમુદ્દઘાત. આ સમુદુઘાત, તેલેશ્યા અથવા શીત લેશ્યા મૂકે ત્યારે હોય છે.
(૬) આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધર મહાત્માઓ તીર્થકર ભગવંતની અદ્ધિ આદિ જેવા માટે અથવા શંકા આદિનું નિવારણ કરવા માટે મુંડા હાથ પ્રમાણ આહા૨ક શરીર બનાવે ત્યારે પોતાના આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢીને આહારક નામકર્મના પુદ્ગલેને પ્રબળતાથી ઉદયમાં લાવી ક્ષય કરે તે આહારક સમુદવાત કહેવાય છે.
(૭) કેવલી ભગવંતને આયુષ્ય કરતાં નામ, ગોત્ર અને વેદનીય કર્મની સ્થિતિ વધારે હોય તે તે ત્રણે ભપશાહી કમની સ્થિતિને આયુષ્ય કર્મ જેટલી કરવા પોતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી, બાહા આત્મપ્રદેશને પ્રથમ સમયે ચૌદ રાજ લેક–પ્રમાણુ દંડકારે કરે છે, બીજા સમયે કવાટકારે, ત્રીજે સમયે, મંથનાકારે (રવૈયાના આકારે) અને એથે સમયે મંથનના આંતરા પૂરે ત્યારે કેવલી ભગવાન સંપૂર્ણ કાકાશ વ્યાપી થાય છે. ત્યારબાદ પાંચમે સમયે મંથનના આંતરામાં રહેલા આત્મપ્રદેશનું સંહરણ કરે છે. છઠે સમયે મંથનનું સંહરણ કરે છે. સાતમે સમયે કપાટનું સંકરણ કરે છે અને આઠમે સમયે દંડનું સંહરણ કરીને પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ આત્મા થાય છે. આ પ્રમાણે કેવલી સમુદ્દઘાતમાં આત્મા સર્વવ્યાપક હોવાથી વ્યભિચાર આવતો નથી.
આ રીતે સ્યાદ્વાદ મંત્ર રુપી કવચવડે સન્સદ્ધ થયેલા સ્યાદ્વાદીઓને પૂર્વોકત ભયના સ્થાનરૂપ તમે આપેલા દેથી ભય હોતો નથી. આ પ્રમાણે નવમા ગ્લૅકને અર્થ આવે.