________________
अन्ययोगव्य. द्वा. श्लोक : ६
(અનુવાદ) આ પ્રમાણે તથા પ્રકારના જીવને ભગવાનનાં વચનોની અસર ના થાય તેમાં કંઈ ભગવાનની અસમર્થતા નથી; કેમકે ભયંકર કાલ સર્પના ડંખથી ડસાયેલ મનુષ્ય પર નિષ્ણાત વિષનાશક વૈદ્ય અનેક પ્રકારના પ્રયોગો કરે છતાં પણ તે ના છે. અને તે જ વૈદ્ય તેવા પ્રકારના ઉપચાર કરીને સામાન્ય સર્પના ડંખથી ડસાયેલ મનુષ્યને જીવાડી શકે છે; તેમાં કંઈ તે વૈદ્યનો દેષ નથી; પરંતુ તે કાલ સર્પના ડંખથી ડસાયેલી વ્યક્તિને છે. તેવી જ રીતે સમસ્ત જગતને પ્રકાશિત કરવામાં સમર્થ એવાં સૂર્યનાં કિરણે હોવા છતાં પણ ઘુવડ આદિને તે કિરણો પ્રકાશના કારણરૂપ નથી બનતાં, તેમાં કંઇ સૂર્યના કિરણે ઉપાલંભને પાત્ર નથી, પરંતુ તે તે જીની વિચિત્રતા જ કારણરૂપ છે. તેમજ શ્રી સિદ્ધસેન મહારાજે પણ કહ્યું છે કે “હે જગદુબંધુ ! સદ્ધર્મરૂપી બીજનું વાવેતર કરવામાં આપની અદ્ભુત દક્ષતા હોવા છતાં પણ દુરાગ્રહી લેકે પ્રત્યે આપ નિષ્ફળ નીવડયા, તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી ! કેમકે અંધકારમાં જ ચાલવાના સ્વભાવવાળાં ઘુવડ આદિ પક્ષીઓના સમૂહ પ્રત્યે તેજસ્વી એવા પણ સૂર્યનાં કિરણો ભ્રમરીનાં ચરણ (પગ) સમાન શ્યામવર્ણનાં લાગે છે, તેથી કંઈ સૂર્યમાં સામર્થ્યનો અભાવ પ્રગટ થતા નથી. તેવીજ રીત જગદ્ગુરુમાં સંપૂર્ણ જગતને તારવારૂપ વિશિષ્ટ પ્રકારની શક્તિ હોવા છતાં પણ કદાગ્રહી લેકોને અસર ન થાય તેમાં કંઇ ભગવંતની અસમર્થતા નથી, પરંતુ તે તે જીવોની અગ્યતા જ કારણરૂપ છે __(टोका) अथ कथमिव तत् कुहेवाकानां विडम्बनारूपत्वम् इति । ब्रूमः । यत्तावदुक्तं परेः 'क्षित्यादयो बुद्धिमत्कर्तृकाः कार्यत्वाद् घटवदिति । तदयुक्तम्, व्याप्तेरग्रहणात् । “साधनं हि सर्वत्र व्याप्तौ प्रमाणेन सिद्धायां साध्यं गमयेत्” इति सर्ववादिसंवादः । स चायं जगन्ति सृजन सशरीरोऽशरीरो वा स्यात ? सशरीरोऽपि किमस्मदादिवद् दृश्यशरीरविशिष्टः, उत पिशाचादिवददृश्यशरीरविशिष्टः ? प्रथमपक्षे प्रत्यक्षबाधः तमन्तरेणापि च जायमाने तृणतरुपुरन्दरधनुरभ्रादौ कार्यत्वस्य दर्शनात् प्रमेयत्वादिवत् साधारणानैकान्तिको हेतुः ।
(અનુવાદ) હવે તે વૈશેષિક લોકોની દુરાગ્રહરૂપ વિડંબના કેવા પ્રકારની છે, તે બતાવતા Wકાર કહે છે કે; “જે વૈશેષિક લકેવડે ઈશ્વરની સિદ્ધિ માટે “પૃથ્વી, પર્વત આદિ ઘટની જેમ બુદ્ધિમાન કર્તાથી જન્ય છે, કાર્યરૂપ હેવાથી. આવા પ્રકારના અનુમાનને પ્રયોગ કરવામાં આવ્યો છે, તે અયુકત છે, કેમકે આપના આ અનુમાનમાં “જ્યાં જ્યાં કાર્યત્વ છે, ત્યાં ત્યાં બુદ્ધિમાન કર્તાથી જન્ય છે આવી વ્યાપ્તિ ઘટી શકતી નથી. કારણ કે પ્રમાણ દ્વારા સર્વત્ર વ્યાપ્તિ સિદ્ધ હોય તો તે સાધનથી સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી જ અહીં પ્રશ્ન થાય છે કે જગકર્તા ઈશ્વર શરીરસહિત છે કે શરીર રહિત છે? હવે જે તે સશરીરી છે તે અમારી જેમ પ્રત્યક્ષ શરીરવાન છે કે પિશાચાદિની જેમ અદશ્ય શરીરવાન છે? યદિ ઈશ્વરનું શરીર અમારી જેમ પ્રત્યક્ષ હોય તે તેમાં પ્રત્યક્ષ બાધ આવે છે; કેમકે
સ્થા. ૬